જામનગર અને લાલપુરમાં જુગાર રમતાં આઠ મહિલા સહિત 25 ગેમ્બલરો ઝડપાયા

Image Source: Freepikજામનગર શહેર તેમજ લાલપુર પંથકમાં પોલીસે જુગારના વધુ પાંચ દરોડા પાડી આઠ મહિલા સહિત 25 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 1,09,170ની રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.જામનગરના ગોકુલનગર રડાર રોડ પર નકુમ ટ્રેડર્સવાળી શેરીમાં, જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ કુંવરબેન કારાભાઈ કંડોરિયા, પાબીબેન સુભાષભાઈ પાઉ, ઝાંઝીબેન દેવશીભાઈ ગોજિયા, જયોત્સનાબેન લાલજીભાઈ સોલંકી, ગીતાબેન શૈલેષભાઈ વધેવાડિયા, લીરીબેન વજુભાઈ માડમ, અજાઈબેન ભીમશીભાઈ પાઉ અને જયોત્સનાબા જટુભા જેઠવા સહિત આઠ મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 12,570 કબ્જે કર્યા હતા.આ ઉપરાંત શહેરના શંકર ટેકરી, સુભાષપરા શેરી નંબર બેમાં ગેબનશા પીરની દરગાહવાળી શેરીમાં ગંજીપના વડે જુગાર રમી રહેલા મુકેશ ધીરુભાઈ વાઘેલા, કલ્પેશ રમેશભાઈ માલાણી, રમેશ ધીરૂભાઈ સિતાપરા, રાહુલ નાનજીભાઈ પાટડિયા, આરીફ રફિકભાઈ બ્લોચ અને રફિક વલીમામદ નોઈડા સહિત છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,300 કબ્જે કર્યા હતા.જ્યારે લાલપુર તાલુકાના આરીઠાણા ગામે કોળીવાસમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમતા મહેશ રામભાઈ ચાંગેલા, અનિલ મગનભાઈ સિતાપરા, સવજી રાણાભાઈ દાફડા, જયેશ પાલાભાઈ એરંડિયા અને વિશાલ વિનુભાઈ પાટડિયા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા. 11,300 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે વિનોદભાઈ છૈયાની વાડી પાસે તીનપતિ નામનો જુગાર રમી રહેલ સંજય અરશીભાઈ સોયા, હરેશ જયસુખભાઈ ત્રિવેદી, વિનોદ મેસુરભાઈ છૈયા, પાલાભાઈ ધરણાંતભાઈ ભેડેળા, હેમતભાઈ નાગદાસભાઈ ચાવડા અને અરશીભાઈ મેવાભાઈ સુવા સહિત છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 75 હજાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જામનગર અને લાલપુરમાં જુગાર રમતાં આઠ મહિલા સહિત 25 ગેમ્બલરો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

જામનગર શહેર તેમજ લાલપુર પંથકમાં પોલીસે જુગારના વધુ પાંચ દરોડા પાડી આઠ મહિલા સહિત 25 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 1,09,170ની રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર નકુમ ટ્રેડર્સવાળી શેરીમાં, જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ કુંવરબેન કારાભાઈ કંડોરિયા, પાબીબેન સુભાષભાઈ પાઉ, ઝાંઝીબેન દેવશીભાઈ ગોજિયા, જયોત્સનાબેન લાલજીભાઈ સોલંકી, ગીતાબેન શૈલેષભાઈ વધેવાડિયા, લીરીબેન વજુભાઈ માડમ, અજાઈબેન ભીમશીભાઈ પાઉ અને જયોત્સનાબા જટુભા જેઠવા સહિત આઠ મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 12,570 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત શહેરના શંકર ટેકરી, સુભાષપરા શેરી નંબર બેમાં ગેબનશા પીરની દરગાહવાળી શેરીમાં ગંજીપના વડે જુગાર રમી રહેલા મુકેશ ધીરુભાઈ વાઘેલા, કલ્પેશ રમેશભાઈ માલાણી, રમેશ ધીરૂભાઈ સિતાપરા, રાહુલ નાનજીભાઈ પાટડિયા, આરીફ રફિકભાઈ બ્લોચ અને રફિક વલીમામદ નોઈડા સહિત છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,300 કબ્જે કર્યા હતા.

જ્યારે લાલપુર તાલુકાના આરીઠાણા ગામે કોળીવાસમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમતા મહેશ રામભાઈ ચાંગેલા, અનિલ મગનભાઈ સિતાપરા, સવજી રાણાભાઈ દાફડા, જયેશ પાલાભાઈ એરંડિયા અને વિશાલ વિનુભાઈ પાટડિયા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા. 11,300 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે વિનોદભાઈ છૈયાની વાડી પાસે તીનપતિ નામનો જુગાર રમી રહેલ સંજય અરશીભાઈ સોયા, હરેશ જયસુખભાઈ ત્રિવેદી, વિનોદ મેસુરભાઈ છૈયા, પાલાભાઈ ધરણાંતભાઈ ભેડેળા, હેમતભાઈ નાગદાસભાઈ ચાવડા અને અરશીભાઈ મેવાભાઈ સુવા સહિત છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 75 હજાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.