Patanના શંખેશ્વરમાં આવેલ જૈન દેરાસરના ચોકની સામે રમાયા પૌરાણિક રીતે ગરબા

આદ્યશક્તિ માંની આરાધના પર્વ નવરાત્રિના હવે અંતિમ દિવસો બાકી રહ્યા છે ત્યારે આધુનિક યુગમાં ભારત ભરમાં સૌ કોઈ અલગ અલગ પ્રકારે નવરાત્રિમાં DJ,પર તેમજ કલાકરો,કે અન્ય કોઈ ઇલેક્ટ્રિક માધ્યમના સહારે સુર સંગીતની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે ભાગ્યેજ કોઈ સ્થળે આપણને પ્રાચીન કે પરંપરા ગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી થતી હવે લુપ્ત થતી નજરે પડે છે. 800 વર્ષ પહેલા ગરબીની સ્થાપ્ના થઈ શંખેશ્વર તાલુકાની રચના થઈ ત્યારથી શંખેશ્વર ચોકમા માં અંબે ની ગરબી ની આજથી 800 વર્ષ પહેલા સ્થાપના કરેલ અને ત્યાર બાદ જૈન મંદિરની સ્થાપના કરાઈ હતી પરંતુ આજે પણ એજ જૈનોની નગરી તરીકે પસિદ્ધ થયેલ જૈન મંદિર ધામ પર માની સ્થાપના કરવામાં આવે છે અને નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ છે,શંખેશ્વરનું જૈન મંદિર અત્યારે યાત્રાધામ તરીકે પ્રસિદ્ધિ થયું છે અને શંખેશ્વર ખાતે પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના દ્વારની સામે 800 વર્ષથી વડવાઓના વખતની ગરબી આજે પણ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ વગર ઉઘાડા પગે શ્વમુખે દેસી ગરબા ગવાય છે. ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી સ્થાનિક લોકો નવ દિવસ ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે આમતો નવરાત્રિમાં ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં લોકો અલગ અલગ વેસ ભૂસા ધારણ કરીને આજના જમાનામાં લોકો ગરબા ગાતા જોવા મળે છે પરંતુ શંખેશ્વર તાલુકાની જ્યારથી રચના કરાઈ હતી ત્યારથી ત્યાં આવેલ ચોકમાં મા અંબેની ગરબીની સ્થાપના કરાઈ હતી અને આજે એજ સ્થળ પર જૈનોના જાણીતા પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ આજે પણ દરબાર જે જીવણદાસ ગોડીદાસ પેઢી તરીકે ભારત ભરમાં બીજા નંબરના આ જૈન તીર્થ તરીકે જાણીતા પ્રભુ પાર્શ્વનાથના દેરાસરના દ્વાર સામેના ચોકમાં 800 વર્ષ પહેલા જે સ્થાપના કરાઈ હતી એજ સ્થળ પર આજે પણ માની ગરબી ની સ્થાપના કરાઈ છે. વડીલો ગરબો ઝીલે છે લોકો માં અંબેના ગરબા ઉઘાડા પગે રમે છે અને વર્ષો જુની પરંપરા મુજબ આજે પણ પુરાણો સાંસ્કૃતિક વારસો ગામ લોકોએ જાળવી રાખ્યો છે આજના આ આધુનિક યુગમાં ગામ લોકો વાજીંત્રો વગર શ્વમુખે પુરૂષો ગરબા ગાય છે અને ગરબે રમતા યુવાનો અને વડીલો એ ગરબો ઝીલે છે.  

Patanના શંખેશ્વરમાં આવેલ જૈન દેરાસરના ચોકની સામે રમાયા પૌરાણિક રીતે ગરબા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આદ્યશક્તિ માંની આરાધના પર્વ નવરાત્રિના હવે અંતિમ દિવસો બાકી રહ્યા છે ત્યારે આધુનિક યુગમાં ભારત ભરમાં સૌ કોઈ અલગ અલગ પ્રકારે નવરાત્રિમાં DJ,પર તેમજ કલાકરો,કે અન્ય કોઈ ઇલેક્ટ્રિક માધ્યમના સહારે સુર સંગીતની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે ભાગ્યેજ કોઈ સ્થળે આપણને પ્રાચીન કે પરંપરા ગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી થતી હવે લુપ્ત થતી નજરે પડે છે.

800 વર્ષ પહેલા ગરબીની સ્થાપ્ના થઈ

શંખેશ્વર તાલુકાની રચના થઈ ત્યારથી શંખેશ્વર ચોકમા માં અંબે ની ગરબી ની આજથી 800 વર્ષ પહેલા સ્થાપના કરેલ અને ત્યાર બાદ જૈન મંદિરની સ્થાપના કરાઈ હતી પરંતુ આજે પણ એજ જૈનોની નગરી તરીકે પસિદ્ધ થયેલ જૈન મંદિર ધામ પર માની સ્થાપના કરવામાં આવે છે અને નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ છે,શંખેશ્વરનું જૈન મંદિર અત્યારે યાત્રાધામ તરીકે પ્રસિદ્ધિ થયું છે અને શંખેશ્વર ખાતે પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના દ્વારની સામે 800 વર્ષથી વડવાઓના વખતની ગરબી આજે પણ કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ વગર ઉઘાડા પગે શ્વમુખે દેસી ગરબા ગવાય છે.


ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી

સ્થાનિક લોકો નવ દિવસ ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે આમતો નવરાત્રિમાં ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં લોકો અલગ અલગ વેસ ભૂસા ધારણ કરીને આજના જમાનામાં લોકો ગરબા ગાતા જોવા મળે છે પરંતુ શંખેશ્વર તાલુકાની જ્યારથી રચના કરાઈ હતી ત્યારથી ત્યાં આવેલ ચોકમાં મા અંબેની ગરબીની સ્થાપના કરાઈ હતી અને આજે એજ સ્થળ પર જૈનોના જાણીતા પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ આજે પણ દરબાર જે જીવણદાસ ગોડીદાસ પેઢી તરીકે ભારત ભરમાં બીજા નંબરના આ જૈન તીર્થ તરીકે જાણીતા પ્રભુ પાર્શ્વનાથના દેરાસરના દ્વાર સામેના ચોકમાં 800 વર્ષ પહેલા જે સ્થાપના કરાઈ હતી એજ સ્થળ પર આજે પણ માની ગરબી ની સ્થાપના કરાઈ છે.

વડીલો ગરબો ઝીલે છે

લોકો માં અંબેના ગરબા ઉઘાડા પગે રમે છે અને વર્ષો જુની પરંપરા મુજબ આજે પણ પુરાણો સાંસ્કૃતિક વારસો ગામ લોકોએ જાળવી રાખ્યો છે આજના આ આધુનિક યુગમાં ગામ લોકો વાજીંત્રો વગર શ્વમુખે પુરૂષો ગરબા ગાય છે અને ગરબે રમતા યુવાનો અને વડીલો એ ગરબો ઝીલે છે.