Rajkotમાં શિક્ષકોની કાયમી ભરતીમાં વિલંબને લઇ ઉમેદવારોમાં રોષ, આંદોલનના એંધાણ
રાજકોટમાં શિક્ષકોની કાયમી ભરતીમાં થતા વિલંબને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો. નારાજ ઉમેદવારોએ રોષ ઠાલવતાં કહ્યું કે સરકાર માત્ર કાયમી ભરતીની વાતો કરે છે. શિક્ષકોની ભરતી કરવામાં સરકાર કોઈ રસ દાખવી રહી નથી. અને આથી જ શિક્ષકો માટે મેરીટ લિસ્ટ બહાર નથી પાડી રહી. ઉમેદવારો 2 વર્ષથી પણ વધુ સમયથી શિક્ષકોની ભરતીને લઈને રાહ જોઈ રહ્યા છે.પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ઉમેદવારોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે. અન્યથા તેઓએ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.આંદોલનના એંધાણરાજકોટમાં શિક્ષકોની ભરતીને લઈને આંદોલનના એંધાણ વરતાઈ રહ્યા છે.શિક્ષક બનવા આતુર TET પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીમાં સરકારના ઢીલા વલણથી નારાજ થયા છે. રોષે ભરાયેલા ઉમેદવારોએ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે સરકાર રમત કરી રહી છે. સરકારને માત્ર જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થામાં જ રસ છે. સરકાર માત્ર કાયમી ભરતીની પોકળ વાતો કરે છે પરંતુ ભરતીને લઈને કોઈ અસરકાર કામગીરી કરી રહી નથી. ઉમેદવારોનો આક્ષેપરોષે ભરાયેલા TET પાસ ઉમેદવારે વ્યથા જણાવતા કહ્યું કે 2024માં શિક્ષકોની ભરતીની કરવાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દીન સુધી આ જાહેરાતનો અમલ થયો નથી. ભરતીની જાહેરાત કરનાર સરકારે 9 થી 12નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ આપ્યું નથી, અને ના તો વિદ્યાસહાયક 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપ્યું. ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ કાયમી ભરતીની રાહ જોતા બેઠા છે તેમાં સરકારે જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થાને પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દીધી. વૈક્લિપક વ્યવસ્થામાં સરકારને રસતમામ જાણે છે તેમ અત્યારે પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા બદલી કેમ્પ ચાલે છે. ત્યારબાદ વધેલી જગ્યામાં છૂટા થયેલા જ્ઞાન સહાયકને ફરી સ્થાન આપવામાં આવશે.અને 9 થી 12ની અંદર જે ખાલી રહેલી જગ્યા છે ત્યાં જગ્યા વધારવા અને વર્ગ વધારવાને સરકારે મંજૂરી આપી છે. આ ખાલી જગ્યામાં ફરી જ્ઞાન સહાયકોનો સમાવેશ કરવામાં આવશે. આમ, જોઈએ તો સરકાર શિક્ષકોની ભરતી કરવાના બદલે વૈક્લિપક વ્યવસ્થાથી જ પોતાનું કામ ચલાવે છે. કહી શકાય કે સરકારે વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી બનાવી બનાવી દીધી છે. અને એટલે જ અમે સરકારને પૂછીએ કે આખરે કાયમી શિક્ષકોની ભરતી કરાશે કે પછી ઉમેદવારો રાહ જોયા કરશે. મંત્રીઓના પોકળ વચનવિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર શિક્ષણમંત્રીએ અમને વચન આપ્યું હતું કે અમે એક મહિનાની અંદર 24,700 શિક્ષકોની ભરતી પૂર્ણ કરીશું. પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી. મંત્રીઓ ફકત વચન આપે છે પરંતુ પાળતા બિલકુલ નથી. શિક્ષણ મંત્રીને ભરતી પ્રકિર્યામાં કોઈ રસ નથી.વૈક્લિપક વ્યવસ્થામાં જ રસ છે. 2024નું વર્ષ ગયું અને 2025ના વર્ષની શરૂઆત થઈ છતાં પણ કાયમી શિક્ષણ ભરતીને લઈને કોઈ પ્રક્રિયા થઈ નથી. સરકાર જો પાલિકા ચૂંટણીમાં તાત્કાલિક તમામ વ્યવસ્થા કરી શકે છે તો ત્રણ-ત્રણ વર્ષથી શિક્ષકોની ભરતી કેમ કરતી નથી. 60,000 ઉમેદવારો પરીક્ષા પાસ કરીને ભરતીની રાહ જોતા બેઠા છે. અમારી સરકારને માંગ છે કે સરકાર ઉનાળાનું વેકેશન પતે તે પહેલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. જો સરકાર શિક્ષકોની ભરતી બહાર નહીં પાડે તો 24 તારીખે અમે આંદોલન છેડીશું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં શિક્ષકોની કાયમી ભરતીમાં થતા વિલંબને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો. નારાજ ઉમેદવારોએ રોષ ઠાલવતાં કહ્યું કે સરકાર માત્ર કાયમી ભરતીની વાતો કરે છે. શિક્ષકોની ભરતી કરવામાં સરકાર કોઈ રસ દાખવી રહી નથી. અને આથી જ શિક્ષકો માટે મેરીટ લિસ્ટ બહાર નથી પાડી રહી. ઉમેદવારો 2 વર્ષથી પણ વધુ સમયથી શિક્ષકોની ભરતીને લઈને રાહ જોઈ રહ્યા છે.પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ઉમેદવારોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે. અન્યથા તેઓએ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.
