Vadodara: ગુલ્લીબાજ શિક્ષકો સામે જિલ્લા પંચાયતે બેસાડ્યો દાખલો
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નવ શિક્ષકોને કાઢી મુકવા કર્યો આદેશ 9 શિક્ષકો 90 દિવસ કરતાં પણ વધુ સમયથી રહેતા હતા સતત ગેરહાજર નવ પૈકી સાત શિક્ષકો વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા વડોદરા જિલ્લા પંચાયતે દાખલો બેસાડ્યો છે. જેમાં જિલ્લાના નવ શિક્ષકો સામે પગલા ભરાયા છે. તેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નવ શિક્ષકોને કાઢી મુકવા આદેશ કર્યો છે. જેમાં 9 શિક્ષકો 90 દિવસ કરતાં પણ વધુ સમયથી સતત ગેરહાજર રહેતા હતા. જેમાં નવ પૈકી સાત શિક્ષકો વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. વિદેશોમાં રહેતા એક પણ શિક્ષકને પગાર ચૂકવાયો નથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આખરી નોટિસ બાદ પણ હાજર નહીં થતા પગલા ભર્યા છે. તેમજ ગુજરાતમાં વિદેશોમાં રહીને પગારખાતા શિક્ષકોનો મુદ્દો બુધવારે વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે ભારે ચગ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ એવા આક્ષેપોનો મારો ચલાવ્યો હતો કે, એક તરફ રાજ્યમાં સરકારી પ્રાથમિક શિક્ષકોની મોટાપાયે ઘટને કારણે શિક્ષણ ખાડે ગયું છે, એક ઓરડામાં દોઢસો-બસ્સો વિદ્યાર્થીઓ એક સાથે બેસાડી એક જ શિક્ષક દ્વારા ચલાવાતી સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો ગાયબ રહે છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો વિદેશોમાં રહી પગાર મેળવી લીલાલહેર કરે છે. આ આક્ષેપોના સંદર્ભમાં શિક્ષક વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. કુંબેર ડિંડોરે વારંવાર એવો ચીપિયો પછાડયો હતો કે, વિદેશોમાં રહેતા એક પણ શિક્ષકને પગાર ચૂકવાયો નથી. બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કરાયા બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓના ગેરહાજર શિક્ષકો અંગેના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોમાં બનાસકાંઠા જિલ્લાના 12, પાટણ જિલ્લાના 7 અને આ બે જિલ્લામાંથી ઉચ્ચતર માધ્યમિકના 1 મળીને કુલ 20 શિક્ષકો વિદેશમાં રહે છે, આ પૈકી બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કરાયા છે, 2 શિક્ષકોના રાજીનામા મંજૂર કરાયા છે અને 4 શિક્ષકોને નોટિસ આપી એમની સાથે શિક્ષાત્મક કાર્યવાહી માટે લીગલ અભિપ્રાય લેવાઈ રહ્યો છે, જ્યારે પાટણ જિલ્લાના જે 7 શિક્ષકો વિદેશોમાં રહે છે તેઓ એનઓસી મેળવીને વિદેશોમાં ગયા છે, એમની રજા પૂરી થયેલી કાર્યવાહી કરાશે, વિદેશમાં જતા શિક્ષકો 3 મહિનાની રજા મૂકીને જાય છે એટલે 90 દિવસ પૂરા ના થાય ત્યાં સુધી આપણે એમની સામે કાર્યવાહી કરી શકતા નથી, એવી લાચારી મંત્રીએ બતાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નવ શિક્ષકોને કાઢી મુકવા કર્યો આદેશ
- 9 શિક્ષકો 90 દિવસ કરતાં પણ વધુ સમયથી રહેતા હતા સતત ગેરહાજર
- નવ પૈકી સાત શિક્ષકો વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા
વડોદરા જિલ્લા પંચાયતે દાખલો બેસાડ્યો છે. જેમાં જિલ્લાના નવ શિક્ષકો સામે પગલા ભરાયા છે. તેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નવ શિક્ષકોને કાઢી મુકવા આદેશ કર્યો છે. જેમાં 9 શિક્ષકો 90 દિવસ કરતાં પણ વધુ સમયથી સતત ગેરહાજર રહેતા હતા. જેમાં નવ પૈકી સાત શિક્ષકો વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા.
વિદેશોમાં રહેતા એક પણ શિક્ષકને પગાર ચૂકવાયો નથી
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આખરી નોટિસ બાદ પણ હાજર નહીં થતા પગલા ભર્યા છે. તેમજ ગુજરાતમાં વિદેશોમાં રહીને પગારખાતા શિક્ષકોનો મુદ્દો બુધવારે વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે ભારે ચગ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ એવા આક્ષેપોનો મારો ચલાવ્યો હતો કે, એક તરફ રાજ્યમાં સરકારી પ્રાથમિક શિક્ષકોની મોટાપાયે ઘટને કારણે શિક્ષણ ખાડે ગયું છે, એક ઓરડામાં દોઢસો-બસ્સો વિદ્યાર્થીઓ એક સાથે બેસાડી એક જ શિક્ષક દ્વારા ચલાવાતી સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો ગાયબ રહે છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો વિદેશોમાં રહી પગાર મેળવી લીલાલહેર કરે છે. આ આક્ષેપોના સંદર્ભમાં શિક્ષક વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. કુંબેર ડિંડોરે વારંવાર એવો ચીપિયો પછાડયો હતો કે, વિદેશોમાં રહેતા એક પણ શિક્ષકને પગાર ચૂકવાયો નથી.
બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કરાયા
બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓના ગેરહાજર શિક્ષકો અંગેના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોમાં બનાસકાંઠા જિલ્લાના 12, પાટણ જિલ્લાના 7 અને આ બે જિલ્લામાંથી ઉચ્ચતર માધ્યમિકના 1 મળીને કુલ 20 શિક્ષકો વિદેશમાં રહે છે, આ પૈકી બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કરાયા છે, 2 શિક્ષકોના રાજીનામા મંજૂર કરાયા છે અને 4 શિક્ષકોને નોટિસ આપી એમની સાથે શિક્ષાત્મક કાર્યવાહી માટે લીગલ અભિપ્રાય લેવાઈ રહ્યો છે, જ્યારે પાટણ જિલ્લાના જે 7 શિક્ષકો વિદેશોમાં રહે છે તેઓ એનઓસી મેળવીને વિદેશોમાં ગયા છે, એમની રજા પૂરી થયેલી કાર્યવાહી કરાશે, વિદેશમાં જતા શિક્ષકો 3 મહિનાની રજા મૂકીને જાય છે એટલે 90 દિવસ પૂરા ના થાય ત્યાં સુધી આપણે એમની સામે કાર્યવાહી કરી શકતા નથી, એવી લાચારી મંત્રીએ બતાવી હતી.