Morbiના હળવદમાં એક વર્ષ પહેલા નિર્માણ પામેલો બ્રિજ ધડાકાભેર ધરાશાયી થયો

એક વર્ષ પહેલાં મોરબીના હળવદમાં બનાવાયો હતો બ્રિજ નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ધરાશાયી થયો ભારે વરસાદનાં પગલે પુલ ધરાશાયી થવાની બની ઘટના મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા નિર્માણ પામેલો બ્રિજ ધડાકાભેર ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા,નવા કોયબાથી જુના કોયબાને જોડતો આ પુલ ધરાશાયી થતા વાહનવ્યવહારને ભારે અસર પડી છે,લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે,તો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે,બ્રિજ બન્યો તે જ વખતે વાહન લઈને નિકળીએતો બ્રિજ હલતો હતો. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા સમગ્ર ઘટનાને લઈ અધિકારીઓ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને વાહનવ્યવહાર બંધ કરાયો છે,સારૂ છે કે,કોઈ બ્રિજ પરથી પસાર થતું હતું નહી નહીતર મોટી દુર્ઘટના સર્જાત તો કોણ જવાબદાર રહેતે એ પણ પ્રશ્ન છે,એક વર્ષ પહેલા બનેલો બ્રિજ ધરાશાયી થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.ભારે વરસાદ વરસતા પુલ વચ્ચેથી તૂટયો હોવાનું અધિકારીનું અનુમાન છે. મોરબીમાં હોર્ડિંગ્સ ઉડયા આજે ફરી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જામગનર,મોરબી અને અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ ઉડી છે. ખાસ કરીને, મોરબીમાં જોરદાર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જેના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભારે પવન ફૂંકાવવાથી ઘણી જગ્યાએ પતરા ઉડી ગયા છે અને હોર્ડિંગ્સ પણ પવનમાં ઉડી ગયા છે. ભારે પવન ફૂંકાવવાની સાથે કરા સાથે ધોધમાર વરસાદની તસવીરો સામે આવી છે. આ જિલ્લાઓમાં આજે છે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

Morbiના હળવદમાં એક વર્ષ પહેલા નિર્માણ પામેલો બ્રિજ ધડાકાભેર ધરાશાયી થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક વર્ષ પહેલાં મોરબીના હળવદમાં બનાવાયો હતો બ્રિજ
  • નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ધરાશાયી થયો
  • ભારે વરસાદનાં પગલે પુલ ધરાશાયી થવાની બની ઘટના

મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા નિર્માણ પામેલો બ્રિજ ધડાકાભેર ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા,નવા કોયબાથી જુના કોયબાને જોડતો આ પુલ ધરાશાયી થતા વાહનવ્યવહારને ભારે અસર પડી છે,લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે,તો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે,બ્રિજ બન્યો તે જ વખતે વાહન લઈને નિકળીએતો બ્રિજ હલતો હતો.

અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

સમગ્ર ઘટનાને લઈ અધિકારીઓ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને વાહનવ્યવહાર બંધ કરાયો છે,સારૂ છે કે,કોઈ બ્રિજ પરથી પસાર થતું હતું નહી નહીતર મોટી દુર્ઘટના સર્જાત તો કોણ જવાબદાર રહેતે એ પણ પ્રશ્ન છે,એક વર્ષ પહેલા બનેલો બ્રિજ ધરાશાયી થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.ભારે વરસાદ વરસતા પુલ વચ્ચેથી તૂટયો હોવાનું અધિકારીનું અનુમાન છે.


મોરબીમાં હોર્ડિંગ્સ ઉડયા

આજે ફરી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જામગનર,મોરબી અને અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. ગાજવીજ અને પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ ઉડી છે. ખાસ કરીને, મોરબીમાં જોરદાર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જેના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભારે પવન ફૂંકાવવાથી ઘણી જગ્યાએ પતરા ઉડી ગયા છે અને હોર્ડિંગ્સ પણ પવનમાં ઉડી ગયા છે. ભારે પવન ફૂંકાવવાની સાથે કરા સાથે ધોધમાર વરસાદની તસવીરો સામે આવી છે.

આ જિલ્લાઓમાં આજે છે રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.