Ahmedabadનાં 939 વિદ્યાર્થીના નામ, અટક અને જાતિના સુધારા કરાયા
અમદાવાદ શહેરની વિવિધ શાળાનાં 939 વિદ્યાર્થીઓના નામ, અટક અને જાતિમાં સુધારાના હુકમ કરવામાં આવ્યાં હતા. અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા પ્રમાણપત્રોમાં સુધારા કરવા માટે વિવિધ શાળાઓમાં કેમ્પ ગોઠવવામાં આવ્યાં હતા.કચેરીના આ નિર્ણયના લીધે વાલી અને વિદ્યાર્થીઓને ડીઈઓ કચેરીમાં ધક્કા ખાવામાથી મુક્તિ મળશે. એટલુ જ નહી, બોર્ડની પરીક્ષા પહેલા પ્રમાણપત્રોમાં સુધારા થતાં વિદ્યાર્થીઓને મોટી રાહત થઈ છે. ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાય એ પહેલાં વિદ્યાર્થીઓના નામ, અટક, જન્મ તારીખ અને જાતિમાં સુધારા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આગામી તા.10 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ દરમિયાન કેમ્પ યોજાયો હતો. શહેરની જુદા જુદી સ્કૂલોમાં ત્રણ દિવસ દરમિયાન યોજાનારા આ કેમ્પમાં વિદ્યાર્થીઓની વિગતોમાં સુધારાની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં 939 વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોમાં સુધારા કરવામાં આવ્યાં છે. શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરાયા પછી શાળા કક્ષાએ નામ, જાતિ અને અટકના સુધારા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. પરિણામ બાદ વિદ્યાર્થીઓના નામ, અટક અને જાતિના સુધારા કરવામાં આવે તેના કરતા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાય તે પહેલા જ તેમાં સુધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે એ માટે કેમ્પ યોજવાનું નક્કી કરાયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરની વિવિધ શાળાનાં 939 વિદ્યાર્થીઓના નામ, અટક અને જાતિમાં સુધારાના હુકમ કરવામાં આવ્યાં હતા. અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા પ્રમાણપત્રોમાં સુધારા કરવા માટે વિવિધ શાળાઓમાં કેમ્પ ગોઠવવામાં આવ્યાં હતા.
કચેરીના આ નિર્ણયના લીધે વાલી અને વિદ્યાર્થીઓને ડીઈઓ કચેરીમાં ધક્કા ખાવામાથી મુક્તિ મળશે. એટલુ જ નહી, બોર્ડની પરીક્ષા પહેલા પ્રમાણપત્રોમાં સુધારા થતાં વિદ્યાર્થીઓને મોટી રાહત થઈ છે.
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાય એ પહેલાં વિદ્યાર્થીઓના નામ, અટક, જન્મ તારીખ અને જાતિમાં સુધારા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આગામી તા.10 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ દરમિયાન કેમ્પ યોજાયો હતો. શહેરની જુદા જુદી સ્કૂલોમાં ત્રણ દિવસ દરમિયાન યોજાનારા આ કેમ્પમાં વિદ્યાર્થીઓની વિગતોમાં સુધારાની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં 939 વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોમાં સુધારા કરવામાં આવ્યાં છે. શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરાયા પછી શાળા કક્ષાએ નામ, જાતિ અને અટકના સુધારા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. પરિણામ બાદ વિદ્યાર્થીઓના નામ, અટક અને જાતિના સુધારા કરવામાં આવે તેના કરતા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાય તે પહેલા જ તેમાં સુધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે એ માટે કેમ્પ યોજવાનું નક્કી કરાયું હતું.