Bhavnagar જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ તૈનાત કરાઇ
વડોદરાથી NDRFની ટીમને ભાવનગર ખાતે સ્ટેન્ડબાય કરાઇ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર બન્યું એલર્ટ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં જિલ્લામાં NDRFની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. તેમાં વડોદરાથી NDRFની ટીમને ભાવનગર ખાતે સ્ટેન્ડબાય કરાઇ છે. તેમજ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તથા ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ભાવનગર જિલ્લામાં NDRFની એક ટીમને તૈનાત કરવામાં આવી ભાવનગર જિલ્લામાં NDRFની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હાલ સતત ઝરમર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અને તે પછીના ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદથી મોડી રાત્રિ સુધી ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારે વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવન મળ્યું છે. કુંભારવાડા, માઢીયા રોડ અને નારી રોડ વિસ્તારમાં પાણી ભરાયા વરસાદ શરૂ રહેતા શહેરના કુંભારવાડા, માઢીયા રોડ અને નારી રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. 30થી 35 કિમીની ઝડપે પવન સાથે વરસાદ વરસતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભાવનગર શહેરમાં બે ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસ વરસાદી માહોલ રહેતા સિઝનનો કુલ વરસાદ 57 ટકા થયો છે. ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં 80 મિ.મી. એટલે કે ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ વચ્ચે બસ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે અનેક મુસાફરો હેરાન થયાં હતા. શહેર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ઉમરાળા અને ઘોઘા પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યુ હતું. ઉમરાળા અને ઘોઘા પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સિહોર શહેર અને ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયાં હતા. પંથકના ટાણા, વરલ, બેકડી, થોરાળી, અગીયાળી, કાજાવદર, જાળીયા, કનાડ, બોરડી, જાબાળ, દેવગાણા, મેઘવદર, સાગવાડી, મોટા સુરકા, સોનગઢ, ઈશ્વરિયા, આંબલા, જીંથરી, વડિયા, ઉસરડ, પીપળીયા, નેસડા, રાજપરા ખોડિયાર સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરાથી NDRFની ટીમને ભાવનગર ખાતે સ્ટેન્ડબાય કરાઇ
- તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ
- ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર બન્યું એલર્ટ
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં જિલ્લામાં NDRFની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. તેમાં વડોદરાથી NDRFની ટીમને ભાવનગર ખાતે સ્ટેન્ડબાય કરાઇ છે. તેમજ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તથા ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર એલર્ટ થયુ છે.
ભાવનગર જિલ્લામાં NDRFની એક ટીમને તૈનાત કરવામાં આવી
ભાવનગર જિલ્લામાં NDRFની એક ટીમને તૈનાત કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હાલ સતત ઝરમર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અને તે પછીના ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદથી મોડી રાત્રિ સુધી ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારે વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવન મળ્યું છે.
કુંભારવાડા, માઢીયા રોડ અને નારી રોડ વિસ્તારમાં પાણી ભરાયા
વરસાદ શરૂ રહેતા શહેરના કુંભારવાડા, માઢીયા રોડ અને નારી રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. 30થી 35 કિમીની ઝડપે પવન સાથે વરસાદ વરસતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ભાવનગર શહેરમાં બે ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસ વરસાદી માહોલ રહેતા સિઝનનો કુલ વરસાદ 57 ટકા થયો છે. ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં 80 મિ.મી. એટલે કે ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ વચ્ચે બસ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે અનેક મુસાફરો હેરાન થયાં હતા. શહેર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
ઉમરાળા અને ઘોઘા પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો
પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યુ હતું. ઉમરાળા અને ઘોઘા પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના સિહોર શહેર અને ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયાં હતા. પંથકના ટાણા, વરલ, બેકડી, થોરાળી, અગીયાળી, કાજાવદર, જાળીયા, કનાડ, બોરડી, જાબાળ, દેવગાણા, મેઘવદર, સાગવાડી, મોટા સુરકા, સોનગઢ, ઈશ્વરિયા, આંબલા, જીંથરી, વડિયા, ઉસરડ, પીપળીયા, નેસડા, રાજપરા ખોડિયાર સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે.