Gujarat : આજે દેશભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરાશે, વાંચો Story

દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માં ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા દેશભરમાં ૦૭ ડિસેમ્બરના રોજ “સશસ્ત્ર સેના ધ્વજ દિન” (Armed Forces Flag Day)ની ઉજવણી કરવામાં આવે છે. આપણે આજે દેશમાં સહી સલામત છીએ, કારણ કે દુર્ગમ સ્થિતિમાં કષ્ટ વેઠીને દેશની સરહદોની રક્ષા સૈન્યના જવાનો કરે છે. આ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સહયોગી થવું એ નાગરિકોની નૈતિક ફરજ છે. ચાલો જાણીએ, સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીની શરૂઆત અને તેનું મહત્વ ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ, સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ. ૨૮ ઓગસ્ટ, ૧૯૪૯ ના રોજ, સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે ૭ ડિસેમ્બરે ધ્વજ દિવસ મનાવવાનું નક્કી કર્યું.સશસ્ત્ર સેનાનો ધ્વજ યુનાઇટેડ કિંગડમના સંરક્ષણ મંત્રાલય જેવો જ છે, જેનો સૌપ્રથમ ઉપયોગ ૧૯૫૬માં સાથી કોમનવેલ્થ સભ્યો સાયપ્રસ, ભારત, કેન્યા અને નાઇજીરીયા દ્વારા કરવામાં આવ્યો હતો. ધ્વજ દિવસ મનાવવા પાછળનો વિચાર સામાન્ય લોકોને ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરીને તેના બદલામાં નાગરિકો પાસેથી દાન એકત્રિત કરવાનો હતો. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ ધ્વજ દિવસની ઉજવણી માટેનો અન્ય એક હેતુ હતો. ભંડોળ સંગ્રહનું સંચાલન વર્ષ ૧૯૯૩માં ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા સંબંધિત કલ્યાણ ભંડોળને એક સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ફંડમાં એકીકૃત કરવામાં આવ્યું. આ એકીકૃત ભંડોળમાં નીચે મુજબના ભંડોળનો સમાવેશ થાય છે.યુદ્ધ પીડિત, યુદ્ધ અક્ષમ અને અન્ય ભૂતપૂર્વ સૈનિકો/સેવા કરતા કર્મચારીઓ માટે એકીકૃત વિશેષ ભંડોળ,ધ્વજ દિવસ ભંડોળ,સંત ડનસ્ટાન્સ (ભારત) અને કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ,ભારતીય ગોરખા ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ નિધિ.કેન્દ્રિય સૈનિક બોર્ડ કે જે સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ છે, તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ સંગ્રહનું સંચાલન કરવામાં આવે છે. સંગ્રહનું આયોજન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સત્તાવાર અને બિન-સત્તાવાર માધ્યમો દ્વારા કરવામાં આવે છે.૩૯૨ જિલ્લા સૈનિક બોર્ડ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોનું કલ્યાણ એ કેન્દ્ર સરકાર તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંયુક્ત જવાબદારી છે. કેન્દ્રમાં કેન્દ્રિય સૈનિક બોર્ડની જેમ, રાજ્ય/જિલ્લા સૈનિક બોર્ડ તેમના સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/જિલ્લાઓમાં રહેતા ભૂતપૂર્વ સૈનિકો, વિધવાઓ અને તેમના આશ્રિતો માટે નીતિ ઘડતર અને પુનર્વસન અને કલ્યાણ યોજનાઓના અમલીકરણ માટે જવાબદાર છે. આ સંબંધમાં કેન્દ્ર સરકારને મદદ કરવા માટે, દેશમાં ૩૨ રાજ્ય સૈનિક બોર્ડ અને ૩૯૨ જિલ્લા સૈનિક બોર્ડ આવેલા છે. ત્રણેય પાંખોની અદ્ભુત ભૂમિકા યુધ્ધ હોય કે શાંતિ આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપતી રહી છે. આપણા રાષ્ટ્રની વિશાળ સીમાઓના રક્ષણ માટે જ્યારે-જ્યારે હાકલ પડી છે ત્યારે-ત્યારે આપણી સેનાઓ પોતાની નિ:સ્વાર્થ કર્તવ્ય - પરાયણતા અને રણભુમિમાં પોતાની સર્વશ્રેષ્ઠ કાર્યદક્ષતાની મિશાલ બનીને રહી છે. નાગરિકો આપણા દેશના સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણની પ્રવૃત્તિ માટે પોતાનું અનુદાન આપી શકે તે માટે દેશભરમાં આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો ભૂમિસેના, વાયુસેના અને નૌકાદળનાં જવાનોની કામગીરીને લોકાભિમુખ લાવવા જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સશસ્ત્ર સેના ધ્વજદિન અન્વયે સેવારત સૈનિકો, શહીદનિકો અને દિવંગત સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવા અને તેઓના પરિવારોના ઉત્કર્ષ, બાળકોને શિષ્યવૃતિ અપાવવા જેવા કાર્યો અર્થે ભંડોળ એકઠું કરવા જાહેર જનતા, ઔદ્યોગિક એકમો, સરકારી/અર્ધ સરકારી તથા દાતાઓ મદદ માટે આગળ આવી ઉદાર હાથે પોતાનો યથા યોગ્ય ફાળો આપે છે.તો ચાલો, સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનાં સુનેરા અવસરે “સશસ્ત્ર સેના ધ્વજદિન” નિમિત્તે શક્ય તેટલો મહતમ ફાળો આપી અને મહતમ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ એકત્રિત થાય તેવા પ્રયત્નો કરીએ.

