Ahmedabadના રિવરફ્રન્ટ ગાર્ડનમાં બેસવુ થયું મોંઘુ, ફીની રકમ ડબલ કરવામાં આવી
અમદાવાદના શહેરીજનોને વધુ એક ગાર્ડનમાં જવા માટે હવેથી ડબલ ફી ચૂકવવી પડશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં હવેથી એન્ટ્રીમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને ફીની રકમ ડબલ કરવામાં આવી છે.ગાર્ડનમાં એન્ટ્રી માટે હવેથી 10 રૂપિયાના બદલે 20 રૂપિયા ફી તમને જણાવી દઈએ કે રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં હવેથી 12 વર્ષથી ઉપરના વ્યક્તિને એન્ટ્રી લેવા માટે 10 રૂપિયાના બદલે 20 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે અને 12 વર્ષથી નીચેના વ્યક્તિને ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે 5 રૂપિયાના બદલે 10 રૂપિયા ફી ચૂકવવી પડશે. અમદાવાદના મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પણ એન્ટ્રી ફી ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ અમદાવાદ શહેરના બે ગાર્ડનમાં પણ એન્ટ્રી ફી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ ભાગમાં સિંધુભવન રોડ પર આવેલા બે ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે ફીની વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં એન્ટ્રી માટે મુલાકાતીઓને ફી ચૂકવવી પડે છે. આ ગાર્ડનમાં સવારે 6થી 10 સુધી ફ્રી એન્ટ્રી શહેરના આ બંને ગાર્ડનમાં લોકોને એન્ટ્રી લેવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. જો કે રાહતની વાત એ છે કે આ ગાર્ડનમાં સવારે 6થી 10 સુધી એન્ટ્રી લેવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી પણ જો કોઈ વ્યક્તિ સવારે 10 વાગ્યા પછી રાત સુધી ગાર્ડનમાં એન્ટ્રી કરે છે તો વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. જો કોઈ ગાર્ડનમાં એન્ટ્રી માટે વાર્ષિક પાસ કઢાવે તો AMC તેમને 1 માસનું કન્સેશન પણ આપે છે. તંત્રના નિર્ણયથી શહેરીજનોમાં ભારે નારાજગી જો કે તંત્રના આ નિર્ણયથી ઘણા શહેરીજનોમાં નારાજગી પણ જોવા મળી રહી છે, કારણ કે ઘણા લોકો સવારે કસરત કરવા અને સિનિયર સિટિઝન તેમના મિત્ર વર્તૂળ સાથે ગાર્ડનમાં બેસવા માટે આવતા હોય છે, ત્યારે તંત્રના દ્વારા ફીમાં વધારો કરવાના નિર્ણય સામે લોકો નારાજ પણ જોવા મળી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના શહેરીજનોને વધુ એક ગાર્ડનમાં જવા માટે હવેથી ડબલ ફી ચૂકવવી પડશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં હવેથી એન્ટ્રીમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને ફીની રકમ ડબલ કરવામાં આવી છે.
ગાર્ડનમાં એન્ટ્રી માટે હવેથી 10 રૂપિયાના બદલે 20 રૂપિયા ફી
તમને જણાવી દઈએ કે રિવરફ્રન્ટ પર આવેલા ગાર્ડનમાં હવેથી 12 વર્ષથી ઉપરના વ્યક્તિને એન્ટ્રી લેવા માટે 10 રૂપિયાના બદલે 20 રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે અને 12 વર્ષથી નીચેના વ્યક્તિને ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે 5 રૂપિયાના બદલે 10 રૂપિયા ફી ચૂકવવી પડશે.
અમદાવાદના મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનમાં પણ એન્ટ્રી ફી
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ અમદાવાદ શહેરના બે ગાર્ડનમાં પણ એન્ટ્રી ફી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ ભાગમાં સિંધુભવન રોડ પર આવેલા બે ગાર્ડનમાં એન્ટ્રી લેવા માટે ફીની વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. નવા બનેલા મોન્ટે કાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટીલા ગાર્ડનમાં એન્ટ્રી માટે મુલાકાતીઓને ફી ચૂકવવી પડે છે.
આ ગાર્ડનમાં સવારે 6થી 10 સુધી ફ્રી એન્ટ્રી
શહેરના આ બંને ગાર્ડનમાં લોકોને એન્ટ્રી લેવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. જો કે રાહતની વાત એ છે કે આ ગાર્ડનમાં સવારે 6થી 10 સુધી એન્ટ્રી લેવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી પણ જો કોઈ વ્યક્તિ સવારે 10 વાગ્યા પછી રાત સુધી ગાર્ડનમાં એન્ટ્રી કરે છે તો વ્યક્તિ દીઠ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. જો કોઈ ગાર્ડનમાં એન્ટ્રી માટે વાર્ષિક પાસ કઢાવે તો AMC તેમને 1 માસનું કન્સેશન પણ આપે છે.
તંત્રના નિર્ણયથી શહેરીજનોમાં ભારે નારાજગી
જો કે તંત્રના આ નિર્ણયથી ઘણા શહેરીજનોમાં નારાજગી પણ જોવા મળી રહી છે, કારણ કે ઘણા લોકો સવારે કસરત કરવા અને સિનિયર સિટિઝન તેમના મિત્ર વર્તૂળ સાથે ગાર્ડનમાં બેસવા માટે આવતા હોય છે, ત્યારે તંત્રના દ્વારા ફીમાં વધારો કરવાના નિર્ણય સામે લોકો નારાજ પણ જોવા મળી રહ્યા છે.