Ahmedabad: કાંકરિયા, થલતેજ, નરોડા, ઈસનપુર સહિત 89 તળાવો વરસાદી પાણીથી છલકાયા

20થી 150 લાખ લિટર પાણીની આવકઃ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશેમૂશળધાર વરસાદને પગલે શહેરનાં 89 તળાવોમાં લાખો લિટર પાણીની આવક થઈ તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી ગઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલાં વરસાદથી વિવિધ વિસ્તારોનાં તળાવોમાં પાણીની આવક શરૂ થઇ હતી. જોકે, છેલ્લાં ત્રણ દિવસ વરસેલા મૂશળધાર વરસાદને પગલે શહેરનાં 89 તળાવોમાં લાખો લિટર પાણીની આવક થઈ છે અને કાંકરિયા, થલતેજ, નરોડા, ઈસનપુર, સહિતના શહેરના તળાવો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. આમ, શહેરના તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી ગઈ છે અને તળાવોમાં પાણી ભરાવાને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. જો વરસાદ બંધ ના થયો હોત તો અમુક તળાવ ઓવરફ્લો થઇ ગયાં હોત અને આસપાસનાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વકરે તેવી શક્યતા નકારી શકાય નહીં. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરનાં થલતેજ, ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા, રાણીપ, વાસણા, સાબરમતી, ચાંદખેડા, સરખેજ, જોધપુર, વેજલપુર, લાંભા, કાંકરીયા, ખોખરા, ચંડોળા, વટવા, ઇસનપુર, નરોડા, સૈજપુર, બાપુનગર, અસારવા, રામોલ-હાથીજણ, વસ્ત્રાલ, નિકોલ અને ઓઢવ સહિતનાં વિસ્તારોમાં આવેલાં તળાવોમાં 20થી 150 લાખ લિટર પાણીની આવક થઇ છે. શહેરમાં અત્યાર સુધીમાં 32.10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ ચોમાસું બાકી છે અને આગામી દિવસોમાં પણ વરસાદ વરસે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં શહેરના તળાવોમાં વધુ પાણીની આવક થશે.

Ahmedabad: કાંકરિયા, થલતેજ, નરોડા, ઈસનપુર સહિત 89 તળાવો વરસાદી પાણીથી છલકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 20થી 150 લાખ લિટર પાણીની આવકઃ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે
  • મૂશળધાર વરસાદને પગલે શહેરનાં 89 તળાવોમાં લાખો લિટર પાણીની આવક થઈ
  • તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી ગઈ

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલાં વરસાદથી વિવિધ વિસ્તારોનાં તળાવોમાં પાણીની આવક શરૂ થઇ હતી. જોકે, છેલ્લાં ત્રણ દિવસ વરસેલા મૂશળધાર વરસાદને પગલે શહેરનાં 89 તળાવોમાં લાખો લિટર પાણીની આવક થઈ છે અને કાંકરિયા, થલતેજ, નરોડા, ઈસનપુર, સહિતના શહેરના તળાવો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે.

આમ, શહેરના તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી ગઈ છે અને તળાવોમાં પાણી ભરાવાને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. જો વરસાદ બંધ ના થયો હોત તો અમુક તળાવ ઓવરફ્લો થઇ ગયાં હોત અને આસપાસનાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વકરે તેવી શક્યતા નકારી શકાય નહીં. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરનાં થલતેજ, ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા, રાણીપ, વાસણા, સાબરમતી, ચાંદખેડા, સરખેજ, જોધપુર, વેજલપુર, લાંભા, કાંકરીયા, ખોખરા, ચંડોળા, વટવા, ઇસનપુર, નરોડા, સૈજપુર, બાપુનગર, અસારવા, રામોલ-હાથીજણ, વસ્ત્રાલ, નિકોલ અને ઓઢવ સહિતનાં વિસ્તારોમાં આવેલાં તળાવોમાં 20થી 150 લાખ લિટર પાણીની આવક થઇ છે. શહેરમાં અત્યાર સુધીમાં 32.10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ ચોમાસું બાકી છે અને આગામી દિવસોમાં પણ વરસાદ વરસે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં શહેરના તળાવોમાં વધુ પાણીની આવક થશે.