Ahmedabad: કેદીઓને પણ અદ્યતન ટેક્નોલોજીનો યોગ્ય લાભ મળવો જોઈએ: હાઈકોર્ટ

લેપટોપના ઉપયોગની નારાયણ સાંઈની માગ ફગાવતા હુકમમાં અવલોકનપાકા અને કાચા કામના કેદીઓને ઈન્ટરનેટ માટે સર્વગ્રાહી નીતિ ઘડવા સૂચન જેલના બધા કેદીઓને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નહી: હાઈકોર્ટ ગુનો એ મૃત મનનું પરિણામ છે અને તેના નિવારણ માટે જેલોમાં સારવાર અને સંભાળ માટે હોસ્પિટલનું વાતાવરણ હોવું જોઇએ એમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને ગુજરાત હાઇકોર્ટે રાજયની જેલોમાં કેદીઓને ઇ સર્વિસ પૂરી પાડવા માટે ટેકનોલોજીના લાભો અપનાવવા જણાવ્યું હતું. હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, જેલના બધા કેદીઓને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નહી. દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ દ્વારા જેલમાં લેપટોપ-આઇપેડ, વર્ડ પ્રોસેસર સાથે કોમ્પ્યૂટર અને પ્રિન્ટરની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે કરાયેલી અરજી હાઇકોર્ટે આકરા વલણ સાથે ધરાર ફ્ગાવી દીધી હતી. જેલમાં મોબાઇલનો ઉપયોગ કરવા દેવાની માંગણી નકારવાના જેલ સત્તાવાળાઓના નિર્ણયને પણ નારાયણ સાંઇએ અરજીમાં પડકાર્યો હતો. જોકે, હાઇકોર્ટે નારાયણ સાંઇને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, રાજયની જેલોમાં સુધારાત્મક અભિગમ હેઠળ રાજય સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાયા છે અને જેલોમાં દોષિત તેમ જ કાચા કામના કેદીઓને વ્યવસાયિક તાલીમ આપવાનું શરૂ કરાયું છે. જોકે નારાયણ સાંઇ તેની વર્તણૂંક અને ગંભીર ગુના બદલ આવી સુવિધા માટે હક્કદાર નથી. જેલોમાં કેદીઓ અને કેદીઓના ભવિષ્યને સુધારવાના હેતુથી સુધારાત્મક અભિગમ સરકાર દ્વારા અપનાવાયો છે, જેમાં ઓપન-એર જેલો, વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનો અમલીકરણ તેમ જ મોડેલ જેલ મેન્યુઅલના અપડેશનનો સમાવેશ થાય છે. વધુમાં જણાવ્યું કે, રાજય સરકાર માટે આ પ્રોજેકટને અમલમાં મૂકવાનો સમય છે અને તે માટે સરકારે નિષ્ણાતોની સલાહ લેવી જોઇએ કે કેવી રીતે ઇન્ટરનેટ એકસેસને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય. હાર્ડવેર આધારિત ફાયરવોલ અથવા અન્ય અદ્યતન ફૂલપ્રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેકનોલોજી દ્વારા અવરોધ અટકાવવા અને સાચા વપરાશકર્તાઓ અને જેલ સત્તાધિકારીઓની દેખરેખ હેઠળ દોષિતો-કાચા કામના કેદીઓને તેમના શૈક્ષણિક ધોરણોને ધ્યાનમાં લઇને તેમના જ્ઞાન અને સંશોધનના હેતુને સમૃદ્ધ કરવના હેતુસર દોષિતો-કાચા કામના કેદીઓને મર્યાદિત સ્વરૂપમાં ઇન્ટરનેટ એકસેસ પ્રદાન કરવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા ઘડવી જોઇએ.

Ahmedabad: કેદીઓને પણ અદ્યતન ટેક્નોલોજીનો યોગ્ય લાભ મળવો જોઈએ: હાઈકોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લેપટોપના ઉપયોગની નારાયણ સાંઈની માગ ફગાવતા હુકમમાં અવલોકન
  • પાકા અને કાચા કામના કેદીઓને ઈન્ટરનેટ માટે સર્વગ્રાહી નીતિ ઘડવા સૂચન
  • જેલના બધા કેદીઓને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નહી: હાઈકોર્ટ

ગુનો એ મૃત મનનું પરિણામ છે અને તેના નિવારણ માટે જેલોમાં સારવાર અને સંભાળ માટે હોસ્પિટલનું વાતાવરણ હોવું જોઇએ એમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને ગુજરાત હાઇકોર્ટે રાજયની જેલોમાં કેદીઓને ઇ સર્વિસ પૂરી પાડવા માટે ટેકનોલોજીના લાભો અપનાવવા જણાવ્યું હતું.

હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, જેલના બધા કેદીઓને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નહી. દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇ દ્વારા જેલમાં લેપટોપ-આઇપેડ, વર્ડ પ્રોસેસર સાથે કોમ્પ્યૂટર અને પ્રિન્ટરની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે કરાયેલી અરજી હાઇકોર્ટે આકરા વલણ સાથે ધરાર ફ્ગાવી દીધી હતી. જેલમાં મોબાઇલનો ઉપયોગ કરવા દેવાની માંગણી નકારવાના જેલ સત્તાવાળાઓના નિર્ણયને પણ નારાયણ સાંઇએ અરજીમાં પડકાર્યો હતો. જોકે, હાઇકોર્ટે નારાયણ સાંઇને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો.

હાઈકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, રાજયની જેલોમાં સુધારાત્મક અભિગમ હેઠળ રાજય સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાયા છે અને જેલોમાં દોષિત તેમ જ કાચા કામના કેદીઓને વ્યવસાયિક તાલીમ આપવાનું શરૂ કરાયું છે. જોકે નારાયણ સાંઇ તેની વર્તણૂંક અને ગંભીર ગુના બદલ આવી સુવિધા માટે હક્કદાર નથી. જેલોમાં કેદીઓ અને કેદીઓના ભવિષ્યને સુધારવાના હેતુથી સુધારાત્મક અભિગમ સરકાર દ્વારા અપનાવાયો છે, જેમાં ઓપન-એર જેલો, વ્યવસાયિક તાલીમ કાર્યક્રમનો અમલીકરણ તેમ જ મોડેલ જેલ મેન્યુઅલના અપડેશનનો સમાવેશ થાય છે.

વધુમાં જણાવ્યું કે, રાજય સરકાર માટે આ પ્રોજેકટને અમલમાં મૂકવાનો સમય છે અને તે માટે સરકારે નિષ્ણાતોની સલાહ લેવી જોઇએ કે કેવી રીતે ઇન્ટરનેટ એકસેસને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય. હાર્ડવેર આધારિત ફાયરવોલ અથવા અન્ય અદ્યતન ફૂલપ્રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેકનોલોજી દ્વારા અવરોધ અટકાવવા અને સાચા વપરાશકર્તાઓ અને જેલ સત્તાધિકારીઓની દેખરેખ હેઠળ દોષિતો-કાચા કામના કેદીઓને તેમના શૈક્ષણિક ધોરણોને ધ્યાનમાં લઇને તેમના જ્ઞાન અને સંશોધનના હેતુને સમૃદ્ધ કરવના હેતુસર દોષિતો-કાચા કામના કેદીઓને મર્યાદિત સ્વરૂપમાં ઇન્ટરનેટ એકસેસ પ્રદાન કરવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા ઘડવી જોઇએ.