વધુ એકવાર સુરત-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા, લોકોએ BRTS રૂટમાં વાહનો ચલાવવા મજબૂર

Surat Rain Update : સુરતમાં રેડ એલર્ટની આગાહી સાથે આજે વહેલી સવારે વરસાદના ઝાપટાને કારણે ફરી એકવાર સુરત નવસારી રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગ પર પાણીનો ભરાવો હોવાને કારણે વાહન ચાલકોએ બીઆરટીએસ રોડ પર વાહન ચલાવવાની ફરજ પડી હતી. સુરતના ઉધના દરવાજાથી નવસારી તરફ જતો રોડ આજે સવારે ફરી એકવાર વરસાદી પાણીને કારણે નહેર જેવો બની ગયો હતો. વહેલી સવારે વરસાદ પડતા શહેરના અન્ય વિસ્તાર સાથે સુરત નવસારી રોડ પર પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારે નોકરી ધંધે જવા નીકળેલા લોકો મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે અટવાયા હતા. સુરત નવસારી રોડ સતત વાહનોની અવરજવર વાળા રોડ છે તેમ છતાં અહીં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી જેને કારણે થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. આજે વધુ એક વાર સુરત નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી થઈ હતી. વારંવાર પાણી ભરાવવાની સમસ્યા છતાં પાલિકા તંત્ર કોઈ પાઠ ભણતું નથી તેથી લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો : ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર

વધુ એકવાર સુરત-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા,  લોકોએ BRTS રૂટમાં વાહનો ચલાવવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Rain Update : સુરતમાં રેડ એલર્ટની આગાહી સાથે આજે વહેલી સવારે વરસાદના ઝાપટાને કારણે ફરી એકવાર સુરત નવસારી રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગ પર પાણીનો ભરાવો હોવાને કારણે વાહન ચાલકોએ બીઆરટીએસ રોડ પર વાહન ચલાવવાની ફરજ પડી હતી. 

સુરતના ઉધના દરવાજાથી નવસારી તરફ જતો રોડ આજે સવારે ફરી એકવાર વરસાદી પાણીને કારણે નહેર જેવો બની ગયો હતો. વહેલી સવારે વરસાદ પડતા શહેરના અન્ય વિસ્તાર સાથે સુરત નવસારી રોડ પર પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારે નોકરી ધંધે જવા નીકળેલા લોકો મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે અટવાયા હતા. સુરત નવસારી રોડ સતત વાહનોની અવરજવર વાળા રોડ છે તેમ છતાં અહીં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી જેને કારણે થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. આજે વધુ એક વાર સુરત નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી થઈ હતી. વારંવાર પાણી ભરાવવાની સમસ્યા છતાં પાલિકા તંત્ર કોઈ પાઠ ભણતું નથી તેથી લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર