Khyati Hospital : ડોકટર સંજય પાટોલીયાની રાજકોટમાં હોસ્પિટલ, આજે કરવાનો હતો ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં ફરજ આપતા ડો. સંજય પટોલીયાને લઈ ખુલાસો થયો છે,ડો. પાટોડિયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે અને વિદ્યાનગર મેનરોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ જે પટોલિયાની હોવાની વાત સામે આવી છે,આ બાબતે સંદેશ ન્યૂઝ દ્રારા રિયાલીટી ચેક કર્યુ હતુ અને તેમાં આ માહિતી સામે આવી છે.ડો. સંજય આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા તેવી વાત પણ સામે આવી છે.આજના તમામ ઓપરેશન સંજય પટોલીયાએ રદ કર્યા છે અને હોસ્પિટલમાં તમામ OPD પણ રદ કરવામાં આવી છે. રાજકોટમાં છે હોસ્પિટલ ડો.સંજય પટોલીયાની રાજકોટમાં પણ હોસ્પિટલ આવેલી છે.આજે વહેલી સવારથી દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ ડોકટર ના હોવાથી કોઈનું ચેકઅપ થયું નથી,ત્યારે હોસ્પિટલમાં રહેલા સ્ટાફનું કહેવું છે કે,ડોકટરનો ફોન પણ બંધ આવી રહ્યો છે,ત્યારે દર્દીઓ ઢીલું મોઢુ લઈને પરત ફર્યા હતા. જાણો શું કહ્યું કમિટીના સભ્ય ડોકટર પ્રકાશ મહેતાએ આ સમગ્ર કેસને લઈ કમિટી પણ તપાસ કરી રહી છે,કમિટીના સભ્યનું કહેવું છે કે,ભૂતકાળમાં દર્દીઓના ખોટા રિપોર્ટની કમિટીને શંકા છે,ખોટા રિપોર્ટ બતાવી સર્જરી કરી હોવાની કમિટીને શંકા છે,પૂરતી જાણકારી વગર એન્જિઓગ્રાફી કરાઈ હતી,દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિઓગ્રાફી કરાઈ હતી,7 દર્દીઓની એન્જિઓગ્રાફી, બિનજરૂરી સર્જરી કરાઈ હતી તો ભૂતકાળમાં સર્જરી કરાવી હોય તે દર્દીઓની તપાસ થઈ શકે છે,ઘણી ખરી પ્રક્રિયા અયોગ્ય રીતે કરી હતી,મૃત્યુ પામનાર 1 દર્દીને 40 ટકા બ્લોકેજ હતું,બિનજરૂરી એન્જિઓગ્રાફી, એન્જોપ્લાસ્ટિ કરાઈ હતી,80 ટકાથી વધારે બ્લોકેજ હોય તો જ સ્ટેન્ડ મૂકાય તેવું કમિટીના ડોકટરનું માનવું છે. ખ્યાતિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓની ફરી તપાસ આરોગ્ય વિભાગ 5 દર્દીઓની ફરી તપાસ કરશે સાથે સાથે દર્દીઓને લઈ 108 UN મહેતા હોસ્પિટલ પહોંચી છે,UN મહેતા હોસ્પિટલમાં સંપૂર્ણ તપાસ કરાવાશે તેમજ UN મહેતાના કાર્ડિયોલોજીસ્ટે આ બાબતે મુલાકાત પણ લીધી હતી સાથે સાથે પાંચેય દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે.અમુક દર્દીઓને ચક્કર આવવાની પણ તકલીફ હજી યથાવત છે.જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે,ત્યારે ગુજરાતનું આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચુ કાપશે નહી તેવી આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિ હોસ્પિટલમાં ફરજ આપતા ડો. સંજય પટોલીયાને લઈ ખુલાસો થયો છે,ડો. પાટોડિયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે અને વિદ્યાનગર મેનરોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ જે પટોલિયાની હોવાની વાત સામે આવી છે,આ બાબતે સંદેશ ન્યૂઝ દ્રારા રિયાલીટી ચેક કર્યુ હતુ અને તેમાં આ માહિતી સામે આવી છે.ડો. સંજય આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા તેવી વાત પણ સામે આવી છે.આજના તમામ ઓપરેશન સંજય પટોલીયાએ રદ કર્યા છે અને હોસ્પિટલમાં તમામ OPD પણ રદ કરવામાં આવી છે.
રાજકોટમાં છે હોસ્પિટલ
ડો.સંજય પટોલીયાની રાજકોટમાં પણ હોસ્પિટલ આવેલી છે.આજે વહેલી સવારથી દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ ડોકટર ના હોવાથી કોઈનું ચેકઅપ થયું નથી,ત્યારે હોસ્પિટલમાં રહેલા સ્ટાફનું કહેવું છે કે,ડોકટરનો ફોન પણ બંધ આવી રહ્યો છે,ત્યારે દર્દીઓ ઢીલું મોઢુ લઈને પરત ફર્યા હતા.
જાણો શું કહ્યું કમિટીના સભ્ય ડોકટર પ્રકાશ મહેતાએ
આ સમગ્ર કેસને લઈ કમિટી પણ તપાસ કરી રહી છે,કમિટીના સભ્યનું કહેવું છે કે,ભૂતકાળમાં દર્દીઓના ખોટા રિપોર્ટની કમિટીને શંકા છે,ખોટા રિપોર્ટ બતાવી સર્જરી કરી હોવાની કમિટીને શંકા છે,પૂરતી જાણકારી વગર એન્જિઓગ્રાફી કરાઈ હતી,દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિઓગ્રાફી કરાઈ હતી,7 દર્દીઓની એન્જિઓગ્રાફી, બિનજરૂરી સર્જરી કરાઈ હતી તો ભૂતકાળમાં સર્જરી કરાવી હોય તે દર્દીઓની તપાસ થઈ શકે છે,ઘણી ખરી પ્રક્રિયા અયોગ્ય રીતે કરી હતી,મૃત્યુ પામનાર 1 દર્દીને 40 ટકા બ્લોકેજ હતું,બિનજરૂરી એન્જિઓગ્રાફી, એન્જોપ્લાસ્ટિ કરાઈ હતી,80 ટકાથી વધારે બ્લોકેજ હોય તો જ સ્ટેન્ડ મૂકાય તેવું કમિટીના ડોકટરનું માનવું છે.
ખ્યાતિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓની ફરી તપાસ
આરોગ્ય વિભાગ 5 દર્દીઓની ફરી તપાસ કરશે સાથે સાથે દર્દીઓને લઈ 108 UN મહેતા હોસ્પિટલ પહોંચી છે,UN મહેતા હોસ્પિટલમાં સંપૂર્ણ તપાસ કરાવાશે તેમજ UN મહેતાના કાર્ડિયોલોજીસ્ટે આ બાબતે મુલાકાત પણ લીધી હતી સાથે સાથે પાંચેય દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે.અમુક દર્દીઓને ચક્કર આવવાની પણ તકલીફ હજી યથાવત છે.જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે,ત્યારે ગુજરાતનું આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચુ કાપશે નહી તેવી આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે.