Kutch: રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબવાથી 4ના મોત, લાપતા બાળકોના મૃતદેહ મળ્યા

કચ્છમાં રાપરના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા અને બે લાપતા છે. તહેવારોના દિવસમાં અનેક જગ્યાએથી ડૂબવાથી અને અકસ્માતના સમાચાર મળી રહ્યા છે ત્યારે રાપરમાંથી પણ એક દુ:ખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે નર્મદા કેનાલમાં ડૂબી રહેલા બે બાળકોને બચાવવા જનારા બે વ્યક્તિ મોતને ભેટ્યા હતા.https://x.com/sandeshnews/status/1853687565431488916રાપર તાલુકાના થાનપર ગેડી નર્મદા કેનાલ પાસે આ દુર્ઘટના ઘટી હતી. નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબી રહ્યા હતા તેમને બચાવવા જનારા બંને વ્યક્તિ ડૂબી ગયા છે. રાપરના થાનપર ગેડી વિસ્તારમાં કપાસના ખેતરોમાં કપાસ વીણવા આવેલા આદિવાસી મજૂરોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા પિતા ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના બે બાળકો રમતા રમતા કેનાલ પાસે પહોંચી ગયા હતા અને પછી કેનાલમાં ડૂબવા લાગતા ત્યાં રહેલા માણસો તેમને બચાવવા પડ્યા હતા.બાળકોના માતા-પિતા ખેતરમાં મજૂરી કામ કરી રહ્યા હતા દુર્ભાગ્યવશ તેઓ બાળકોને બચાવવામાં સફળ નહોતા રહ્યા પરંતુ આ પ્રયાસમાં તેમને પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. સ્થાનિક લોકોએ જેમ-તેમ કરીને બચાવવા પડેલા બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાળકોની શોધખોળ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન લોકોએ 108ને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. રાપર પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. સ્થાનિકોની મદદથી મૃતદેહ શોધવામાં આવ્યા હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. લાપતા બે બાળકોને પોલીસ અને સ્થાનિક લોકો અને તરવૈયાઓની મદદથી શોધવામાં આવતા મૃતદેહ મળી આવ્યા હતા. જણાવી દઈએ કે થોડા દિવસો પૂર્વે પણ આવી જ રીતે ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારના બે બાળકોના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા.

Kutch: રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબવાથી 4ના મોત, લાપતા બાળકોના મૃતદેહ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં રાપરના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા અને બે લાપતા છે. તહેવારોના દિવસમાં અનેક જગ્યાએથી ડૂબવાથી અને અકસ્માતના સમાચાર મળી રહ્યા છે ત્યારે રાપરમાંથી પણ એક દુ:ખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે નર્મદા કેનાલમાં ડૂબી રહેલા બે બાળકોને બચાવવા જનારા બે વ્યક્તિ મોતને ભેટ્યા હતા.

https://x.com/sandeshnews/status/1853687565431488916

રાપર તાલુકાના થાનપર ગેડી નર્મદા કેનાલ પાસે આ દુર્ઘટના ઘટી હતી. નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબી રહ્યા હતા તેમને બચાવવા જનારા બંને વ્યક્તિ ડૂબી ગયા છે. રાપરના થાનપર ગેડી વિસ્તારમાં કપાસના ખેતરોમાં કપાસ વીણવા આવેલા આદિવાસી મજૂરોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા પિતા ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના બે બાળકો રમતા રમતા કેનાલ પાસે પહોંચી ગયા હતા અને પછી કેનાલમાં ડૂબવા લાગતા ત્યાં રહેલા માણસો તેમને બચાવવા પડ્યા હતા.

બાળકોના માતા-પિતા ખેતરમાં મજૂરી કામ કરી રહ્યા હતા

દુર્ભાગ્યવશ તેઓ બાળકોને બચાવવામાં સફળ નહોતા રહ્યા પરંતુ આ પ્રયાસમાં તેમને પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. સ્થાનિક લોકોએ જેમ-તેમ કરીને બચાવવા પડેલા બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાળકોની શોધખોળ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન લોકોએ 108ને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. રાપર પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

સ્થાનિકોની મદદથી મૃતદેહ શોધવામાં આવ્યા

હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. લાપતા બે બાળકોને પોલીસ અને સ્થાનિક લોકો અને તરવૈયાઓની મદદથી શોધવામાં આવતા મૃતદેહ મળી આવ્યા હતા. જણાવી દઈએ કે થોડા દિવસો પૂર્વે પણ આવી જ રીતે ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારના બે બાળકોના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા.