Surat: પ્રેમલગ્નથી નારાજ યુવતિના પરિવારજનોએ કર્યું ના કરવાનું કામ
પુત્રીને પરત સોંપી દેવા માટે છોકરાના પરિવારજનો સમક્ષ દબાણ કરતા આરોપીઓને ભરૂચના નેત્રંગ નજીકથી ઝડપી પાડ્યા હતા બારડોલી રૂરલ પોલીસ મથકે ગુનો પણ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાખ મોતા રોડ ઉપર એક મહિલા તેમજ પુરુષના અપહરણની ઘટના બની હતી. લવ મેરેજથી નાખુશ પિતાએ પુત્રીના સસરા તેમજ નણંદનું અપહરણ કરી ભાગી છુટ્યા હતા. અને પોતાની પુત્રીને પરત નહીં આપે તો રાજસ્થાન લઇ જઇ હત્યા કરવાની પણ ધમકી આપી હતી. બનાવ સંદર્ભે બારડોલી રૂરલ પોલીસે તમામને નેત્રંગ નજીકથી છોડાવી ચાર જેટલા અપહરણકારોની અટકાયત કરી લેવાઇ હતી. પુત્રીને પરત સોંપી દેવા માટે છોકરાના પરિવારજનો સમક્ષ દબાણ કરતા જિલ્લાના બારડોલી તાલુકાના બાબન ગામે રહેતા જેનિસ ભાવસાર નામના યુવકે બારડોલીના બામણી ગામે રહેતા ધર્મેશભાઈ ગજ્જરની પુત્રી સાથે થોડા સમય પહેલા સિવિલ મેરેજ કર્યા હતા. જોકે પુત્રીના પરિવારજનો લગ્નથી સંતુષ્ટ નહીં હતા. જેથી અવારનવાર પુત્રીને પરત સોંપી દેવા માટે છોકરાના પરિવારજનો સમક્ષ દબાણ કરતા હતા. અનેકવાર કર્યા બાદ પણ પુત્રી પોતાના પિયર છુટાછેડા લઈને નહીં આવતા તેના પિતા ધર્મેશભાઈ ગજ્જર તેમજ પરિવારજનોએ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો. આરોપીઓને ભરૂચના નેત્રંગ નજીકથી ઝડપી પાડ્યા હતા સમગ્ર ઘટના બાબતે બાબેનથી મોતા રોડ ઉપર એક મોલ નજીક પુત્રીના સસરા પ્રદીપભાઈ ભાવસાર તેમજ નણંદ અંકિતાબેન ભાવસારને ધર્મેશભાઈ ગજ્જર સહિત ચાર ઇસમો અપહરણ કરી ગાડીમાં બેસાડી નાસી છૂટ્યા હતા. અને પોતાની પુત્રીને છૂટાછેડા આપી પરત ઘરે નહીં મોકલે તો પુત્રના પિતા તેમજ તેની બહેનને રાજસ્થાન લઈ જઈને મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી પરિવારજનોએ બારડોલી રૂરલ પોલીસમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ નોંધાતા જ બારડોલી પોલીસ એક્શનમાં આવી હતી. અને બારડોલી રૂરલ પોલીસ તેમજ સુરત જિલ્લા એલસીબી પોલીસની મદદ વડે અપહરણ કર્તાઓને કારનો પીછો કરીને ભરૂચના નેત્રંગ નજીકથી ઝડપી પાડ્યા હતા. બારડોલી રૂરલ પોલીસ મથકે ગુનો પણ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પોલીસે ચાર જેટલા અપહારણકારોની અટકાયત કરી હતી. જેમાં તેઓની પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને અપહરણકાર બીજું કોઈ નહીં પરંતુ જેનિષ ભાવસાર સાથે જે પુત્રીએ લવ મેરેજ કર્યા હતા તેના પિતા ધર્મેશભાઈ ગજ્જર તથા તેમના પરિવારજનો જ લગ્નથી નાખુશ થઈને અપહરણનો રસ્તો અપનાવ્યાની કબૂલાત કરી હતી. જોકે અપહરણ બાદ ધર્મેશ ગજ્જર તેમજ અન્ય અપરણકારોએ અપહત પ્રદીપ ભાવસાર અને અંકિતાબેનને મૂઢમાર પણ માર્યો હતો. જેથી હાલ સમગ્ર બાબતે સુરત જિલ્લા પોલીસે ચારેય અપહરણકારોને નેત્રંગથી પરત બારડોલી લાવવા માટે કવાયત હાથ ધરી છે. તેમજ બારડોલી રૂરલ પોલીસ મથકે ગુનો પણ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પુત્રીને પરત સોંપી દેવા માટે છોકરાના પરિવારજનો સમક્ષ દબાણ કરતા
- આરોપીઓને ભરૂચના નેત્રંગ નજીકથી ઝડપી પાડ્યા હતા
- બારડોલી રૂરલ પોલીસ મથકે ગુનો પણ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાખ મોતા રોડ ઉપર એક મહિલા તેમજ પુરુષના અપહરણની ઘટના બની હતી. લવ મેરેજથી નાખુશ પિતાએ પુત્રીના સસરા તેમજ નણંદનું અપહરણ કરી ભાગી છુટ્યા હતા. અને પોતાની પુત્રીને પરત નહીં આપે તો રાજસ્થાન લઇ જઇ હત્યા કરવાની પણ ધમકી આપી હતી. બનાવ સંદર્ભે બારડોલી રૂરલ પોલીસે તમામને નેત્રંગ નજીકથી છોડાવી ચાર જેટલા અપહરણકારોની અટકાયત કરી લેવાઇ હતી.
