ગુજરાત હાઉસિંગના મકાન અપાવાની લાલચ આપી વૃદ્ધ સાથે રૃા.૧૨ લાખની ઠગાઇ

અમદાવાદ, મંગળવારગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન રૃા.૨૨ લાખમાં મકાન મળી જશે તેમ કહીને બે શખ્સોએ નિવૃત સરકારી કર્મચારી પાસે ફોર્મ ભરાવ્યું હતું અને અલગ અલગ નિયમો બતાવીને મકાનના બનાવટી દસ્તાવેજ અને એલોટમેન્ટ લેટર આપ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે વૃદ્ધ જ્યારે મકાનનો કબજો  લેવા ગયા બીજી વ્યક્તિ ત્યાં રહેતી હતી જેથી કારસ્તાનનો ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નારણપુરામાં મકાનનો કબજો લેવા ગયા ત્યારે બીજી વ્યક્તિ રહેતી હોવાથી ભાંડો ફૂટયો વટવા જીઆઇડીસી પોલીસે બે  શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરુ કરીનવા વાડજમાં રહેતા વૃદ્દે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે વૃદ્ધ ગાંધીનગરમાં આરોગ્ય અને તબીબી સેવા વિભાગમાં પેથોલોજી ટેક્નીશીયન તરીકે નિવૃત થયા બાદ જશોદાનગર પાસે આવેલી નીલકંઠ રેસીડન્સીમાં રહેતા ભાડે મકાન રાખીને રહેતા હતા. આ સમયે ઇસનપુર પાસે ચાની કીટલી પર બેસવા જતા હતા. જ્યાં તેમની મિત્રતા થઇ હતી. જ્યાં વૃદ્ધને પોતાનું મકાન ખરીદવું છે તેમ જાણ કરતા યુવકે નારણપુરા પ્રગતિનગર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની ફાળવણી થઇ રહી છે તેમના પરિચયમાં એક એજન્ટ છે જે બધું જ કામ પતાવીને માત્ર રૃ.૨૨ લાખમાં મકાન અપાવે છે. ત્યારબાદ બીજા  સાથે સંપર્ક કરાવ્યો હતો અને હાઉસિંગના મકાનનું ફોર્મ ભરાવીને ટુકડે-ટુકડે કુલ રૃા.૨૧૨ લાખ ફરિયાદી૨ પાસેથી મેળવી લીધા અને મકાનના બનાવટી દસ્તાવેજો બનાવીને મકાન મળી ગયું છે તેવી વાત કરી હતી. ફરિયાદી મકાનનો કબજો લેવા ગયા ત્યારે મકાનમાં અન્ય કોઈ વ્યક્તિ રહેતી હતી જેથી દસ્તાવેજો અને નોટરીની ખરાઈ કરાવતા તમામ બનાવટી હોવાની જાણ થઇ હતી. 

ગુજરાત હાઉસિંગના મકાન અપાવાની લાલચ આપી વૃદ્ધ સાથે રૃા.૧૨ લાખની ઠગાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, મંગળવાર

ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન રૃા.૨૨ લાખમાં મકાન મળી જશે તેમ કહીને બે શખ્સોએ નિવૃત સરકારી કર્મચારી પાસે ફોર્મ ભરાવ્યું હતું અને અલગ અલગ નિયમો બતાવીને મકાનના બનાવટી દસ્તાવેજ અને એલોટમેન્ટ લેટર આપ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે વૃદ્ધ જ્યારે મકાનનો કબજો  લેવા ગયા બીજી વ્યક્તિ ત્યાં રહેતી હતી જેથી કારસ્તાનનો ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં મકાનનો કબજો લેવા ગયા ત્યારે બીજી વ્યક્તિ રહેતી હોવાથી ભાંડો ફૂટયો વટવા જીઆઇડીસી પોલીસે બે  શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી

નવા વાડજમાં રહેતા વૃદ્દે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે વૃદ્ધ ગાંધીનગરમાં આરોગ્ય અને તબીબી સેવા વિભાગમાં પેથોલોજી ટેક્નીશીયન તરીકે નિવૃત થયા બાદ જશોદાનગર પાસે આવેલી નીલકંઠ રેસીડન્સીમાં રહેતા ભાડે મકાન રાખીને રહેતા હતા. આ સમયે ઇસનપુર પાસે ચાની કીટલી પર બેસવા જતા હતા. જ્યાં તેમની મિત્રતા થઇ હતી. જ્યાં વૃદ્ધને પોતાનું મકાન ખરીદવું છે તેમ જાણ કરતા યુવકે નારણપુરા પ્રગતિનગર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોની ફાળવણી થઇ રહી છે તેમના પરિચયમાં એક એજન્ટ છે જે બધું જ કામ પતાવીને માત્ર રૃ.૨૨ લાખમાં મકાન અપાવે છે. ત્યારબાદ બીજા  સાથે સંપર્ક કરાવ્યો હતો અને હાઉસિંગના મકાનનું ફોર્મ ભરાવીને ટુકડે-ટુકડે કુલ રૃા.૨૧૨ લાખ ફરિયાદી૨ પાસેથી મેળવી લીધા અને મકાનના બનાવટી દસ્તાવેજો બનાવીને મકાન મળી ગયું છે તેવી વાત કરી હતી. ફરિયાદી મકાનનો કબજો લેવા ગયા ત્યારે મકાનમાં અન્ય કોઈ વ્યક્તિ રહેતી હતી જેથી દસ્તાવેજો અને નોટરીની ખરાઈ કરાવતા તમામ બનાવટી હોવાની જાણ થઇ હતી.