Suratના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે મુસાફરોનું ઉમટયું માનવ મહેરામણ
દિવાળીને લઈ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે.ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારૂ ઉભરાઈ ગયું છે.છઠ પૂજા માટે યૂપી, બિહાર જવા માટે ભારે ભીડ ઉમટી રહી છે.હજારો લોકો ઉધના રેલવે સ્ટેશન પર એકઠા થયા છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યાં છે.ઉધના પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે,તો પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડયો હતો તેવી વાત સામે આવી છે.ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડયું છે,વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે,લોકલ ડબ્બામાં બેસવા માટે તેમજ ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની ભીડ જોવા મળી છે.પર પ્રાંતિયો પોતાના વતન જવા માટે ટ્રેનમાં બેસવા પડાપડી કરી રહ્યાં છે.પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે સાથે સાથે પોલીસે વ્યવસ્થા પણ કરી છે,ગયા વર્ષે સુરત રેલવે સ્ટેશન પર ભીડમાં મુસાફરનું મોત નિપજયું હતુ ત્યારબાદ આ વર્ષે પોલીસ સતર્ક બની છે. મુસાફરોને પડે છે તકલીફ તહેવારોની સિઝનમાં દેશના વિવિધ શહેરોમાંથી યુપી-બિહાર જનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળે છે. આમાંના મોટાભાગના લોકો તેમના ઘરે પહોંચવા માટે ટ્રેનો પર નિર્ભર છે. પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરમિયાન સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિશેષ ટ્રેનો દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે આ તહેવારની સિઝનમાં વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, ભારતીય રેલવે દ્વારા છઠ અને દિવાળીના અવસર પર લગભગ 7300 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 4500 વિશેષ ટ્રેનો હતી. વધારાના કોચ પણ મૂકાયા મુસાફરોને સુવિધા આપવા અને મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, આ વર્ષે પશ્ચિમ રેલ્વે દિવાળી/છઠ પૂજા તહેવારોની સિઝન દરમિયાન ઉત્તર પ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ અને ઉડીસા સહિતના વિવિધ સ્થળોએ લગભગ 280 વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. આ વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા આ સ્થળોએ ચલાવવામાં આવતી નિયમિત ટ્રેનો ઉપરાંત છે. મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરવામાં આવી રહ્યા છે.1 નવેમ્બર 2024ના રોજ, પશ્ચિમ રેલવેએ 17 વિશેષ ટ્રેનો દોડાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીને લઈ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે.ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારૂ ઉભરાઈ ગયું છે.છઠ પૂજા માટે યૂપી, બિહાર જવા માટે ભારે ભીડ ઉમટી રહી છે.હજારો લોકો ઉધના રેલવે સ્ટેશન પર એકઠા થયા છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યાં છે.ઉધના પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે,તો પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડયો હતો તેવી વાત સામે આવી છે.
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડયું છે,વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે,લોકલ ડબ્બામાં બેસવા માટે તેમજ ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની ભીડ જોવા મળી છે.પર પ્રાંતિયો પોતાના વતન જવા માટે ટ્રેનમાં બેસવા પડાપડી કરી રહ્યાં છે.પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે સાથે સાથે પોલીસે વ્યવસ્થા પણ કરી છે,ગયા વર્ષે સુરત રેલવે સ્ટેશન પર ભીડમાં મુસાફરનું મોત નિપજયું હતુ ત્યારબાદ આ વર્ષે પોલીસ સતર્ક બની છે.
મુસાફરોને પડે છે તકલીફ
તહેવારોની સિઝનમાં દેશના વિવિધ શહેરોમાંથી યુપી-બિહાર જનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળે છે. આમાંના મોટાભાગના લોકો તેમના ઘરે પહોંચવા માટે ટ્રેનો પર નિર્ભર છે. પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરમિયાન સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિશેષ ટ્રેનો
દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે આ તહેવારની સિઝનમાં વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, ભારતીય રેલવે દ્વારા છઠ અને દિવાળીના અવસર પર લગભગ 7300 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 4500 વિશેષ ટ્રેનો હતી.
વધારાના કોચ પણ મૂકાયા
મુસાફરોને સુવિધા આપવા અને મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, આ વર્ષે પશ્ચિમ રેલ્વે દિવાળી/છઠ પૂજા તહેવારોની સિઝન દરમિયાન ઉત્તર પ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ અને ઉડીસા સહિતના વિવિધ સ્થળોએ લગભગ 280 વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. આ વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા આ સ્થળોએ ચલાવવામાં આવતી નિયમિત ટ્રેનો ઉપરાંત છે. મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરવામાં આવી રહ્યા છે.1 નવેમ્બર 2024ના રોજ, પશ્ચિમ રેલવેએ 17 વિશેષ ટ્રેનો દોડાવી હતી.