Godhra: પંચમહાલમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી પાનમ-હડફ ડેમમાંથી પાણી છોડાયું
ઘોઘંબા, ગોધરા અને મોરવા હડફ્માં ભારે વરસાદથી સર્વત્ર પાણી જ પાણીગોધરામાં 24 કલાકમાં 4 ઈંચ અને મોરવા હડફમાં 3.5 ઈંચ વરસાદ પાનમ-હડફ્ ડેમમાંથી 50508 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફની રી એન્ટ્રી કરી હતી. જેમાં ગોધરામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ અને મોરવા હડફમાં 3.5 ઈંચ વરસાદ પડયો હતો. દરમિયાન પંચમહાલ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે સતત બીજા દિવસે પણ પાનમ અને હડફ્ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવાની ફરજ પડી હતી.સતત બીજા દિવસે પણ કરાડ, પાનમ અને હડફ્ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો હતો.પાનમ ડેમમાં આવક 50010 ક્યુસેક પાણીની આવક સામે 50508 ક્યુસેક પાણી ડેમના છ ગેટ છ ફૂટ સુધી ખોલી નદીમાં છોડવામાં આવ્યું હતું. એવી જ રીતે હડફ્ ડેમમાં 13700 ક્યુસેક પાણીની આવક થતાં 13060 ક્યુસેક પાણી ડેમના ત્રણ ગેટ ખોલી હાલ હડફ્ નદીમાં છોડવામાં આવ્યું હતું. જ્યારે કરાડ ડેમમાં 3268 ક્યુસેક ની આવક થતાં ડેમ માંથી ઓવરફ્લો થઈ 3268 ક્યુસેક પાણી કરાડ નદીમાં વહી રહ્યું છે. આ ત્રણેય નદી કાંઠાના તમામ ગામોના નાગરિકોને નદી પાર નહિં કરવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. મોરવા હડફ્ સીએચસી નજીક આવેલા તળાવ માંથી પાણી ઓવરફ્લો થઈ અંદર ઘુસી ગયા છે આ ઉપરાંત માર્ગ ઉપર પાણી ભરાઈ જતાં દાંતીયા ફ્ળિયા તરફ્ અવરજવર કરતાં રાહદારીઓને ચક્કર કાપી જવા ની પસાર થવા ની ફરજ પડી છે. મોરા તળાવ પણ સંપૂર્ણ ભરાઈ જતાં પ્રાથમિક શાળા તરફના માર્ગ ઉપર સાવચેતી પૂર્વક પસાર થવા સરપંચ દ્વારા અપીલ કરવા સાથે એક આંતરિક માર્ગ ઉપર અવરજવર બંધ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઘોઘંબા, ગોધરા અને મોરવા હડફ્માં ભારે વરસાદથી સર્વત્ર પાણી જ પાણી
- ગોધરામાં 24 કલાકમાં 4 ઈંચ અને મોરવા હડફમાં 3.5 ઈંચ વરસાદ
- પાનમ-હડફ્ ડેમમાંથી 50508 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફની રી એન્ટ્રી કરી હતી. જેમાં ગોધરામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ અને મોરવા હડફમાં 3.5 ઈંચ વરસાદ પડયો હતો.
દરમિયાન પંચમહાલ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે સતત બીજા દિવસે પણ પાનમ અને હડફ્ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવાની ફરજ પડી હતી.સતત બીજા દિવસે પણ કરાડ, પાનમ અને હડફ્ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો હતો.પાનમ ડેમમાં આવક 50010 ક્યુસેક પાણીની આવક સામે 50508 ક્યુસેક પાણી ડેમના છ ગેટ છ ફૂટ સુધી ખોલી નદીમાં છોડવામાં આવ્યું હતું. એવી જ રીતે હડફ્ ડેમમાં 13700 ક્યુસેક પાણીની આવક થતાં 13060 ક્યુસેક પાણી ડેમના ત્રણ ગેટ ખોલી હાલ હડફ્ નદીમાં છોડવામાં આવ્યું હતું. જ્યારે કરાડ ડેમમાં 3268 ક્યુસેક ની આવક થતાં ડેમ માંથી ઓવરફ્લો થઈ 3268 ક્યુસેક પાણી કરાડ નદીમાં વહી રહ્યું છે. આ ત્રણેય નદી કાંઠાના તમામ ગામોના નાગરિકોને નદી પાર નહિં કરવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. મોરવા હડફ્ સીએચસી નજીક આવેલા તળાવ માંથી પાણી ઓવરફ્લો થઈ અંદર ઘુસી ગયા છે આ ઉપરાંત માર્ગ ઉપર પાણી ભરાઈ જતાં દાંતીયા ફ્ળિયા તરફ્ અવરજવર કરતાં રાહદારીઓને ચક્કર કાપી જવા ની પસાર થવા ની ફરજ પડી છે. મોરા તળાવ પણ સંપૂર્ણ ભરાઈ જતાં પ્રાથમિક શાળા તરફના માર્ગ ઉપર સાવચેતી પૂર્વક પસાર થવા સરપંચ દ્વારા અપીલ કરવા સાથે એક આંતરિક માર્ગ ઉપર અવરજવર બંધ કરવામાં આવી છે.