Surendranagar: દેરાવાસી જૈનોના આજથી અને સ્થાનકવાસી જૈનોના રવિવારથી પર્યુષણ પર્વની શરૂઆત
તપ-આરાધના થકી કર્મો ખપાવવાનું પર્વ એટલે પર્યુષણ મહાપર્વજિનાલય અને ઉપાશ્રાયોમાં વ્યાખ્યાન, જાપ, સામાયિક સહિતની આરાધના થશે જૈન શ્રાવક-શ્રાવીકાઓ તપ અને ધર્મ આરાધના કરી કર્મોની નીર્ઝરા કરશે જૈનોના મહાપર્વ એવા પર્યુષણ મહાપર્વનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આઠ દિવસ ચાલનારા આ પર્વમાં જૈન શ્રાવક-શ્રાવીકાઓ તપ અને ધર્મ આરાધના કરી કર્મોની નીર્ઝરા કરશે. વહેલી સવારથી સાંજ સુધી જિનાલયો અને ઉપાશ્રાયોમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. પર્યુષણ મહાપર્વના અંતીમ દિવસે સંવત્સરી પર્વે જૈનો મહાપ્રતિક્રમણ કરી જગતના 84 લાખ જીવોની ક્ષમાયાચના પણ કરશે. જૈન ધર્મમાં ઓળી, આઠમ, પાખી જેવા અનેક પર્વ આવે છે. પરંતુ પર્યુષણ પર્વને મહાપર્વ ગણવામાં આવે છે. જયોતીષ શાસ્ત્ર મુજબ વર્ષમાં એકવાર સુર્ય અને ચંદ્ર પોતાના સ્વગૃહમાં આવે છે. આ સમયગાળામાં આવતા પર્યુષણ મહાપર્વના દિવસોમાં તપ અને આરાધના કરવાથી તેનો વિશેષ લાભ મળે છે. દેરાવાસી અને સ્થાનકવાસી જૈનોના આ વર્ષે પર્યુષણ એક દિવસ આગળ-પાછળ શરૂ થાય છે. આજે તા. 31મી ઓગસ્ટ અને શનિવારથી દેરાવાસી જૈનોના પર્યુષણ મહાપર્વની શરૂઆત થનાર છે. જયારે તા. 1લી સપ્ટેમ્બરથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વ શરૂ થશે. આજથી જીનાલયોમાં પ્રભુજીની પ્રતીમાને આંગી કરવામાં આવશે. શ્રાવકો પ્રભુજીની પુજા કરી સ્તવનગાન કરશે. જયારે ગુરૂ ભગવંતોના મુખેથી પ્રભુ મહાવીરની વાણીનું શ્રાવણ, ભકતામર સ્તોત્રનું ગાન, સામાયીક, પ્રતીક્રમણ, નવકાર મંત્રના જાપ સહિતની ધર્મ આરાધનાઓ થશે. મૂળી તાલુકાના સરા ગામે પર્યુષણ પર્વને લઈને જૈનોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે સરામાં પણ શ્રાવકો તપ આરાધના કરી પર્યુષણ પર્વની ઉજવણી કરનાર હોવાનું પરીમલભાઈ પરીખે જણાવ્યુ હતુ. સુરેન્દ્રનગરના વાસુપુજય જિનાલય, વિમલનાથ જિનાલય, કેરી બજાર ઉપાશ્રાય, સરદાર સોસાયટી ઉપાશ્રાય, સર્વોદય ઉપાશ્રાય, મહાવીરાલય, જોરાવનગર, વઢવાણ સહીતના ઉપાશ્રાયોમાં શ્રાવક-શ્રાવીકાઓ મોટીસંખ્યામાં જોડાઈને એક ઉપવાસથી લઈને માસ ક્ષમણ સુધીની તપૃર્યા કરશે. પર્યુષણ મહાપર્વના અંતીમ દિવસે સંવત્સરી પર્વે જૈનો મહા પ્રતીક્રમણ કરી 84 લાખ જીવોની ક્ષમાયાચના કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- તપ-આરાધના થકી કર્મો ખપાવવાનું પર્વ એટલે પર્યુષણ મહાપર્વ
- જિનાલય અને ઉપાશ્રાયોમાં વ્યાખ્યાન, જાપ, સામાયિક સહિતની આરાધના થશે
- જૈન શ્રાવક-શ્રાવીકાઓ તપ અને ધર્મ આરાધના કરી કર્મોની નીર્ઝરા કરશે
જૈનોના મહાપર્વ એવા પર્યુષણ મહાપર્વનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આઠ દિવસ ચાલનારા આ પર્વમાં જૈન શ્રાવક-શ્રાવીકાઓ તપ અને ધર્મ આરાધના કરી કર્મોની નીર્ઝરા કરશે.
