સુરત પોલીસની મોટી કાર્યવાહી, 200થી વધુ દારુ પીધેલા આરોપીઓને ઝડપ્યા
31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાધાન થનગની રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં આ ઉજવણીમાં કોઈ મોટી દુર્ઘટના કે અણબનાવ ના બને તેના માટે પોલીસ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન સુરત પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી કરી છે.શહેરના અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરામાં પોલીસની કાર્યવાહી સુરત શહેર ઝોન -4 પોલીસે થર્ટી ફર્સ્ટને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી ઝોન-4 પોલીસે 200થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા અને પીધેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે 200થી વધુ ઈસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે ડાયમંડ નગરી સુરતમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે. સુરત શહેર SOGએ સર્ચ ઑપરેશન પણ હાથ ધર્યુ છે. શહેરના સાઈલન્ટ ઝોનમાં ડ્રોન કેમરા સાથે સર્ચ કર્યું છે. રિસોર્ટ, બંગલા, ટેરેસ, ફાર્મ હાઉસ પર નજર રાખવામાં આવી છે. શહેરમાં 4000 પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે, ત્યારે સુરતમાં 31મી ડિસેમ્બરે ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ક્લબોમાં થર્ટી ફર્સ્ટ પાર્ટીની તૈયારીઓ બીજી તરફ અમદાવાદમાં પણ ક્લબોમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓને લઈને તમામ તૈયારીઓ ચાલી રહી છે. DJની તાલે ઝૂમી યુવાનો જૂના વર્ષને અલવિદા કરશે, ત્યારે શહેરના તમામ ક્લબમાં તમામ નિયમોને આધારિત આયોજન કરાયું છે. ઈલેક્ટ્રિક સર્ટિ, ફાયર સર્ટિ, ટ્રાફિક નિયમો સાથેની તૈયારીઓ ક્લબ દ્વારા કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાર્કિંગની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ક્લબમાં સુરક્ષા વ્યવસ્થા માટે બાઉન્સરોને પણ સજ્જ કરાયા છે અને કોઈ ડ્રિંક કરીને ન આવે તે માટે બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી પોલીસ એક્શનમાં થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે. અરવલ્લી SPએ શામળાજી ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યુ છે. અણસોલ આંતરરાજ્ય ચેકપોસ્ટનું પણ એસપી દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. 39 ચેકપોસ્ટમાંથી આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ કાર્યરત છે. 520 કરતા વધુ પોલીસ સ્ટાફ ચેકપોસ્ટ પર કાર્યરત છે અને 74 બ્રેથ એનેલાઈઝર, બોડીવોર્ન કેમેરાથી તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાધાન થનગની રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં આ ઉજવણીમાં કોઈ મોટી દુર્ઘટના કે અણબનાવ ના બને તેના માટે પોલીસ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન સુરત પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી કરી છે.
શહેરના અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરામાં પોલીસની કાર્યવાહી
સુરત શહેર ઝોન -4 પોલીસે થર્ટી ફર્સ્ટને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી ઝોન-4 પોલીસે 200થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા અને પીધેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે 200થી વધુ ઈસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે ડાયમંડ નગરી સુરતમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે. સુરત શહેર SOGએ સર્ચ ઑપરેશન પણ હાથ ધર્યુ છે. શહેરના સાઈલન્ટ ઝોનમાં ડ્રોન કેમરા સાથે સર્ચ કર્યું છે. રિસોર્ટ, બંગલા, ટેરેસ, ફાર્મ હાઉસ પર નજર રાખવામાં આવી છે. શહેરમાં 4000 પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે, ત્યારે સુરતમાં 31મી ડિસેમ્બરે ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદમાં ક્લબોમાં થર્ટી ફર્સ્ટ પાર્ટીની તૈયારીઓ
બીજી તરફ અમદાવાદમાં પણ ક્લબોમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓને લઈને તમામ તૈયારીઓ ચાલી રહી છે. DJની તાલે ઝૂમી યુવાનો જૂના વર્ષને અલવિદા કરશે, ત્યારે શહેરના તમામ ક્લબમાં તમામ નિયમોને આધારિત આયોજન કરાયું છે. ઈલેક્ટ્રિક સર્ટિ, ફાયર સર્ટિ, ટ્રાફિક નિયમો સાથેની તૈયારીઓ ક્લબ દ્વારા કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાર્કિંગની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ક્લબમાં સુરક્ષા વ્યવસ્થા માટે બાઉન્સરોને પણ સજ્જ કરાયા છે અને કોઈ ડ્રિંક કરીને ન આવે તે માટે બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે.
થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી પોલીસ એક્શનમાં
થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે. અરવલ્લી SPએ શામળાજી ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યુ છે. અણસોલ આંતરરાજ્ય ચેકપોસ્ટનું પણ એસપી દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. 39 ચેકપોસ્ટમાંથી આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ કાર્યરત છે. 520 કરતા વધુ પોલીસ સ્ટાફ ચેકપોસ્ટ પર કાર્યરત છે અને 74 બ્રેથ એનેલાઈઝર, બોડીવોર્ન કેમેરાથી તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.