પુત્રીને પરત સોંપી દેવા માટે છોકરાના પરિવારજનો સમક્ષ દબાણ કરતા
જિલ્લાના બારડોલી તાલુકાના બાબન ગામે રહેતા જેનિસ ભાવસાર નામના યુવકે બારડોલીના બામણી ગામે રહેતા ધર્મેશભાઈ ગજ્જરની પુત્રી સાથે થોડા સમય પહેલા સિવિલ મેરેજ કર્યા હતા. જોકે પુત્રીના પરિવારજનો લગ્નથી સંતુષ્ટ નહીં હતા. જેથી અવારનવાર પુત્રીને પરત સોંપી દેવા માટે છોકરાના પરિવારજનો સમક્ષ દબાણ કરતા હતા. અનેકવાર કર્યા બાદ પણ પુત્રી પોતાના પિયર છુટાછેડા લઈને નહીં આવતા તેના પિતા ધર્મેશભાઈ ગજ્જર તેમજ પરિવારજનોએ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો.
આરોપીઓને ભરૂચના નેત્રંગ નજીકથી ઝડપી પાડ્યા હતા
સમગ્ર ઘટના બાબતે બાબેનથી મોતા રોડ ઉપર એક મોલ નજીક પુત્રીના સસરા પ્રદીપભાઈ ભાવસાર તેમજ નણંદ અંકિતાબેન ભાવસારને ધર્મેશભાઈ ગજ્જર સહિત ચાર ઇસમો અપહરણ કરી ગાડીમાં બેસાડી નાસી છૂટ્યા હતા. અને પોતાની પુત્રીને છૂટાછેડા આપી પરત ઘરે નહીં મોકલે તો પુત્રના પિતા તેમજ તેની બહેનને રાજસ્થાન લઈ જઈને મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી પરિવારજનોએ બારડોલી રૂરલ પોલીસમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ નોંધાતા જ બારડોલી પોલીસ એક્શનમાં આવી હતી. અને બારડોલી રૂરલ પોલીસ તેમજ સુરત જિલ્લા એલસીબી પોલીસની મદદ વડે અપહરણ કર્તાઓને કારનો પીછો કરીને ભરૂચના નેત્રંગ નજીકથી ઝડપી પાડ્યા હતા.
બારડોલી રૂરલ પોલીસ મથકે ગુનો પણ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી
પોલીસે ચાર જેટલા અપહારણકારોની અટકાયત કરી હતી. જેમાં તેઓની પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને અપહરણકાર બીજું કોઈ નહીં પરંતુ જેનિષ ભાવસાર સાથે જે પુત્રીએ લવ મેરેજ કર્યા હતા તેના પિતા ધર્મેશભાઈ ગજ્જર તથા તેમના પરિવારજનો જ લગ્નથી નાખુશ થઈને અપહરણનો રસ્તો અપનાવ્યાની કબૂલાત કરી હતી. જોકે અપહરણ બાદ ધર્મેશ ગજ્જર તેમજ અન્ય અપરણકારોએ અપહત પ્રદીપ ભાવસાર અને અંકિતાબેનને મૂઢમાર પણ માર્યો હતો. જેથી હાલ સમગ્ર બાબતે સુરત જિલ્લા પોલીસે ચારેય અપહરણકારોને નેત્રંગથી પરત બારડોલી લાવવા માટે કવાયત હાથ ધરી છે. તેમજ બારડોલી રૂરલ પોલીસ મથકે ગુનો પણ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.