Ahmedabad Policeની સરાહનીય કામગીરી, વ્યાજખોરની ચુંગાલમા ફસાતા લોકોને બચાવ્યા

શહેર પોલીસ દ્વારા વ્યાજખોર વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી કેન્દ્ર સરકાર સ્વનિધિ સહાય અંતગર્ત ચેક વિતરણ આપવામાં આવ્યા 241 જેટલા લોકોને લોનની મંજૂરી આપવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોર વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર ઝોન 1 દ્વારા વ્યાજખોરના ચંગુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢી કેન્દ્ર સરકાર સ્વનિધિ સહાય અંતગર્ત ચેક વિતરણ આપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ઝોન 1 પોલીસ દ્વારા અત્યાર સુધી આ યોજના માટેના 483 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાંથી 241 જેટલા લોકોને લોનની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી રૂપિયા 53 લાખ વધુની લોન આપવામાં આવી આ ઉપરાંત દિનેશ હોલમાં આ યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તે માટે ઝોન 1 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન તરફથી વિશેષ કેમ્પ યોજીને 750 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમને લોન પૂરી પાડવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ તેમજ અમદાવાદ મહાનગર પાલિકા સાથે મળીને અત્યાર સુધી રૂપિયા 53 લાખ વધુની લોન આપવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું હતું કે વ્યાજખોરો ખૂબ ઊંચુ વ્યાજ વસૂલતા હોય છે જેમનાં ચંગુલમાં નાગરિકો ફસાય નહિ તે માટે અમદાવાદ શહેર પોલીસ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેર પોલીસને ફરિયાદ મળતા વ્યાજખોરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા અભિયાન ચાલવવામાં આવી રહ્યું છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.

Ahmedabad Policeની સરાહનીય કામગીરી, વ્યાજખોરની ચુંગાલમા ફસાતા લોકોને બચાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેર પોલીસ દ્વારા વ્યાજખોર વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી
  • કેન્દ્ર સરકાર સ્વનિધિ સહાય અંતગર્ત ચેક વિતરણ આપવામાં આવ્યા
  • 241 જેટલા લોકોને લોનની મંજૂરી આપવામાં આવી છે

અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોર વિરૂદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર ઝોન 1 દ્વારા વ્યાજખોરના ચંગુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢી કેન્દ્ર સરકાર સ્વનિધિ સહાય અંતગર્ત ચેક વિતરણ આપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં ઝોન 1 પોલીસ દ્વારા અત્યાર સુધી આ યોજના માટેના 483 જેટલા ફોર્મ ભરાયા છે. જેમાંથી 241 જેટલા લોકોને લોનની મંજૂરી આપવામાં આવી છે.

અત્યાર સુધી રૂપિયા 53 લાખ વધુની લોન આપવામાં આવી

આ ઉપરાંત દિનેશ હોલમાં આ યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તે માટે ઝોન 1 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન તરફથી વિશેષ કેમ્પ યોજીને 750 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમને લોન પૂરી પાડવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ તેમજ અમદાવાદ મહાનગર પાલિકા સાથે મળીને અત્યાર સુધી રૂપિયા 53 લાખ વધુની લોન આપવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું હતું કે વ્યાજખોરો ખૂબ ઊંચુ વ્યાજ વસૂલતા હોય છે જેમનાં ચંગુલમાં નાગરિકો ફસાય નહિ તે માટે અમદાવાદ શહેર પોલીસ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેર પોલીસને ફરિયાદ મળતા વ્યાજખોરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે

સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા અભિયાન ચાલવવામાં આવી રહ્યું છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.