Morbi: ટ્રેકટરની ટ્રોલી પલટી જતાં 10 લોકો તણાયા, 6 લોકોની શોધખોળ શરૂ

ઢવાણા ગામે વોકળુ પસાર કરતાં સમયે ટ્રેકટરની ટ્રોલી પલટી જતાં 10 લોકો તણાયાફાયરની ટીમ, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હળવદમાં આજના દિવસમાં ડૂબી જવાની આ ત્રીજી ઘટના બની મોરબીના હળવદમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. હળવદમાં ટ્રેકટરની ટ્રોલી પલટી જતા તેમાં બેસેલા 10 લોકો પાણીમાં તણાયા છે. ઢવાણા ગામે વોકળુ પસાર કરતાં સમયે આ બનાવ બન્યો છે. 4 લોકોને બચાવાયા, અન્ય 6 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે હાલમાં આ 10 લોકોમાંથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અન્ય 6 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમનો કાફલો પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે હળવદમાં આજના દિવસમાં ડૂબી જવાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા ઘણાદામાં એક મહિલા અને બુટવડામાં એક યુવાન આજે ડૂબ્યો હતો અને ઢવાણા ગામે 10 લોકો પાણીમાં તણાયા હોવાની આ ત્રીજી ઘટના બની છે. હળવદના બુટવડામાં પુરુષ તણાયો ઉલ્લેખનીય છે આજે હળવદના બુટવડામાં એક પુરૂષ તણાયો હતો. ઘણાંદ પાસેથી પસાર થતી નદીમાં પુરુષ તણાયો હતો. રમતુભાઈ ભરવાડ નામનો પુરૂષ નદીમાં તણાયો હતો. ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હળવદમાં ધણાંદ ગામે રીક્ષા સહિત મહિલા તણાઈ આ પહેલા હળવદમાં ધણાંદ ગામે રીક્ષા સહિત મહિલા તણાઈ હતી. રીક્ષામાં સવાર 4 પૈકી 3 લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો, ત્યારે 1ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રણમલપુર-હળવદને જોડતા રોડ પરના વોકળા પર આ બનાવ બન્યો હતો. નદીનું વોકળું પસાર કરતા આ ઘટના બની હતી. ત્યારે ઘટનાની જાણકારી મળતા જ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે હળવદમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Morbi: ટ્રેકટરની ટ્રોલી પલટી જતાં 10 લોકો તણાયા, 6 લોકોની શોધખોળ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઢવાણા ગામે વોકળુ પસાર કરતાં સમયે ટ્રેકટરની ટ્રોલી પલટી જતાં 10 લોકો તણાયા
  • ફાયરની ટીમ, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
  • હળવદમાં આજના દિવસમાં ડૂબી જવાની આ ત્રીજી ઘટના બની

મોરબીના હળવદમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. હળવદમાં ટ્રેકટરની ટ્રોલી પલટી જતા તેમાં બેસેલા 10 લોકો પાણીમાં તણાયા છે. ઢવાણા ગામે વોકળુ પસાર કરતાં સમયે આ બનાવ બન્યો છે.

4 લોકોને બચાવાયા, અન્ય 6 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી

ત્યારે હાલમાં આ 10 લોકોમાંથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અન્ય 6 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમનો કાફલો પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે હળવદમાં આજના દિવસમાં ડૂબી જવાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા ઘણાદામાં એક મહિલા અને બુટવડામાં એક યુવાન આજે ડૂબ્યો હતો અને ઢવાણા ગામે 10 લોકો પાણીમાં તણાયા હોવાની આ ત્રીજી ઘટના બની છે.

હળવદના બુટવડામાં પુરુષ તણાયો

ઉલ્લેખનીય છે આજે હળવદના બુટવડામાં એક પુરૂષ તણાયો હતો. ઘણાંદ પાસેથી પસાર થતી નદીમાં પુરુષ તણાયો હતો. રમતુભાઈ ભરવાડ નામનો પુરૂષ નદીમાં તણાયો હતો. ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

હળવદમાં ધણાંદ ગામે રીક્ષા સહિત મહિલા તણાઈ

આ પહેલા હળવદમાં ધણાંદ ગામે રીક્ષા સહિત મહિલા તણાઈ હતી. રીક્ષામાં સવાર 4 પૈકી 3 લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો, ત્યારે 1ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રણમલપુર-હળવદને જોડતા રોડ પરના વોકળા પર આ બનાવ બન્યો હતો. નદીનું વોકળું પસાર કરતા આ ઘટના બની હતી. ત્યારે ઘટનાની જાણકારી મળતા જ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે હળવદમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.