Junagadh: ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મહેન્દ્રાનંદગીરીજી મહારાજે ભક્તોને કરી અપીલ

જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે 1 દિવસ પહેલા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. વિગતો મુજબ લોકોની ભીડને ધ્યાનમાં રાખી પરિક્રમા વહેલી શરૂ કરાઈ છે. આ તરફ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. ગુજરાત ભરમાંથી યાત્રાળુઓ પરિક્રમા રૂટ પર રવાના થયા છે. આ તરફ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દેવ ઊઠી અગિયારસના દિવસથી વિધિવત્‌ રીતે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે, પરંતુ ભાવિકો વહેલા આવી જતા તેમજ ભાવિકોનો ધસારો ખૂબ વધી જતાં તંત્ર દ્વારા એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ ખોલવામાં આવ્યો છે. જેને પગલે ભાવિકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ જંગલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે અને પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરે તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.  જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો એક દિવસ પહેલા જ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાર્ગાચાર્ય પીઠ ૧૦૦૮ જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજે ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ભક્તોને અપીલ  કરતા જણાવ્યું હતું કે, આ વખતે ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત રાખી અને પ્રકૃતિનું જતન કરી દત્ત મહારાજની સાચા અર્થમાં ભક્તિ કરવા માટે હું તૈયાર છું. શું તમે તૈયાર છો? આમ, ગિરનાર લીલી પરિક્રમામાં આવનારા તમામ ભક્તોને પ્લાસ્ટિક સાથે કોઈએ ન લાવવા નમ્ર અપીલ કરી છે. આજે વહેલી સવારે વનવિભાગ દ્વારા ઈટવા ગેટ ખોલવામાં આવ્યો હતો. જેમાં ૫૦ હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી છે. પરિક્રમાર્થીઓને વહેલી પરિક્રમાની પરવાનગી આપવામાં આવતા ભાવિકોએ તંત્રનો આભાર માન્યો હતો. દેવભૂમિ દ્વારકાથી આવેલા નાગજીભાઇએ જણાવ્યું હતું કે, પરિક્રમાની એક દિવસ પહેલાં મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્ત્વ છે. અહીં આવનાર કોઈ શ્રદ્ધાળુએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જાેઈએ. 

Junagadh: ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા મહેન્દ્રાનંદગીરીજી મહારાજે ભક્તોને કરી અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે 1 દિવસ પહેલા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. વિગતો મુજબ લોકોની ભીડને ધ્યાનમાં રાખી પરિક્રમા વહેલી શરૂ કરાઈ છે. આ તરફ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. ગુજરાત ભરમાંથી યાત્રાળુઓ પરિક્રમા રૂટ પર રવાના થયા છે. આ તરફ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

દેવ ઊઠી અગિયારસના દિવસથી વિધિવત્‌ રીતે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે, પરંતુ ભાવિકો વહેલા આવી જતા તેમજ ભાવિકોનો ધસારો ખૂબ વધી જતાં તંત્ર દ્વારા એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ ખોલવામાં આવ્યો છે. જેને પગલે ભાવિકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ જંગલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે અને પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરે તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

 જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો એક દિવસ પહેલા જ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાર્ગાચાર્ય પીઠ ૧૦૦૮ જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજે ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ભક્તોને અપીલ  કરતા જણાવ્યું હતું કે, આ વખતે ગિરનાર લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત રાખી અને પ્રકૃતિનું જતન કરી દત્ત મહારાજની સાચા અર્થમાં ભક્તિ કરવા માટે હું તૈયાર છું. શું તમે તૈયાર છો? આમ, ગિરનાર લીલી પરિક્રમામાં આવનારા તમામ ભક્તોને પ્લાસ્ટિક સાથે કોઈએ ન લાવવા નમ્ર અપીલ કરી છે.

આજે વહેલી સવારે વનવિભાગ દ્વારા ઈટવા ગેટ ખોલવામાં આવ્યો હતો. જેમાં ૫૦ હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી છે. પરિક્રમાર્થીઓને વહેલી પરિક્રમાની પરવાનગી આપવામાં આવતા ભાવિકોએ તંત્રનો આભાર માન્યો હતો. દેવભૂમિ દ્વારકાથી આવેલા નાગજીભાઇએ જણાવ્યું હતું કે, પરિક્રમાની એક દિવસ પહેલાં મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્ત્વ છે. અહીં આવનાર કોઈ શ્રદ્ધાળુએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જાેઈએ.