Vadodaraમાં પૂરનું સંકટ ટળ્યું, વિશ્વામિત્રી નદીના જળસ્તર ઘટતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

વડોદરામાં વરસાદ રોકાતા વિશ્વામિત્રી નદીના જળસ્તર ઘટ્યા છે.આજવા સરોવરમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે જેના કારણે વડોદરામાં પૂરનું સંકટ ઘટયુ છે,વડોદરા શહેરમાં આજવા સરોવરમાંથી છોડાયું અડધા ફૂટ જેટલું પાણી,હાલ આજવા સરોવરની જળ સપાટી 213.39 ફૂટ નોંધાઈ છે જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજવા સરોવરની જળ સપાટી 213.39 ફૂટ નોંધાઈ વડોદરામાં વરસાદને વિરામ લેતા આજવા સરોવરની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.આજવા સરોવરની જળ સપાટી 213.39 ફૂટ નોંધાઈ છે.આજવા સરોવરમાં 214 ફૂટ સુધી પાણીનો થઈ શકે છે સંગ્રહ.હાલમાં પ્રતાપુરા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.પ્રતાપપુરા ડેમનું હાલનું જળ લેવલ 228.76 ફૂટ નોંધાયું છે.પ્રતાપપુરા ડેમમાંથી છોડાયું 3 ફૂટ જેટલું પાણી,હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 15 ફૂટ પર સ્થિર થઈ ગઈ છે.VMC વહીવટી તંત્રની વડોદરાના નાગરિકોને સંદેશો આપ્યો છે અને કહ્યું છે કે,પાણી છોડાતા કોઈએ ગભરાવવું નહી. પાણી છોડાય તો કોઈએ ગભરાવવું નહી : VMC વડોદરા મ્યું,કોર્પોરેશને સોશિયલ મિડીયામાં દ્રારા એક મેસેજ નાગરિકોને આપ્યો છે,મ્યુ.કોર્પોરેશનને મેસેજમાં કહ્યું છે કે,પાણી છોડવામાં આવે તો કોઈએ ગભરાવવું નહી પાણીનો પ્રવાહ વધાર હશે માટે કોઈ ગભરાય નહી,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.નીચાણવાળા વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ અને વહીવટી તંત્રની ટીમ કાર્યરત છે. વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી જાય છે શહેરમાં વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસી જાય છે અને વરસાદ સમયે મગરો પણ બહાર આવતા હોય છે જેના કારણે શહેરીજનોને સમસ્યાનો સામનો કરવો પડે છે,બે દિવસ પહેલા વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડયો હતો.ત્યારે હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવાના નિર્ણયને સ્થાનિકોએ વધાવ્યો હતો.  

Vadodaraમાં પૂરનું સંકટ ટળ્યું, વિશ્વામિત્રી નદીના જળસ્તર ઘટતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં વરસાદ રોકાતા વિશ્વામિત્રી નદીના જળસ્તર ઘટ્યા છે.આજવા સરોવરમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે જેના કારણે વડોદરામાં પૂરનું સંકટ ઘટયુ છે,વડોદરા શહેરમાં આજવા સરોવરમાંથી છોડાયું અડધા ફૂટ જેટલું પાણી,હાલ આજવા સરોવરની જળ સપાટી 213.39 ફૂટ નોંધાઈ છે જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આજવા સરોવરની જળ સપાટી 213.39 ફૂટ નોંધાઈ

વડોદરામાં વરસાદને વિરામ લેતા આજવા સરોવરની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે.આજવા સરોવરની જળ સપાટી 213.39 ફૂટ નોંધાઈ છે.આજવા સરોવરમાં 214 ફૂટ સુધી પાણીનો થઈ શકે છે સંગ્રહ.હાલમાં પ્રતાપુરા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.પ્રતાપપુરા ડેમનું હાલનું જળ લેવલ 228.76 ફૂટ નોંધાયું છે.પ્રતાપપુરા ડેમમાંથી છોડાયું 3 ફૂટ જેટલું પાણી,હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 15 ફૂટ પર સ્થિર થઈ ગઈ છે.VMC વહીવટી તંત્રની વડોદરાના નાગરિકોને સંદેશો આપ્યો છે અને કહ્યું છે કે,પાણી છોડાતા કોઈએ ગભરાવવું નહી.


પાણી છોડાય તો કોઈએ ગભરાવવું નહી : VMC

વડોદરા મ્યું,કોર્પોરેશને સોશિયલ મિડીયામાં દ્રારા એક મેસેજ નાગરિકોને આપ્યો છે,મ્યુ.કોર્પોરેશનને મેસેજમાં કહ્યું છે કે,પાણી છોડવામાં આવે તો કોઈએ ગભરાવવું નહી પાણીનો પ્રવાહ વધાર હશે માટે કોઈ ગભરાય નહી,સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.નીચાણવાળા વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ અને વહીવટી તંત્રની ટીમ કાર્યરત છે.

વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી જાય છે શહેરમાં

વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસી જાય છે અને વરસાદ સમયે મગરો પણ બહાર આવતા હોય છે જેના કારણે શહેરીજનોને સમસ્યાનો સામનો કરવો પડે છે,બે દિવસ પહેલા વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડયો હતો.ત્યારે હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવાના નિર્ણયને સ્થાનિકોએ વધાવ્યો હતો.