Surat: ઈચ્છાપોરમાં નકલી સોનાનાં સિક્કા પધરાવી લાખોની છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ

સુરતના ઈચ્છાપોરમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં નકલી સોનાના સિક્કા પધરાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું કહી શકાય કે, મહિલા ટોળકી દ્વારા નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.છેતરપિંડી કરનાર ટોળકીની ધરપકડ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે, નકલી સોનાના સિક્કા પધરાવી છેતરપિંડી કરનાર એક પુરુષ સહિત 3 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ઇચ્છાપોરના પારસી પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયા હોવાનો માંલોઇ સામે આવ્યો હતો. જેમાં એક મહિલા ઠગ ટોળકીએ પારસી પરિવારના ઘરે ઘી વેચવા આવીને પરિવારને વિશ્વાસમાં લીધો હતો. પારસી પરિવારને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી ત્યારે દેવી પૂજક મહિલા ઘી વેચવા આવતા પારસી પરિવાર સાથે છ મહિનાથી પરિચયમાં આવી હતી. ત્યારે ટે મહિલાએ પારસી પરિવારને પહેલા 3 અસલી સોનાના સિક્કા બતાવ્યા જેની પારસી પરિવારે સોની પાસે તપાસ કરાવી હતી. ત્યારબાદ આ પારસી પરિવારને વિશ્વાસમાં લઈને આ મહિલાએ 17 લાખના નકલી સિક્કા પધરાવીને ભાગી ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે મહિલા ટોળકીને પકડી પાડી મહત્વનું કહી શકાય કે, ઇચ્છાપોર પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે સીસીટીવીમાં રિક્ષાના નંબરના આધારે મહિલા ટોળકીને પકડી પાડી હતી. જેમાં એક પુરુષ સહિત 3 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક રિક્ષા ચાલક, મુખ્ય સૂત્રધાર મહિલા ,તેની બહેન અને પડોસી સહિત 4ને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Surat: ઈચ્છાપોરમાં નકલી સોનાનાં સિક્કા પધરાવી લાખોની છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઈચ્છાપોરમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં નકલી સોનાના સિક્કા પધરાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું કહી શકાય કે, મહિલા ટોળકી દ્વારા નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

છેતરપિંડી કરનાર ટોળકીની ધરપકડ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, નકલી સોનાના સિક્કા પધરાવી છેતરપિંડી કરનાર એક પુરુષ સહિત 3 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ઇચ્છાપોરના પારસી પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થયા હોવાનો માંલોઇ સામે આવ્યો હતો. જેમાં એક મહિલા ઠગ ટોળકીએ પારસી પરિવારના ઘરે ઘી વેચવા આવીને પરિવારને વિશ્વાસમાં લીધો હતો.

પારસી પરિવારને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી

ત્યારે દેવી પૂજક મહિલા ઘી વેચવા આવતા પારસી પરિવાર સાથે છ મહિનાથી પરિચયમાં આવી હતી. ત્યારે ટે મહિલાએ પારસી પરિવારને પહેલા 3 અસલી સોનાના સિક્કા બતાવ્યા જેની પારસી પરિવારે સોની પાસે તપાસ કરાવી હતી. ત્યારબાદ આ પારસી પરિવારને વિશ્વાસમાં લઈને આ મહિલાએ 17 લાખના નકલી સિક્કા પધરાવીને ભાગી ગઈ હતી.

પોલીસે સીસીટીવીના આધારે મહિલા ટોળકીને પકડી પાડી

મહત્વનું કહી શકાય કે, ઇચ્છાપોર પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે સીસીટીવીમાં રિક્ષાના નંબરના આધારે મહિલા ટોળકીને પકડી પાડી હતી. જેમાં એક પુરુષ સહિત 3 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક રિક્ષા ચાલક, મુખ્ય સૂત્રધાર મહિલા ,તેની બહેન અને પડોસી સહિત 4ને ઝડપી પાડવામાં આવ્યા હતા.