Junagadhના વંથલી તાલુકાના શાપુર ગામે નદી પર બનતા પુલની કામગીરી ખોંરભે ચઢી

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર ગામે કાલવા નદી ઉપર બનાવવામાં આવતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોમાં વધી પારાવાર મુશ્કેલી જૂનાગઢ જિલ્લા પંચાયત મતદાર મંડળ હેઠળની 28 શાપુર બેઠકમાં ગામમાંથી પસાર થતી કાળવા નદી ઉપર 15માં નાણાપંચમાંથી પુલનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જે લાંબા સમય થવા છતાં કામ પૂર્ણ થયું નથી રૂપિયા 35 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી છે જેમાં 25 લાખના ખર્ચે ફાળવા નદી ઉપર પુલ બનાવવામાં આવશે અને રૂપિયા 10 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ નું કામ મળી કુલ 35 લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે છેલ્લા બે વર્ષથી આ કામ મંથરગતિએ ચાલતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કામગીરી નબળી હોવાની વાત કાળવા નદીના બીજા કાંઠા ઉપર અંદાજિત 600 થી 700 વીઘા જેટલી જમીન ખેડૂતોની આવેલી છે જેમાં કાઢવા નદી પર બે કોલમમાં પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ચોમાસુ આવી જતા કામ બંધ કરવામાં આવ્યું હતું અને ચોમાસા બાદ ફરીથી આ કામ માત્ર થોડા દિવસ ચાલ્યું અને ફરીથી કામ બંધ થઈ ગયું છે નદી ઉપરથી પસાર થવા માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને જે ડાયવર્ઝન બનાવાયું છે તેનું કામ પણ ખૂબ જ નબળું છે. અધિકારીઓ કરી રહ્યાં છે મનમાની બીજી તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર પ્રહારો કરીએ છીએ તેમને જણાવ્યું હતું કે અધિકારીઓને કોન્ટ્રાક્ટરની અણ આવડતને લઈને શાપુર ગામની પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે અવારનવાર રજૂઆતો કરવા છતાં શા માટે અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેતા નથી તે સવાલ ઊભો થાય છે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માં મૂકવો જોઈએ અને અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામ પૂર્ણ કરાવવું જોઈએ તેવું સૂચન કરવા છતાં પણ અધિકારીઓ ગણકારતા નથી અને આ પ્રશ્ન હજુ પણ તમને ચડ્યો છે ત્યારે જો આનું નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.આમ સત્તામાં હોવા છતાં પણ અધિકારીઓ પોતાની મનમાની મુજબ કામ કરતા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે અને ના છૂટકે પદાધિકારીઓએ ઉપવાસ આંદોલન ચીમકી આપતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.

Junagadhના વંથલી તાલુકાના શાપુર ગામે નદી પર બનતા પુલની કામગીરી ખોંરભે ચઢી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર ગામે કાલવા નદી ઉપર બનાવવામાં આવતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોમાં વધી પારાવાર મુશ્કેલી

જૂનાગઢ જિલ્લા પંચાયત મતદાર મંડળ હેઠળની 28 શાપુર બેઠકમાં ગામમાંથી પસાર થતી કાળવા નદી ઉપર 15માં નાણાપંચમાંથી પુલનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જે લાંબા સમય થવા છતાં કામ પૂર્ણ થયું નથી રૂપિયા 35 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી છે જેમાં 25 લાખના ખર્ચે ફાળવા નદી ઉપર પુલ બનાવવામાં આવશે અને રૂપિયા 10 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ નું કામ મળી કુલ 35 લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે છેલ્લા બે વર્ષથી આ કામ મંથરગતિએ ચાલતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.


કામગીરી નબળી હોવાની વાત

કાળવા નદીના બીજા કાંઠા ઉપર અંદાજિત 600 થી 700 વીઘા જેટલી જમીન ખેડૂતોની આવેલી છે જેમાં કાઢવા નદી પર બે કોલમમાં પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ચોમાસુ આવી જતા કામ બંધ કરવામાં આવ્યું હતું અને ચોમાસા બાદ ફરીથી આ કામ માત્ર થોડા દિવસ ચાલ્યું અને ફરીથી કામ બંધ થઈ ગયું છે નદી ઉપરથી પસાર થવા માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે અને જે ડાયવર્ઝન બનાવાયું છે તેનું કામ પણ ખૂબ જ નબળું છે.

અધિકારીઓ કરી રહ્યાં છે મનમાની

બીજી તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર પ્રહારો કરીએ છીએ તેમને જણાવ્યું હતું કે અધિકારીઓને કોન્ટ્રાક્ટરની અણ આવડતને લઈને શાપુર ગામની પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે અવારનવાર રજૂઆતો કરવા છતાં શા માટે અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેતા નથી તે સવાલ ઊભો થાય છે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ માં મૂકવો જોઈએ અને અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામ પૂર્ણ કરાવવું જોઈએ તેવું સૂચન કરવા છતાં પણ અધિકારીઓ ગણકારતા નથી અને આ પ્રશ્ન હજુ પણ તમને ચડ્યો છે ત્યારે જો આનું નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.આમ સત્તામાં હોવા છતાં પણ અધિકારીઓ પોતાની મનમાની મુજબ કામ કરતા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે અને ના છૂટકે પદાધિકારીઓએ ઉપવાસ આંદોલન ચીમકી આપતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.