Surendranagar : જિલ્લામાં જુગારના 4 સ્થળે દરોડા : 4 મહિલા સહિત 12

સુરેન્દ્રનગરના ચરમાળીયા પાસે આવેલ આવાસ, ફીરદોસ સોસાયટી, લખતરની સુથાર શેરી અને દસાડાના ખેરવા ગામે પોલીસે જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 4 મહિલા સહિત 12 શખ્સો રોકડા રૂ. 22,370ની મત્તા સાથે ઝડપાયા હતા. બજાણા ઈન્ચાર્જ પીઆઈ એ.કે.વાઘેલા સહિતની ટીમને તાજેતરમાં પેટ્રોલિંગ દરમિયાન ખેરવાના રામજી મંદિર પાસે આવેલા ખાંચામાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી.જેમાં રણછોડ હંસરાજભાઈ અઘારા, હુસેન લતીફખાન મલેક, નાસીર રસુલભાઈ સીપાઈ, નરોત્તમ મહાદેવભાઈ અઘારા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. 14,890 સાથે પકડાયા હતા. જયારે લખતર પોલીસની ટીમે સુથાર શેરીમાં જુગારની બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં મુસ્તુફા યાકુબભાઈ સાલાર, કનૈયાલાલ હરજીભાઈ ચવલીયા અને અકીલ દાઉદભાઈ દીવાન રોકડા રૂ. 4,440 સાથે જુગાર રમતા પકડાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના મુકેશ ઉત્તેળીયા, અશ્વીનભાઈ, મનીષાબેન સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન ચરમાળીયા આવાસમાં બ્લોક પાસે અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રેહાનાબેન ઉર્ફે ડુટી રફીકભાઈ કોડીયા, ચંદ્રીકાબેન સુરેશભાઈ નગવાડીયા, અફસાનાબેન ઉમેશભાઈ પરમાર અને કરીશ્માબેન ફીરોઝભાઈ બ્લોચ ગંજીપાના વડે જુગાર રમતી ઝડપાઈ હતી. આ ચારેય મહિલાઓ પાસેથી રોકડા રૂ. 2,470 કબજે કરી સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અને સુરેન્દ્રનગરની ફીરદોસ સોસાયટી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો આસીફ અજમલભાઈ મેમણ રોકડા રૂ.570 સાથે ઝડપાયો હતો.

Surendranagar : જિલ્લામાં જુગારના 4 સ્થળે દરોડા : 4 મહિલા સહિત 12

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના ચરમાળીયા પાસે આવેલ આવાસ, ફીરદોસ સોસાયટી, લખતરની સુથાર શેરી અને દસાડાના ખેરવા ગામે પોલીસે જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 4 મહિલા સહિત 12 શખ્સો રોકડા રૂ. 22,370ની મત્તા સાથે ઝડપાયા હતા. બજાણા ઈન્ચાર્જ પીઆઈ એ.કે.વાઘેલા સહિતની ટીમને તાજેતરમાં પેટ્રોલિંગ દરમિયાન ખેરવાના રામજી મંદિર પાસે આવેલા ખાંચામાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી.

જેમાં રણછોડ હંસરાજભાઈ અઘારા, હુસેન લતીફખાન મલેક, નાસીર રસુલભાઈ સીપાઈ, નરોત્તમ મહાદેવભાઈ અઘારા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. 14,890 સાથે પકડાયા હતા. જયારે લખતર પોલીસની ટીમે સુથાર શેરીમાં જુગારની બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં મુસ્તુફા યાકુબભાઈ સાલાર, કનૈયાલાલ હરજીભાઈ ચવલીયા અને અકીલ દાઉદભાઈ દીવાન રોકડા રૂ. 4,440 સાથે જુગાર રમતા પકડાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના મુકેશ ઉત્તેળીયા, અશ્વીનભાઈ, મનીષાબેન સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન ચરમાળીયા આવાસમાં બ્લોક પાસે અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રેહાનાબેન ઉર્ફે ડુટી રફીકભાઈ કોડીયા, ચંદ્રીકાબેન સુરેશભાઈ નગવાડીયા, અફસાનાબેન ઉમેશભાઈ પરમાર અને કરીશ્માબેન ફીરોઝભાઈ બ્લોચ ગંજીપાના વડે જુગાર રમતી ઝડપાઈ હતી. આ ચારેય મહિલાઓ પાસેથી રોકડા રૂ. 2,470 કબજે કરી સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અને સુરેન્દ્રનગરની ફીરદોસ સોસાયટી પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો આસીફ અજમલભાઈ મેમણ રોકડા રૂ.570 સાથે ઝડપાયો હતો.