Suratમાં જન્મદિવસની ઉજવણી વખતે નબીરાઓ બન્યા બેફામ, હાથમાં જ ફટાકડા લઈ ફોડયા
સુરતમાં જન્મદિવસની ઉજવણીને લઈ યુવકો છાટકા બન્યા હતા,જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની વાત સામે આવી છે,યુવકોએ હાથમાં જ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે,ત્યારે આસપાસના લોકો અને રોડ પરથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો,રાંદેર નજીક આવેલા આવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. યુવકો બન્યા છાટકા આજકાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે,જન્મદિવસની ઉજવણી કરાતી હોય તો તેમાં ફટાકડા અને ઢોલ વગાડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે આવા આસામાજીક તત્વોને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે,મહત્વનું છે કે જયારે રોડ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે યુવકો છાટકા બનીને જાહેરમાં ફટાકડા ફોડી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે,આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસે હજી આરોપીને ઝડપ્યાં નથી. પોલીસે ઝડપ્યાં નથી આરોપીઓને સમગ્ર કેસમાં વાત કરવામાં આવે તો હાલમાં પોલીસે કોઈ આરોપીઓની ધરપકડ કરી નથી અને કોઈ ગુનો પણ નોંધ્યો નથી,ત્યારે પોલીસે કયારે આરોપીઓને ઝડપી પાડે છે તે જોવાનું રહ્યું,આવી રીતે જાહેરમાં ઉજવણી કરી કેક કાપવી એ જરાય પણ ચલાવી લેવામાં નહી આવે,હાથમાં ફટાકડા લઈને ફોડવા અને કલર કરવો એ ગુજરાતમાં નહી ચાલે,પોલીસ આવા અસામાજીક તત્વોને પાઠ ભણાવે તે જરૂરી છે,સાથે સાથે પોલીસે આવા આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢવું જોઈએ. સચિન વિસ્તારમાં પણ કરી હતી ઉજવણી સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડીજે સાથે યુવકોએ જાણે બાઈક રેલી યોજી હોય તેમ નીકળ્યા હતા તેમજ રીક્ષા ઉપર એક યુવક બેસેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફટાકડા ફોડી અને 10 જેટલી જાહેરમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.આ વીડિયો વાયરલ થયા બાદ સચિન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં જન્મદિવસની ઉજવણીને લઈ યુવકો છાટકા બન્યા હતા,જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની વાત સામે આવી છે,યુવકોએ હાથમાં જ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે,ત્યારે આસપાસના લોકો અને રોડ પરથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો,રાંદેર નજીક આવેલા આવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
યુવકો બન્યા છાટકા
આજકાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે,જન્મદિવસની ઉજવણી કરાતી હોય તો તેમાં ફટાકડા અને ઢોલ વગાડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે આવા આસામાજીક તત્વોને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે,મહત્વનું છે કે જયારે રોડ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે યુવકો છાટકા બનીને જાહેરમાં ફટાકડા ફોડી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે,આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસે હજી આરોપીને ઝડપ્યાં નથી.
પોલીસે ઝડપ્યાં નથી આરોપીઓને
સમગ્ર કેસમાં વાત કરવામાં આવે તો હાલમાં પોલીસે કોઈ આરોપીઓની ધરપકડ કરી નથી અને કોઈ ગુનો પણ નોંધ્યો નથી,ત્યારે પોલીસે કયારે આરોપીઓને ઝડપી પાડે છે તે જોવાનું રહ્યું,આવી રીતે જાહેરમાં ઉજવણી કરી કેક કાપવી એ જરાય પણ ચલાવી લેવામાં નહી આવે,હાથમાં ફટાકડા લઈને ફોડવા અને કલર કરવો એ ગુજરાતમાં નહી ચાલે,પોલીસ આવા અસામાજીક તત્વોને પાઠ ભણાવે તે જરૂરી છે,સાથે સાથે પોલીસે આવા આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢવું જોઈએ.
સચિન વિસ્તારમાં પણ કરી હતી ઉજવણી
સુરત શહેરમાં થોડા દિવસ અગાઉ સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડીજે સાથે યુવકોએ જાણે બાઈક રેલી યોજી હોય તેમ નીકળ્યા હતા તેમજ રીક્ષા ઉપર એક યુવક બેસેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ફટાકડા ફોડી અને 10 જેટલી જાહેરમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.આ વીડિયો વાયરલ થયા બાદ સચિન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.