આંદોલનના એંધાણ
રાજકોટમાં શિક્ષકોની ભરતીને લઈને આંદોલનના એંધાણ વરતાઈ રહ્યા છે.શિક્ષક બનવા આતુર TET પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીમાં સરકારના ઢીલા વલણથી નારાજ થયા છે. રોષે ભરાયેલા ઉમેદવારોએ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે સરકાર રમત કરી રહી છે. સરકારને માત્ર જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થામાં જ રસ છે. સરકાર માત્ર કાયમી ભરતીની પોકળ વાતો કરે છે પરંતુ ભરતીને લઈને કોઈ અસરકાર કામગીરી કરી રહી નથી.
ઉમેદવારોનો આક્ષેપ
રોષે ભરાયેલા TET પાસ ઉમેદવારે વ્યથા જણાવતા કહ્યું કે 2024માં શિક્ષકોની ભરતીની કરવાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દીન સુધી આ જાહેરાતનો અમલ થયો નથી. ભરતીની જાહેરાત કરનાર સરકારે 9 થી 12નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ આપ્યું નથી, અને ના તો વિદ્યાસહાયક 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપ્યું. ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ કાયમી ભરતીની રાહ જોતા બેઠા છે તેમાં સરકારે જ્ઞાન સહાયકની વૈકલ્પિક વ્યવસ્થાને પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દીધી.
વૈક્લિપક વ્યવસ્થામાં સરકારને રસ
તમામ જાણે છે તેમ અત્યારે પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા બદલી કેમ્પ ચાલે છે. ત્યારબાદ વધેલી જગ્યામાં છૂટા થયેલા જ્ઞાન સહાયકને ફરી સ્થાન આપવામાં આવશે.અને 9 થી 12ની અંદર જે ખાલી રહેલી જગ્યા છે ત્યાં જગ્યા વધારવા અને વર્ગ વધારવાને સરકારે મંજૂરી આપી છે. આ ખાલી જગ્યામાં ફરી જ્ઞાન સહાયકોનો સમાવેશ કરવામાં આવશે. આમ, જોઈએ તો સરકાર શિક્ષકોની ભરતી કરવાના બદલે વૈક્લિપક વ્યવસ્થાથી જ પોતાનું કામ ચલાવે છે. કહી શકાય કે સરકારે વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી બનાવી બનાવી દીધી છે. અને એટલે જ અમે સરકારને પૂછીએ કે આખરે કાયમી શિક્ષકોની ભરતી કરાશે કે પછી ઉમેદવારો રાહ જોયા કરશે.
મંત્રીઓના પોકળ વચન
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપર શિક્ષણમંત્રીએ અમને વચન આપ્યું હતું કે અમે એક મહિનાની અંદર 24,700 શિક્ષકોની ભરતી પૂર્ણ કરીશું. પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી. મંત્રીઓ ફકત વચન આપે છે પરંતુ પાળતા બિલકુલ નથી. શિક્ષણ મંત્રીને ભરતી પ્રકિર્યામાં કોઈ રસ નથી.વૈક્લિપક વ્યવસ્થામાં જ રસ છે. 2024નું વર્ષ ગયું અને 2025ના વર્ષની શરૂઆત થઈ છતાં પણ કાયમી શિક્ષણ ભરતીને લઈને કોઈ પ્રક્રિયા થઈ નથી. સરકાર જો પાલિકા ચૂંટણીમાં તાત્કાલિક તમામ વ્યવસ્થા કરી શકે છે તો ત્રણ-ત્રણ વર્ષથી શિક્ષકોની ભરતી કેમ કરતી નથી. 60,000 ઉમેદવારો પરીક્ષા પાસ કરીને ભરતીની રાહ જોતા બેઠા છે. અમારી સરકારને માંગ છે કે સરકાર ઉનાળાનું વેકેશન પતે તે પહેલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. જો સરકાર શિક્ષકોની ભરતી બહાર નહીં પાડે તો 24 તારીખે અમે આંદોલન છેડીશું.