Suratના બોગસ તબીબ કૌંભાડમાં મોટો ખુલાસો, રશેષ ગુજરાતી ગર્ભપાતના પાપનો પણ ભાગીદાર
સુરતના બોગસ તબીબ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે,જેમાં મુખ્ય આરોપી રશેષ ગુજરાતીનો ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો છે,રશેષ ગર્ભપાતના અધમ પાપનો પણ ભાગીદાર છે,આ રશેષ સગીરાના ગર્ભપાતને લઈ ભોગવી ચુક્યો છે જેલ તો રશેષને ગર્ભપાતને લઈ 3 વર્ષની જેલની સજા થઈ હતી સાથે સાથે સુરતના ગોપીપુરામાં ક્લિનિક ચલાવતો હતો રશેષ મહત્વની વાત તો એ છે કે,રશેષ સામે પોક્સો સહિત 5 ગુના નોંધાયેલા છે અને પલસાણા પોલીસમથકે પોક્સો, દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે.ગુનાહિત ઈતિહાસ ધરાવે છે રશેષ રશેષની માનસિકતા પહેલેથી ગુનાહિત છે,વર્ષ 2006માં અપહરણ અને ધમકીનો લીંબાયત પોલીસમાં ગુનો નોંધાયો હતો તો અઠવાલાઈન્સ પોલીસમથકમાં પણ 2 ગુના નોંધાયેલા છે.રશેષ સામે વર્ષ 2002માં ચોરી અને 2004માં મારપીટનો ગુનો નોંધાયો છે,આરોપી ડો. રાવત સામે પણ રાજકોટમાં એક ગુનો નોંધાયો છે.આરોપી રસેશ ગુજરાતી પોલીસ ચોપડે રીઢો આરોપી નીકળ્યો છે અને બોગસ સર્ટિફિકેટ આપી તબીબો બનવાનું કૌભાંડ પણ રશેષે જ કર્યુ છે. રશેષ કોંગ્રેસનો કાર્યકર છે સુરતમાં 75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનુ ચલાવવાના બોગસ ડોક્ટરોના મસમોટા કૌંભાડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે દરોડા પાડીને 10 બોગસ ડોક્ટર પકડી પાડ્યા છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. તેણે બોગસ ડિગ્રીઓ વહેંચી હતી. હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2019માં રશેષ ગુજરાતીની કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણુંક કરાઇ હતી.રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડો. રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરી હતી. તેની સાથે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના બોગસ તબીબ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે,જેમાં મુખ્ય આરોપી રશેષ ગુજરાતીનો ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો છે,રશેષ ગર્ભપાતના અધમ પાપનો પણ ભાગીદાર છે,આ રશેષ સગીરાના ગર્ભપાતને લઈ ભોગવી ચુક્યો છે જેલ તો રશેષને ગર્ભપાતને લઈ 3 વર્ષની જેલની સજા થઈ હતી સાથે સાથે સુરતના ગોપીપુરામાં ક્લિનિક ચલાવતો હતો રશેષ મહત્વની વાત તો એ છે કે,રશેષ સામે પોક્સો સહિત 5 ગુના નોંધાયેલા છે અને પલસાણા પોલીસમથકે પોક્સો, દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવે છે રશેષ
રશેષની માનસિકતા પહેલેથી ગુનાહિત છે,વર્ષ 2006માં અપહરણ અને ધમકીનો લીંબાયત પોલીસમાં ગુનો નોંધાયો હતો તો અઠવાલાઈન્સ પોલીસમથકમાં પણ 2 ગુના નોંધાયેલા છે.રશેષ સામે વર્ષ 2002માં ચોરી અને 2004માં મારપીટનો ગુનો નોંધાયો છે,આરોપી ડો. રાવત સામે પણ રાજકોટમાં એક ગુનો નોંધાયો છે.આરોપી રસેશ ગુજરાતી પોલીસ ચોપડે રીઢો આરોપી નીકળ્યો છે અને બોગસ સર્ટિફિકેટ આપી તબીબો બનવાનું કૌભાંડ પણ રશેષે જ કર્યુ છે.
રશેષ કોંગ્રેસનો કાર્યકર છે
સુરતમાં 75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનુ ચલાવવાના બોગસ ડોક્ટરોના મસમોટા કૌંભાડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે દરોડા પાડીને 10 બોગસ ડોક્ટર પકડી પાડ્યા છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. તેણે બોગસ ડિગ્રીઓ વહેંચી હતી. હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2019માં રશેષ ગુજરાતીની કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણુંક કરાઇ હતી.રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.
1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા
સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડો. રશેષ ગુજરાતીની પણ ધરપકડ કરી હતી. તેની સાથે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે.