Surendranagar: મહાનગરપાલિકાની વહીવટી સરળતા માટે 2 ઝોનમાં વિભાજન કરી દેવાયું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયાને એકાદ માસ જેટલો સમય થવા આવ્યો છે. ત્યારે શુક્રવારે મનપાના કમિશનરે માહિતી આપતા જણાવ્યુ કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વહીવટી સરળતા માટે ઉત્તર, દક્ષિણ એમ 2 ઝોનમાં વિભાજીત કરી છે.તા. 1 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર સહિત નવ નગર પાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરી હતી. હાલમાં મનપાના વહીવટદાર અને કલેકટર કે.સી.સંપતના માર્ગદર્શનથી મનપાના કમીશ્નર નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી કમીશ્નર અર્જુન ચાવડા સહિતની ટીમ દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તાર ઉપરાંત મનપામાં સમાવાયેલા આસપાસના 5 ગામોમાં સફાઈ, દબાણ હટાવ ઝુંબેશ, બાકી વેરાની વસુલાત સહીતની કામગીરી તેજ કરાઈ છે. ત્યારે શુક્રવારે સુરેન્દ્રનગર મહાનગરપાલીકાનું 2 ઝોનમાં વિભાજન કરાયું હતું. જેમાં મનપાની મધ્યમાંથી પસાર થતા ભોગાવા નદીના ઉત્તર દીશાના વિસ્તારને ઉત્તર ઝોન અને દક્ષીણ દિશાના વિસ્તારને દક્ષીણ ઝોન જાહેર કરાયો છે. ઉત્તર ઝોનમા સુરેન્દ્રનગર શહેર, દુધરેજ, ચમારજ, ખમીસાણા, મુળચંદ તથા વઢવાણનો ભોગાવા નદીથી ઉત્તર તરફનો વિસ્તાર આવશે. જયારે દક્ષીણ ઝોનમાં રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખેરાળી, માળોદ તથા ભોગાવા નદીથી દક્ષીણ દીશાનો વઢવાણના વિસ્તારનો સમાવેશ કરાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયાને એકાદ માસ જેટલો સમય થવા આવ્યો છે. ત્યારે શુક્રવારે મનપાના કમિશનરે માહિતી આપતા જણાવ્યુ કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વહીવટી સરળતા માટે ઉત્તર, દક્ષિણ એમ 2 ઝોનમાં વિભાજીત કરી છે.
તા. 1 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર સહિત નવ નગર પાલિકાઓને મહાનગરપાલિકા જાહેર કરી હતી. હાલમાં મનપાના વહીવટદાર અને કલેકટર કે.સી.સંપતના માર્ગદર્શનથી મનપાના કમીશ્નર નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી કમીશ્નર અર્જુન ચાવડા સહિતની ટીમ દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તાર ઉપરાંત મનપામાં સમાવાયેલા આસપાસના 5 ગામોમાં સફાઈ, દબાણ હટાવ ઝુંબેશ, બાકી વેરાની વસુલાત સહીતની કામગીરી તેજ કરાઈ છે. ત્યારે શુક્રવારે સુરેન્દ્રનગર મહાનગરપાલીકાનું 2 ઝોનમાં વિભાજન કરાયું હતું. જેમાં મનપાની મધ્યમાંથી પસાર થતા ભોગાવા નદીના ઉત્તર દીશાના વિસ્તારને ઉત્તર ઝોન અને દક્ષીણ દિશાના વિસ્તારને દક્ષીણ ઝોન જાહેર કરાયો છે. ઉત્તર ઝોનમા સુરેન્દ્રનગર શહેર, દુધરેજ, ચમારજ, ખમીસાણા, મુળચંદ તથા વઢવાણનો ભોગાવા નદીથી ઉત્તર તરફનો વિસ્તાર આવશે. જયારે દક્ષીણ ઝોનમાં રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખેરાળી, માળોદ તથા ભોગાવા નદીથી દક્ષીણ દીશાનો વઢવાણના વિસ્તારનો સમાવેશ કરાયો છે.