Surat હીરા ઉધોગને થઈ શકે છે નુકસાન, ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને લઈ વેપારીઓ ચિંતિત

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર હવે સુરત ઉપર થઈ શકે છે. જેમાં સુરતના હીરા ઉધોગને વધુ આર્થિક ફટકો પડી શકે છે. ત્યારે મહત્વનું કહી શકાય કે, ઇઝરાયેલમાં સુરતના હીરા ઉદ્યોગનું 1400 કરોડનું એક્સપોર્ટ થઈ રહ્યું છે. જેમાં કુલ ડાયમન્ડ એક્સપોર્ટમાં ઇઝરાયેલ ખાતે 18.4 ટકા હિસ્સો છે.ઇઝરાયેલ અને ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર બીજી તરફ ભારત સરકારે ઇઝરાયેલ અને ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોએ સલામત રહીને દેશ છોડવા જણાવ્યું હતું. ત્યારે હવે જો આવી જ સ્થિતિ રહી તો દિવાળી પછી હીરા ઉદ્યોગ માટે વધુ કપરા દિવસો આવી શકે છે. સુરતનો હીરા ઉદ્યોગ તીવ્ર મંદીમાં સપડાયો છેલ્લા બે વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ તીવ્ર મંદીમાં સપડાયો છે. તે પહેલાં જ હવે યુક્રેન અને રશિયાના યુદ્ધે અને હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ ફટકો માર્યો છે. આ વેપાર ઉપર શ્વાસ લઈ રહેલા હીરા ઉદ્યોગને આ ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના ઘર્ષણને લીધે 1500 કરોડ સુધીનો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજીતરફ ઇઝરાયલ અને તેની આસપાસમાં રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યાં છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સંભવ છે કે, વેપાર પર તેની ખાસી અસર પડશે. એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ અને બીજી તરફ બજારને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, દિવાળી પછી પણ તેની ઘેરી અસર જોવા મળી શકે છે. ઈઝરાયલમાં રહેતા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ત્યાંની સ્થિતિ જોઈને અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સ્વદેશ પરત ફરી રહ્યા છે. ઈઝરાયલમાં સુરતથી વર્ષે 18 ટકાથી વધુ ડાયમંડની નિકાસ સુરતથી ઈઝરાયલમાં વર્ષે 18 ટકાથી વધુ ડાયમંડની નિકાસ થાય છે સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ઈઝરાયલની આર્થિક રાજધાની તેલઅવીવમાં ઇરાને કરેલા હુમલાને કારણે ચિંતિત છે. સુરતથી ઈઝરાયલ સાથે અબજો રૂપિયાનો ડાયમંડનો વેપાર થાય છે પરંતુ, છેલ્લા બે-ત્રણ દિવસમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે હાલ તો વેપાર ઠપ્પ થઈ જ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં કારખાનેદારો અને રત્ન કલાકારો માટે દિવાળી પછીની સ્થિતિ ગંભીર બની શકે છે.

Surat હીરા ઉધોગને થઈ શકે છે નુકસાન, ઇરાન-ઇઝરાયેલ યુદ્ધને લઈ વેપારીઓ ચિંતિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર હવે સુરત ઉપર થઈ શકે છે. જેમાં સુરતના હીરા ઉધોગને વધુ આર્થિક ફટકો પડી શકે છે. ત્યારે મહત્વનું કહી શકાય કે, ઇઝરાયેલમાં સુરતના હીરા ઉદ્યોગનું 1400 કરોડનું એક્સપોર્ટ થઈ રહ્યું છે. જેમાં કુલ ડાયમન્ડ એક્સપોર્ટમાં ઇઝરાયેલ ખાતે 18.4 ટકા હિસ્સો છે.

ઇઝરાયેલ અને ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર

બીજી તરફ ભારત સરકારે ઇઝરાયેલ અને ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોએ સલામત રહીને દેશ છોડવા જણાવ્યું હતું. ત્યારે હવે જો આવી જ સ્થિતિ રહી તો દિવાળી પછી હીરા ઉદ્યોગ માટે વધુ કપરા દિવસો આવી શકે છે.

સુરતનો હીરા ઉદ્યોગ તીવ્ર મંદીમાં સપડાયો

છેલ્લા બે વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ તીવ્ર મંદીમાં સપડાયો છે. તે પહેલાં જ હવે યુક્રેન અને રશિયાના યુદ્ધે અને હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ ફટકો માર્યો છે. આ વેપાર ઉપર શ્વાસ લઈ રહેલા હીરા ઉદ્યોગને આ ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના ઘર્ષણને લીધે 1500 કરોડ સુધીનો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજીતરફ ઇઝરાયલ અને તેની આસપાસમાં રહેતા હીરાના વેપારીઓ પણ સરકારની માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યાં છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ

જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સંભવ છે કે, વેપાર પર તેની ખાસી અસર પડશે. એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ અને બીજી તરફ બજારને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, દિવાળી પછી પણ તેની ઘેરી અસર જોવા મળી શકે છે. ઈઝરાયલમાં રહેતા સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ત્યાંની સ્થિતિ જોઈને અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સ્વદેશ પરત ફરી રહ્યા છે.

ઈઝરાયલમાં સુરતથી વર્ષે 18 ટકાથી વધુ ડાયમંડની નિકાસ

સુરતથી ઈઝરાયલમાં વર્ષે 18 ટકાથી વધુ ડાયમંડની નિકાસ થાય છે સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ઈઝરાયલની આર્થિક રાજધાની તેલઅવીવમાં ઇરાને કરેલા હુમલાને કારણે ચિંતિત છે. સુરતથી ઈઝરાયલ સાથે અબજો રૂપિયાનો ડાયમંડનો વેપાર થાય છે પરંતુ, છેલ્લા બે-ત્રણ દિવસમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે હાલ તો વેપાર ઠપ્પ થઈ જ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં કારખાનેદારો અને રત્ન કલાકારો માટે દિવાળી પછીની સ્થિતિ ગંભીર બની શકે છે.