Vadodaraના સમા-સાવલી રોડ પર રેસ્ટોરન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગ્રેડ પહોંચ્યું ઘટના સ્થળે

વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી પીત્ઝા રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગી હતી,આગ લાગવાનું કારણ અકબંધ છે ત્યારે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમચાર નથી તો હોટલમાં કોઈ નહી હોવાથી મોટી જાનહાની ટળી હતી. સમા-સાવલી રોડ પર છે રેસ્ટોરન્ટ વડોદરાની સમા-સાવલી રોડ પર આવેલી ટ્રિગ્નો પીત્ઝા રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા કોમ્પ્લેક્ષસમાં દોડધામ મચી હતી,આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડીંગમાં રહેલા તમામ લોકો દોડીને બહાર આવી ગયા હતા,બીજી તરફ ફાયર વિભાગની પાંચ ગાડીઓ તેમજ સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીએ લાગી ગયો હતો ત્યારે આગ કઈ રીતે લાગી તેની માહિતી સામે આવી નથી પરંતુ શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. પોલીસે હાથધરી તપાસ સવારના સમયે વડોદરા ફાયર વિભાગને કોલ મળે છે કે રેસ્ટોરન્ટમાં આગ લાગી છે ત્યારે ફાયરની ટીમ ત્યાં પહોંચે છે અને કામગીરી હાથધરે છે,ફાયર વિભાગને આગ પર કાબુ મેળવ્યો છે અને હાલમાં કુલિંગની કામગીરી પણ ચાલું છે ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે,બીજી તરફ હોટલમાં રહેલા સ્ટાફની પણ પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે.ત્યારે જોવાનું એ રહ્યું કે આગ લાગવા પાછળનું શું કારણ સામે આવે છે. જાણો આગ લાગવાના કારણો મોટાભાગની જગ્યા પર ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરે સતત યુઝ કરે છે. સતત ગરમ થવાના કારણે કંપ્રેસર પર લોડ વધી જાય છે, જેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ કરી જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે. 

Vadodaraના સમા-સાવલી રોડ પર રેસ્ટોરન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગ્રેડ પહોંચ્યું ઘટના સ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી પીત્ઝા રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગી હતી,આગ લાગવાનું કારણ અકબંધ છે ત્યારે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમચાર નથી તો હોટલમાં કોઈ નહી હોવાથી મોટી જાનહાની ટળી હતી.

સમા-સાવલી રોડ પર છે રેસ્ટોરન્ટ

વડોદરાની સમા-સાવલી રોડ પર આવેલી ટ્રિગ્નો પીત્ઝા રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા કોમ્પ્લેક્ષસમાં દોડધામ મચી હતી,આગ એટલી વિકરાળ હતી કે બિલ્ડીંગમાં રહેલા તમામ લોકો દોડીને બહાર આવી ગયા હતા,બીજી તરફ ફાયર વિભાગની પાંચ ગાડીઓ તેમજ સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીએ લાગી ગયો હતો ત્યારે આગ કઈ રીતે લાગી તેની માહિતી સામે આવી નથી પરંતુ શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે.


પોલીસે હાથધરી તપાસ

સવારના સમયે વડોદરા ફાયર વિભાગને કોલ મળે છે કે રેસ્ટોરન્ટમાં આગ લાગી છે ત્યારે ફાયરની ટીમ ત્યાં પહોંચે છે અને કામગીરી હાથધરે છે,ફાયર વિભાગને આગ પર કાબુ મેળવ્યો છે અને હાલમાં કુલિંગની કામગીરી પણ ચાલું છે ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે,બીજી તરફ હોટલમાં રહેલા સ્ટાફની પણ પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે.ત્યારે જોવાનું એ રહ્યું કે આગ લાગવા પાછળનું શું કારણ સામે આવે છે.

જાણો આગ લાગવાના કારણો

મોટાભાગની જગ્યા પર ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરે સતત યુઝ કરે છે. સતત ગરમ થવાના કારણે કંપ્રેસર પર લોડ વધી જાય છે, જેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ કરી જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે.