Dhandhuka: અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે

દેશના સૌપ્રથમ ગ્રીન ફ્લ્ડિ સ્માર્ટ સિટી ધોલેરા અને ગ્રીન ફ્લ્ડિ ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ સાથે જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર હાઇવે આગામી વર્ષ 2025ના અંત સુધીમાં લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે.મહાનગર અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે અને હવે દેશની પ્રથમ ગ્રીનફ્લ્ડિ સ્માર્ટ સિટી ધોલેરામાં ગ્રીનફ્લ્ડિ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. અમદાવાદથી ધોલેરા સુધીના 109 કિલોમીટરની લંબાઈ ધરાવતા એક્સપ્રેસ વેનું નિર્માણ 80 ટકા કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. એક્સપ્રેસ વે વર્ષ 2025ના અંતની આસપાસ શરુ થશે એવી શક્યતા છે. આ એક્સપ્રેસ વેનું બાંધકામ પૂર્ણ થશે. ત્યારબાદ અમદાવાદથી સ્માર્ટ સિટી ધોલેરા સુધી માત્ર 40થી 45 મિનિટમાં જ પહોંચી શકાશે. અમદાવાદથી ગાંધીનગર સુધી પહોંચવામાં જેટલો સમય લાગે છે એટલા જ સમયમાં અમદાવાદથી ધોલેરા પહોંચી શકાશે. આ એક્સપ્રેસ વેને અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડને પણ ધોલેરા સાથે જોડવામાં આવ્યો છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેના નિર્માણમાં લગભગ રૂ. 4,373 કરોડનો ખર્ચ થયો છે. સરદાર પટેલ રિંગ રોડ ઇન્ટરચેન્જ પર આ એક્સપ્રેસ વેનો 5 કિલોમીટર લાંબો પટ સંપૂર્ણપણે તૈયાર કરી દેવાયો છે. હાલમાં આ એક્સપ્રેસ વેને 8 લેન બનાવાઈ રહ્યો છે. પરંતુ એમાં એવી જોગવાઈ છે કે, જરૂર પડે તો તેને 12 લેન સુધી પહોળો કરી શકાશે. હાલ અહીં સ્ટીલ રેલ ઓવરબ્રિજ લગભગ તૈયાર કરી દેવાયો છે. આ એક્સપ્રેસ વેનું મહત્ત્વનું સ્ટોપ પીપલી જંક્શન હશે. જે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડાશે. પીપલી જંક્શન પાસે એક્સપ્રેસ વે બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે. અહીં વાહનોની ઝડપ મર્યાદા અંગેનું સાઇન બોર્ડ લગાવ્યું છે. જેમાં કાર માટે 120 કિમી પ્રતિ કલાક અને કોમર્શિયલ વાહનો માટે 80 કિમી પ્રતિ કલાકની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

Dhandhuka: અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના સૌપ્રથમ ગ્રીન ફ્લ્ડિ સ્માર્ટ સિટી ધોલેરા અને ગ્રીન ફ્લ્ડિ ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ સાથે જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર હાઇવે આગામી વર્ષ 2025ના અંત સુધીમાં લોકાર્પણ કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે.

મહાનગર અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે અને હવે દેશની પ્રથમ ગ્રીનફ્લ્ડિ સ્માર્ટ સિટી ધોલેરામાં ગ્રીનફ્લ્ડિ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. અમદાવાદથી ધોલેરા સુધીના 109 કિલોમીટરની લંબાઈ ધરાવતા એક્સપ્રેસ વેનું નિર્માણ 80 ટકા કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. એક્સપ્રેસ વે વર્ષ 2025ના અંતની આસપાસ શરુ થશે એવી શક્યતા છે. આ એક્સપ્રેસ વેનું બાંધકામ પૂર્ણ થશે. ત્યારબાદ અમદાવાદથી સ્માર્ટ સિટી ધોલેરા સુધી માત્ર 40થી 45 મિનિટમાં જ પહોંચી શકાશે. અમદાવાદથી ગાંધીનગર સુધી પહોંચવામાં જેટલો સમય લાગે છે એટલા જ સમયમાં અમદાવાદથી ધોલેરા પહોંચી શકાશે. આ એક્સપ્રેસ વેને અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડને પણ ધોલેરા સાથે જોડવામાં આવ્યો છે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેના નિર્માણમાં લગભગ રૂ. 4,373 કરોડનો ખર્ચ થયો છે. સરદાર પટેલ રિંગ રોડ ઇન્ટરચેન્જ પર આ એક્સપ્રેસ વેનો 5 કિલોમીટર લાંબો પટ સંપૂર્ણપણે તૈયાર કરી દેવાયો છે. હાલમાં આ એક્સપ્રેસ વેને 8 લેન બનાવાઈ રહ્યો છે. પરંતુ એમાં એવી જોગવાઈ છે કે, જરૂર પડે તો તેને 12 લેન સુધી પહોળો કરી શકાશે. હાલ અહીં સ્ટીલ રેલ ઓવરબ્રિજ લગભગ તૈયાર કરી દેવાયો છે. આ એક્સપ્રેસ વેનું મહત્ત્વનું સ્ટોપ પીપલી જંક્શન હશે. જે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડાશે. પીપલી જંક્શન પાસે એક્સપ્રેસ વે બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે. અહીં વાહનોની ઝડપ મર્યાદા અંગેનું સાઇન બોર્ડ લગાવ્યું છે. જેમાં કાર માટે 120 કિમી પ્રતિ કલાક અને કોમર્શિયલ વાહનો માટે 80 કિમી પ્રતિ કલાકની મર્યાદા નક્કી કરવામાં આવી છે.