Ahmedabad પામસ્પિંગ રિયાલીટીના સંચાલક સહિત 4 સામે CID ક્રાઈમમાં ફરિયાદ

Feb 12, 2025 - 02:00
Ahmedabad પામસ્પિંગ રિયાલીટીના સંચાલક સહિત 4 સામે CID ક્રાઈમમાં ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાડજની 200 કરોડની 17705 ચો.મીટર જમીનના વિવાદને લઈને પામ સ્પિંગ રિયાલિટીના સંચાલક સહિત ચાર જણા સામે સીઆઈડી ક્રાઈમમાં મંગળવારે ગુનો દાખલ થયો છે.

ફરિયાદમાં આરોપીઓએ કોર્ટ મેટર ચાલુ હોવા છતાં લીઝ પેન્ડન્સી રદ કરવાનો ખોટી રીતે લેખ તૈયાર કરી ટાઈટલ ક્લિયર મેળવીને જમીનમાં બાંધકામ શરૂ કર્યું હતું. સીઆઈડી ક્રાઈમે ફરિયાદીની રજૂઆતને પગલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઉસ્માનપુરામાં રહેતાં અને એસ્ટેટ બ્રોકર તરીકે કાર્યરત 65 વર્ષીય મનોજ તેજુમલ ખન્નાએ સીઆઈડી ક્રાઈમમાં ચાર જણા સામે ફરિયાદ કરી છે. જેને લઈને પામ સ્પ્રીંગ રિયાલિટી એલ.એલ.પીના વહીવટકર્તા રાજનભાઈ વિમલભાઈ શાહ રહે, શારદાકુંજ સોસાયટી, વિકાસગૃહ પાસે, અમદાવાદ, સુકેતુ સુમતીલાલ શાહ રહે, આર્યમાન બંગલો, થલતેજ શીલજ રોડ, શીલજ, રિશીલ સુકેતુ શાહ અને યોગેશ ગુણવંતભાઈ ભટ્ટ રહે, નારાયણ કોમ્પ્લેક્ષ, હેવમોર રેસ્ટોરન્ટની સામે, નવરંગપુરા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ 1995માં મનોજ ખન્નાએ વાડજ ગામની સર્વ નંબર-451ની 177705 ચો.મી. જમીન મૂળ માલિક ઈશ્વરલાલ પ્રજાપતિ પાસેથી 31.50 લાખમાં વેચાણ કરારથી ખરીદી હતી. જે તે સમયે એએમસીનું હાઉસિંગનું રિર્ઝવેશન ચાલતું હોવાથી દસ્તાવેજ થયો ન હતો. તે સમયે જમીનના 7-12ના ઉતારામાં મેરાભાઈ ભરવાડના વારસદાર ચીનુભાઈ મેરાભાઈ અને અન્યના નામ ખોટી રીતે ચડેલા હતા. 2001માં આ જમીન ચીનુભાઈ મેરાભાઈએ અશોક વાટિકા કો.ઓ.સોસાયટીને વેચાણ કરી હતી.

2006માં ફરિયાદીએ સીટી સીવીલ કોર્ટ ભદ્ર ખાતે જમીનના મૂળ માલિકના પત્ની ચંપાબહેન પ્રજાપતિ અને અશોક વાટિકા સોસાયટીના હોદ્દેદારો સામે દાવો દાખલ કર્યો હતો. આ દાવાને પગલે કોર્ટના હુકમથી ફરિયાદીએ સબ રજીસ્ટ્રાર માં લીઝ પેન્ડન્સી નોંધ 2006માં કરાવી હતી. આ મામલે સ્પિંગ રિયાલીટીના ઓથોરાઈઝ તેમજ અશોક વાટીકાના હોદ્દેદારોએ અંદરોઅંદર સમાધાન કરી યોગેશ ભટ્ટે આ જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરી લીધો હતો. જે દસ્તાવેજ રદ કરવા દાવો દાખલ કરી કોર્ટમાં દાદ માંગી તે દાવો નામદાર કોર્ટમાં ચાલુ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. 2019માં જમીનનું ટાઈટલ કલીયર લેવા માટે ડી.વી.દેસાઈ એન્ડ કુ.દ્વારા જાહેરાત આપતા ફરિયાદીએ વાંધા અરજી આપી હતી.

આ વાંધાને અવગણીને પામ સ્પ્રીંગ રિયાલીટી પ્રા.લી.ના હોદ્દેદાર વતી રાજન વીમલ શાહ, સુકેતુ સુમતીલાલ શાહ, રીશીલ સુકેતુ શાહ અને યોગેશ ગુણંવત ભટ્ટ તથા અન્ય લોકોએ ભેગા મળીને ફરિયાદીની લીઝ પેન્ડન્સી રદ કરવાના બદ ઈરાદે બનાવટી રદ્દીકરણ લેખ તૈયાર જેમાં ભળતી ખોટી સાચી હકીક્ત જણાવી હતી. ફરિયાદીના દાવાની રજીસ્ટ્રાર ઓફીસ અમદાવાદમાં લીઝ પેન્ડન્સીની એન્ટ્રી સામે રદ્દીકરણની નોંધની એન્ટ્રી કરી તેણે ખોટી રીતે પૂર્ણ થઈ ગયેલ જાહેર કરી ચાલુ દાવાની નકલ સાથે જોડી સબ રજિસ્ટારના મેળાપીપણામાં સદર લીઝ પેન્ડન્સી રદ કરાવી દીધેલ હોવાનો આક્ષેપ ફરિયાદમાં છે. લીઝ પેન્ડન્સી રદ થયા બાદ તત્કાલ ટાટઈલ કલીયર લઈ આરોપીઓેએ ફરિયાદીની હક્કની જમીન પર બાંધકામ ચાલુ કરી પામ પેરેડાઈઝ નામની સ્કીમ બનાવી દીધી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0