Gujarat Weather: રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે
છેલ્લા ચારેક દિવસથી ઠંડીમાં વધારો થયો છે અને લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રી પારો ગગડયો છે અને આ વર્ષે શિયાળામાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ આવી જતાં લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. હજુ આગામી અઠવાડિયા સુધી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતાઓ છે. જ્યારે સમગ્ર ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનું મોજુ રહેવાની શક્યતાઓ છે.નલિયા 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે નલિયા 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે તો રાત્રે લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વડોદરામાં 10, ડીસામાં 10.2 ડિગ્રી તાપમાન. કેશોદ અને પાલનપુરમાં 11.6 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 11.8, મહેસાણામાં 12 ડિગ્રી. અમદાવાદમાં 13.1, ગાંધીનગરમાં 12.3ડિગ્રી. નર્મદામાં 12.7, સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન. વેરાવળમાં 15.4, દ્વારકામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.આ વર્ષે ઠંડીની શરૂઆત મોડેથી થઈ છે આ વર્ષે ઠંડીની શરૂઆત મોડેથી થઈ છે પરંતુ હવે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે. છેલ્લા ચારેક દિવસમાં ચાર ડિગ્રી તાપમાન ગગડયુ છે અને પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ આવી હાડ તીજવતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના મોડાસા,હિંમતનગર,મહેસાણા,પાટણ સહિતના વિસ્તારોમાં પણ છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે. આ શિયાળામાં કડકડતી ઠંડીનો આ પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે અને હજુ અઠવાડિયા સુધી ઠંડીના પ્રમાણમાં વધારો રહેવાની શક્યતાઓ રહેલી છે.રાત્રે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીથી પણ નીચે જતાં લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે રાત્રે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીથી પણ નીચે જતાં લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે અને રાત્રે તાપણાંનો સહારો લેવાની ફરજ પડી રહી છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે અને અગાઉના વર્ષોમાં મોટાભાગે આ મહિનામાં લઘુત્તમ તાપમાન એક આંકડામાં પણ નોંધાયેલુ છે. 2020માં તો પારો ગગડીને 6.6 ડિગ્રી પહોંચી જતાં શીતલહેર ફરી વળી હતી અને લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડયો હતો. છેલ્લા ચારેક દિવસથી ઠંડીનું પ્રમાણ વધતાં દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઠંડીમાં વધારો થતાં જ ઘઉં,ચણા,જીરું,વરિયાળી,કપાસ,મકાઈ સહિતના વાવેતરને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થશે પરંતુ ડિસેમ્બર મહિનામાં આ જ રીતે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. સામાન્ય રીતે દેવ દિવાળી બાદ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છેસામાન્ય રીતે દેવ દિવાળી બાદ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે મોડેથી ઠંડીની શરૂ થઈ છે. નવેમ્બર મહિનામાં મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રીની આસપાસ જ રહ્યુ છે. માત્ર 21,22 અને 23 તથા 30 નવેમ્બરે રાત્રિનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યુ હતુ. જ્યારે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી શરૂ થઈ છે. દિવસે-દિવસે રાત્રિનું તાપમાન ઘટી રહ્યુ છે અને ઉત્તર ગુજરાતના ડીસામાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન 10.06 ડિગ્રી પહોંચી જતાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવા લાગી છે. આ વર્ષે મોડેથી ઠંડી શરૂ થઈ છે પરંતુ હવે આગામી દિવસોમાં ઠંડી ભૂક્કા કાઢે તેવી શક્યતાઓ રહેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા ચારેક દિવસથી ઠંડીમાં વધારો થયો છે અને લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રી પારો ગગડયો છે અને આ વર્ષે શિયાળામાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ આવી જતાં લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. હજુ આગામી અઠવાડિયા સુધી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતાઓ છે. જ્યારે સમગ્ર ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનું મોજુ રહેવાની શક્યતાઓ છે.
નલિયા 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે
નલિયા 7.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે તો રાત્રે લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વડોદરામાં 10, ડીસામાં 10.2 ડિગ્રી તાપમાન. કેશોદ અને પાલનપુરમાં 11.6 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 11.8, મહેસાણામાં 12 ડિગ્રી. અમદાવાદમાં 13.1, ગાંધીનગરમાં 12.3ડિગ્રી. નર્મદામાં 12.7, સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન. વેરાવળમાં 15.4, દ્વારકામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ વર્ષે ઠંડીની શરૂઆત મોડેથી થઈ છે
આ વર્ષે ઠંડીની શરૂઆત મોડેથી થઈ છે પરંતુ હવે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે. છેલ્લા ચારેક દિવસમાં ચાર ડિગ્રી તાપમાન ગગડયુ છે અને પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ આવી હાડ તીજવતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના મોડાસા,હિંમતનગર,મહેસાણા,પાટણ સહિતના વિસ્તારોમાં પણ છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે. આ શિયાળામાં કડકડતી ઠંડીનો આ પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે અને હજુ અઠવાડિયા સુધી ઠંડીના પ્રમાણમાં વધારો રહેવાની શક્યતાઓ રહેલી છે.
રાત્રે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીથી પણ નીચે જતાં લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે
રાત્રે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીથી પણ નીચે જતાં લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે અને રાત્રે તાપણાંનો સહારો લેવાની ફરજ પડી રહી છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે અને અગાઉના વર્ષોમાં મોટાભાગે આ મહિનામાં લઘુત્તમ તાપમાન એક આંકડામાં પણ નોંધાયેલુ છે. 2020માં તો પારો ગગડીને 6.6 ડિગ્રી પહોંચી જતાં શીતલહેર ફરી વળી હતી અને લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડયો હતો.
છેલ્લા ચારેક દિવસથી ઠંડીનું પ્રમાણ વધતાં દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઠંડીમાં વધારો થતાં જ ઘઉં,ચણા,જીરું,વરિયાળી,કપાસ,મકાઈ સહિતના વાવેતરને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થશે પરંતુ ડિસેમ્બર મહિનામાં આ જ રીતે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.
સામાન્ય રીતે દેવ દિવાળી બાદ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે
સામાન્ય રીતે દેવ દિવાળી બાદ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે મોડેથી ઠંડીની શરૂ થઈ છે. નવેમ્બર મહિનામાં મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રીની આસપાસ જ રહ્યુ છે. માત્ર 21,22 અને 23 તથા 30 નવેમ્બરે રાત્રિનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યુ હતુ. જ્યારે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી શરૂ થઈ છે. દિવસે-દિવસે રાત્રિનું તાપમાન ઘટી રહ્યુ છે અને ઉત્તર ગુજરાતના ડીસામાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન 10.06 ડિગ્રી પહોંચી જતાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવા લાગી છે. આ વર્ષે મોડેથી ઠંડી શરૂ થઈ છે પરંતુ હવે આગામી દિવસોમાં ઠંડી ભૂક્કા કાઢે તેવી શક્યતાઓ રહેલી છે.