Gujarat : આજે દેશભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરાશે, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માં ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા દેશભરમાં ૦૭ ડિસેમ્બરના રોજ “સશસ્ત્ર સેના ધ્વજ દિન” (Armed Forces Flag Day)ની ઉજવણી કરવામાં આવે છે. આપણે આજે દેશમાં સહી સલામત છીએ, કારણ કે દુર્ગમ સ્થિતિમાં કષ્ટ વેઠીને દેશની સરહદોની રક્ષા સૈન્યના જવાનો કરે છે. આ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સહયોગી થવું એ નાગરિકોની નૈતિક ફરજ છે.

ચાલો જાણીએ, સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીની શરૂઆત અને તેનું મહત્વ

ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ, સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ. ૨૮ ઓગસ્ટ, ૧૯૪૯ ના રોજ, સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે ૭ ડિસેમ્બરે ધ્વજ દિવસ મનાવવાનું નક્કી કર્યું.સશસ્ત્ર સેનાનો ધ્વજ યુનાઇટેડ કિંગડમના સંરક્ષણ મંત્રાલય જેવો જ છે, જેનો સૌપ્રથમ ઉપયોગ ૧૯૫૬માં સાથી કોમનવેલ્થ સભ્યો સાયપ્રસ, ભારત, કેન્યા અને નાઇજીરીયા દ્વારા કરવામાં આવ્યો હતો. ધ્વજ દિવસ મનાવવા પાછળનો વિચાર સામાન્ય લોકોને ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરીને તેના બદલામાં નાગરિકો પાસેથી દાન એકત્રિત કરવાનો હતો. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ ધ્વજ દિવસની ઉજવણી માટેનો અન્ય એક હેતુ હતો.


ભંડોળ સંગ્રહનું સંચાલન

વર્ષ ૧૯૯૩માં ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા સંબંધિત કલ્યાણ ભંડોળને એક સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ફંડમાં એકીકૃત કરવામાં આવ્યું. આ એકીકૃત ભંડોળમાં નીચે મુજબના ભંડોળનો સમાવેશ થાય છે.યુદ્ધ પીડિત, યુદ્ધ અક્ષમ અને અન્ય ભૂતપૂર્વ સૈનિકો/સેવા કરતા કર્મચારીઓ માટે એકીકૃત વિશેષ ભંડોળ,ધ્વજ દિવસ ભંડોળ,સંત ડનસ્ટાન્સ (ભારત) અને કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ,ભારતીય ગોરખા ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ નિધિ.કેન્દ્રિય સૈનિક બોર્ડ કે જે સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ છે, તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ સંગ્રહનું સંચાલન કરવામાં આવે છે. સંગ્રહનું આયોજન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સત્તાવાર અને બિન-સત્તાવાર માધ્યમો દ્વારા કરવામાં આવે છે.

૩૯૨ જિલ્લા સૈનિક બોર્ડ

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોનું કલ્યાણ એ કેન્દ્ર સરકાર તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંયુક્ત જવાબદારી છે. કેન્દ્રમાં કેન્દ્રિય સૈનિક બોર્ડની જેમ, રાજ્ય/જિલ્લા સૈનિક બોર્ડ તેમના સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/જિલ્લાઓમાં રહેતા ભૂતપૂર્વ સૈનિકો, વિધવાઓ અને તેમના આશ્રિતો માટે નીતિ ઘડતર અને પુનર્વસન અને કલ્યાણ યોજનાઓના અમલીકરણ માટે જવાબદાર છે. આ સંબંધમાં કેન્દ્ર સરકારને મદદ કરવા માટે, દેશમાં ૩૨ રાજ્ય સૈનિક બોર્ડ અને ૩૯૨ જિલ્લા સૈનિક બોર્ડ આવેલા છે.

ત્રણેય પાંખોની અદ્ભુત ભૂમિકા

યુધ્ધ હોય કે શાંતિ આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપતી રહી છે. આપણા રાષ્ટ્રની વિશાળ સીમાઓના રક્ષણ માટે જ્યારે-જ્યારે હાકલ પડી છે ત્યારે-ત્યારે આપણી સેનાઓ પોતાની નિ:સ્વાર્થ કર્તવ્ય - પરાયણતા અને રણભુમિમાં પોતાની સર્વશ્રેષ્ઠ કાર્યદક્ષતાની મિશાલ બનીને રહી છે. નાગરિકો આપણા દેશના સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણની પ્રવૃત્તિ માટે પોતાનું અનુદાન આપી શકે તે માટે દેશભરમાં આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો ભૂમિસેના, વાયુસેના અને નૌકાદળનાં જવાનોની કામગીરીને લોકાભિમુખ લાવવા જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ

સશસ્ત્ર સેના ધ્વજદિન અન્વયે સેવારત સૈનિકો, શહીદનિકો અને દિવંગત સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવા અને તેઓના પરિવારોના ઉત્કર્ષ, બાળકોને શિષ્યવૃતિ અપાવવા જેવા કાર્યો અર્થે ભંડોળ એકઠું કરવા જાહેર જનતા, ઔદ્યોગિક એકમો, સરકારી/અર્ધ સરકારી તથા દાતાઓ મદદ માટે આગળ આવી ઉદાર હાથે પોતાનો યથા યોગ્ય ફાળો આપે છે.તો ચાલો, સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાનાં સુનેરા અવસરે “સશસ્ત્ર સેના ધ્વજદિન” નિમિત્તે શક્ય તેટલો મહતમ ફાળો આપી અને મહતમ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ એકત્રિત થાય તેવા પ્રયત્નો કરીએ.