Ahmedabad દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું: AQI 163 પણ ગ્યાસપુરનો 326

WHOની ગાઇડલાઇન કરતાં શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત!સવારે 9 વાગ્યે AQI 55 હતો તે રાત્રે 9 વાગ્યે ત્રણ ગણો વધીને 163 ઉપર આવી ગયો ગ્યાસપુર વિસ્તારમાં 326 AQI સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ બુધવારે સાંજથી અચાનક જ અમદાવાદની અને ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાં પદૂષણનું સ્તર ભયાનક સ્તરે વધી ગયું હતું.એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) વેબસાઇટ પ્રમાણે સવારે 9 કલાકે અમદાવાદમાં હવાની ક્વોલિટી 55 હતી તે સાંજે 6 વાગતા સુધીમાં AQI વધીને 126 અને રાત્રીના 9 વાગતા સુધીમાં હવાનું સ્તર વધુ ખરાબ થઇને 163 થઇ ગયું હતું.આ હિસાબે બુધવારે સાંજે અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદુષિત શહેર બન્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત જોવા મળી હતી. આ અંગે AMCના ફાયર વિભાગે એક યાદીમાં કહ્યું હતું કે, સરખેજ સાબર હોટલ પાસે, YMCA ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવ્યો હતો તેના કારણે ધુમાડો થયો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું હતું. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હવાના પ્રદુષણનું સ્તર જોઈએ તો ગ્યાસપુર વિસ્તારમાં 326 AQI સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ છે. તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે 220, સોની ચાલી વિસ્તારમાં હવાની ક્વોલિટી 210 અને બોડકદેવ, રામદેવનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું હતું. આવી સ્થિતિમાં શું કરવું? અમદાવાદમાં હવાનું જે સ્તર છે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે અને આ સ્થિતિમાં જો તકેદારી રાખવામાં ન આવે તો સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે હવામાં પ્રદૂષણનું સ્તર વધારે હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ્, આંખોમાં બળતરા, માથું દુખવું જેવી પરેશાનીઓ આવી શકે છે. આ સ્થિતિમાં વાહન ચલાવતી વખતે અને મુસાફરી કરતા હોય ત્યારે માસ્ક અને ચશ્માં પહેરવા જોઈએ. આ ઉપરાંત શક્ય હોય તો ઘરમાં જ રહેવું અને ઘરના દરવાજા તેમજ બારીઓ બંધ રાખવા, બાળકોને ઘરમાં રાખવા જોઈએ.

Ahmedabad દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું: AQI 163 પણ ગ્યાસપુરનો 326

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • WHOની ગાઇડલાઇન કરતાં શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત!
  • સવારે 9 વાગ્યે AQI 55 હતો તે રાત્રે 9 વાગ્યે ત્રણ ગણો વધીને 163 ઉપર આવી ગયો
  • ગ્યાસપુર વિસ્તારમાં 326 AQI સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ

બુધવારે સાંજથી અચાનક જ અમદાવાદની અને ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાં પદૂષણનું સ્તર ભયાનક સ્તરે વધી ગયું હતું.એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) વેબસાઇટ પ્રમાણે સવારે 9 કલાકે અમદાવાદમાં હવાની ક્વોલિટી 55 હતી તે સાંજે 6 વાગતા સુધીમાં AQI વધીને 126 અને રાત્રીના 9 વાગતા સુધીમાં હવાનું સ્તર વધુ ખરાબ થઇને 163 થઇ ગયું હતું.

આ હિસાબે બુધવારે સાંજે અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદુષિત શહેર બન્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન કરતા શહેરની હવા પાંચ ગણી વધુ પ્રદૂષિત જોવા મળી હતી. આ અંગે AMCના ફાયર વિભાગે એક યાદીમાં કહ્યું હતું કે, સરખેજ સાબર હોટલ પાસે, YMCA ક્લબ પાછળ અને સનાથલ બ્રિજ નીચે કચરો સળગાવવામાં આવ્યો હતો તેના કારણે ધુમાડો થયો અને તે હવામાં ભળતા આ વિસ્તારમાં પ્રદૂષણ વધ્યું હતું.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હવાના પ્રદુષણનું સ્તર જોઈએ તો ગ્યાસપુર વિસ્તારમાં 326 AQI સાથે સૌથી ખરાબ હવા નોંધાઈ છે. તેવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પાસે 220, સોની ચાલી વિસ્તારમાં હવાની ક્વોલિટી 210 અને બોડકદેવ, રામદેવનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં સરેરાશ 150-200 સુધી AQI નોંધાયું હતું.

આવી સ્થિતિમાં શું કરવું?

અમદાવાદમાં હવાનું જે સ્તર છે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે અને આ સ્થિતિમાં જો તકેદારી રાખવામાં ન આવે તો સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે હવામાં પ્રદૂષણનું સ્તર વધારે હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ્, આંખોમાં બળતરા, માથું દુખવું જેવી પરેશાનીઓ આવી શકે છે. આ સ્થિતિમાં વાહન ચલાવતી વખતે અને મુસાફરી કરતા હોય ત્યારે માસ્ક અને ચશ્માં પહેરવા જોઈએ. આ ઉપરાંત શક્ય હોય તો ઘરમાં જ રહેવું અને ઘરના દરવાજા તેમજ બારીઓ બંધ રાખવા, બાળકોને ઘરમાં રાખવા જોઈએ.