વહેલી સવારથી સાંજ સુધી જિનાલયો અને ઉપાશ્રાયોમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. પર્યુષણ મહાપર્વના અંતીમ દિવસે સંવત્સરી પર્વે જૈનો મહાપ્રતિક્રમણ કરી જગતના 84 લાખ જીવોની ક્ષમાયાચના પણ કરશે.
જૈન ધર્મમાં ઓળી, આઠમ, પાખી જેવા અનેક પર્વ આવે છે. પરંતુ પર્યુષણ પર્વને મહાપર્વ ગણવામાં આવે છે. જયોતીષ શાસ્ત્ર મુજબ વર્ષમાં એકવાર સુર્ય અને ચંદ્ર પોતાના સ્વગૃહમાં આવે છે. આ સમયગાળામાં આવતા પર્યુષણ મહાપર્વના દિવસોમાં તપ અને આરાધના કરવાથી તેનો વિશેષ લાભ મળે છે. દેરાવાસી અને સ્થાનકવાસી જૈનોના આ વર્ષે પર્યુષણ એક દિવસ આગળ-પાછળ શરૂ થાય છે. આજે તા. 31મી ઓગસ્ટ અને શનિવારથી દેરાવાસી જૈનોના પર્યુષણ મહાપર્વની શરૂઆત થનાર છે. જયારે તા. 1લી સપ્ટેમ્બરથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વ શરૂ થશે. આજથી જીનાલયોમાં પ્રભુજીની પ્રતીમાને આંગી કરવામાં આવશે. શ્રાવકો પ્રભુજીની પુજા કરી સ્તવનગાન કરશે. જયારે ગુરૂ ભગવંતોના મુખેથી પ્રભુ મહાવીરની વાણીનું શ્રાવણ, ભકતામર સ્તોત્રનું ગાન, સામાયીક, પ્રતીક્રમણ, નવકાર મંત્રના જાપ સહિતની ધર્મ આરાધનાઓ થશે. મૂળી તાલુકાના સરા ગામે પર્યુષણ પર્વને લઈને જૈનોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે સરામાં પણ શ્રાવકો તપ આરાધના કરી પર્યુષણ પર્વની ઉજવણી કરનાર હોવાનું પરીમલભાઈ પરીખે જણાવ્યુ હતુ. સુરેન્દ્રનગરના વાસુપુજય જિનાલય, વિમલનાથ જિનાલય, કેરી બજાર ઉપાશ્રાય, સરદાર સોસાયટી ઉપાશ્રાય, સર્વોદય ઉપાશ્રાય, મહાવીરાલય, જોરાવનગર, વઢવાણ સહીતના ઉપાશ્રાયોમાં શ્રાવક-શ્રાવીકાઓ મોટીસંખ્યામાં જોડાઈને એક ઉપવાસથી લઈને માસ ક્ષમણ સુધીની તપૃર્યા કરશે. પર્યુષણ મહાપર્વના અંતીમ દિવસે સંવત્સરી પર્વે જૈનો મહા પ્રતીક્રમણ કરી 84 લાખ જીવોની ક્ષમાયાચના કરશે.