Vav: ભારત માલા હાઇવે પર લક્ઝરી-ટેન્કર અથડાયાં, 3નાં મોત, 20થી વધુ ઘાયલ

નવા બનાવાયેલા ભારત માલા સિક્સલેન હાઇવે પર નવા વર્ષની સવાર પહેલાં રાત્રીના સમયે એક ખાનગી લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, સુઇગામ તાલુકાના સોનેથ ગામ નજીક સર્જાયેલ આ ગોઝારા અકસ્માતમાં ખાનગી લકઝરીનો ખુદડો બોલી ગયો હતો.પોલીસ કર્મીઓએ કચ્ચરઘાણ વળી ગયેલ લકઝરી માંથી ઘાયલોને બહાર કાઢી 7 જેટલી 108 એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમાં 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.રાજસ્થાનથી જામનગર લકઝરી ગાડીમાં 25 જેટલા મુસાફરો ભરી જઈ રહી હતી,ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટેન્કર ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માત એટલો ભયંકર હતો કે રાત્રીના અંધકારમાં મોતની ચિચિયારીઓથી ભારત માલા ગુંજી ઉઠયો હતો,જોકે પોલીસ થર્ટી ફસ્ટને લઈ પેટ્રોલિંગમાં હોઈ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરતાં ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, અકસ્માતમાં લકઝરી ચાલક અને અન્ય બે મુસાફરોના મોત નીપજ્યાં છે, અકસ્માતમાં પુનમારામ ભોમાંરામ જાટ (રહે. ખાટું પચપાદરા બલોતરા), સુરેશકુમાર હનુમાનરામ જાટ (રહે. ખાટું પચપાદરા બલોતરા), લીખમારામ જુજારામ જાટ (રહે. ધોળાડેર ખરનડીયા તા. બાયતું બાડમેર)ના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 20થી વધુ ઘાયલો ને ભાભર, થરાદ, ડીસા સહિતની હોસ્પિટલોમાં ખસેડાયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે ભારત માલા હાઇવે બન્યા ને એક વરસ ઉપરાંત સમય થયો હોવા છતાં તેનું હજુ કાયદેસર ઉઘ્દાટન થયું ન હોવા છતાં વાહનોથી ભારત માલા ધમધમી રહ્યો છે, હાઇવે પર અનેક જગ્યાએ રોડ તૂટી જતા કોન્ટ્રાકટર દ્વારા તેનું સમારકામ કરાયું છે. પોતાની ભૂલ છુપાવવા ભારત માલા ને વાહનો માટે ખુલ્લો મુકાયો છે. જેમાં ડાયરેક્શન વગર આડેધડ વાહનો દોડતા હોઈ અગાઉ પણ બેથી ત્રણ જગ્યાએ અકસ્માતની ઘટના બની ચૂકી છે.

Vav: ભારત માલા હાઇવે પર લક્ઝરી-ટેન્કર અથડાયાં, 3નાં મોત, 20થી વધુ ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવા બનાવાયેલા ભારત માલા સિક્સલેન હાઇવે પર નવા વર્ષની સવાર પહેલાં રાત્રીના સમયે એક ખાનગી લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, સુઇગામ તાલુકાના સોનેથ ગામ નજીક સર્જાયેલ આ ગોઝારા અકસ્માતમાં ખાનગી લકઝરીનો ખુદડો બોલી ગયો હતો.

પોલીસ કર્મીઓએ કચ્ચરઘાણ વળી ગયેલ લકઝરી માંથી ઘાયલોને બહાર કાઢી 7 જેટલી 108 એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમાં 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.રાજસ્થાનથી જામનગર લકઝરી ગાડીમાં 25 જેટલા મુસાફરો ભરી જઈ રહી હતી,ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટેન્કર ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માત એટલો ભયંકર હતો કે રાત્રીના અંધકારમાં મોતની ચિચિયારીઓથી ભારત માલા ગુંજી ઉઠયો હતો,જોકે પોલીસ થર્ટી ફસ્ટને લઈ પેટ્રોલિંગમાં હોઈ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરતાં ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, અકસ્માતમાં લકઝરી ચાલક અને અન્ય બે મુસાફરોના મોત નીપજ્યાં છે, અકસ્માતમાં પુનમારામ ભોમાંરામ જાટ (રહે. ખાટું પચપાદરા બલોતરા), સુરેશકુમાર હનુમાનરામ જાટ (રહે. ખાટું પચપાદરા બલોતરા), લીખમારામ જુજારામ જાટ (રહે. ધોળાડેર ખરનડીયા તા. બાયતું બાડમેર)ના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 20થી વધુ ઘાયલો ને ભાભર, થરાદ, ડીસા સહિતની હોસ્પિટલોમાં ખસેડાયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે ભારત માલા હાઇવે બન્યા ને એક વરસ ઉપરાંત સમય થયો હોવા છતાં તેનું હજુ કાયદેસર ઉઘ્દાટન થયું ન હોવા છતાં વાહનોથી ભારત માલા ધમધમી રહ્યો છે, હાઇવે પર અનેક જગ્યાએ રોડ તૂટી જતા કોન્ટ્રાકટર દ્વારા તેનું સમારકામ કરાયું છે. પોતાની ભૂલ છુપાવવા ભારત માલા ને વાહનો માટે ખુલ્લો મુકાયો છે. જેમાં ડાયરેક્શન વગર આડેધડ વાહનો દોડતા હોઈ અગાઉ પણ બેથી ત્રણ જગ્યાએ અકસ્માતની ઘટના બની ચૂકી છે.