Junagadh: મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રસ્તાઓમાં રી-સરફેસિંગના કામને લઈને સરપ્રાઈઝ ચેકિંગ કરાયું
ચોમાસા બાદ મહાનગર વિસ્તારમાં રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં હતી. જેને લઈને રસ્તા રીપેર કરવાની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવતી ત્યારે આજે કમિશનર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.રસ્તાઓમાં રી સરફેસિંગ કરવાની કામગીરીની સૂચના જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રસ્તાઓમાં ચોમાસા દરમિયાન ધોવાણ થતા ફૂટ ફૂટના ગાબડા પડી ગયા હતા. ગેરેન્ટી પિરિયડવાળા રસ્તાઓમાં રી સરફેસિંગ કરવાની કામગીરીની સૂચના આપવામાં આવતા જૂનાગઢના મુખ્ય રસ્તાઓ ઉપર કરવામાં આવ્યા હતા. જુનાગઢમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું આજે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોતીબાગથી કલેક્ટર ઓફિસ સુધી અને ત્યાંથી સરદાર બાગ સુધીના રસ્તાનું ચેકિંગ હાથ ધરવામાં આવતા આ રસ્તા ઉપર નબળી ગુણવત્તા જોવા મળી હતી જેને લઇને કમિશનર ઓમ પ્રકાશ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરને બોલાવી તેનો ઉધડો લેવામાં આવ્યો હતો અને સારી ગુણવત્તા વાળા રસ્તા બનાવવા સૂચના આપવામાં આવી હતી જૂનાગઢના રહેવાસીઓએ સરપ્રાઈઝ ચેકિંગની સરાહના કરી જૂનાગઢના રહેવાસીઓએ કમિશનર દ્વારા કરાયેલા આ સરપ્રાઈઝ ચેકિંગની સરાહના કરી હતી સાથે સાથે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં કમિશનર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને હજુ પણ જે રસ્તાઓનું કામ બાકી છે ત્યાં પણ મહાનગરપાલિકાના વહીવટદાર અને કમિશનર ચેકિંગ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોમાસા બાદ મહાનગર વિસ્તારમાં રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં હતી. જેને લઈને રસ્તા રીપેર કરવાની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવતી ત્યારે આજે કમિશનર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રસ્તાઓમાં રી સરફેસિંગ કરવાની કામગીરીની સૂચના
જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રસ્તાઓમાં ચોમાસા દરમિયાન ધોવાણ થતા ફૂટ ફૂટના ગાબડા પડી ગયા હતા. ગેરેન્ટી પિરિયડવાળા રસ્તાઓમાં રી સરફેસિંગ કરવાની કામગીરીની સૂચના આપવામાં આવતા જૂનાગઢના મુખ્ય રસ્તાઓ ઉપર કરવામાં આવ્યા હતા.
જુનાગઢમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું
આજે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોતીબાગથી કલેક્ટર ઓફિસ સુધી અને ત્યાંથી સરદાર બાગ સુધીના રસ્તાનું ચેકિંગ હાથ ધરવામાં આવતા આ રસ્તા ઉપર નબળી ગુણવત્તા જોવા મળી હતી જેને લઇને કમિશનર ઓમ પ્રકાશ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરને બોલાવી તેનો ઉધડો લેવામાં આવ્યો હતો અને સારી ગુણવત્તા વાળા રસ્તા બનાવવા સૂચના આપવામાં આવી હતી
જૂનાગઢના રહેવાસીઓએ સરપ્રાઈઝ ચેકિંગની સરાહના કરી
જૂનાગઢના રહેવાસીઓએ કમિશનર દ્વારા કરાયેલા આ સરપ્રાઈઝ ચેકિંગની સરાહના કરી હતી સાથે સાથે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં કમિશનર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને હજુ પણ જે રસ્તાઓનું કામ બાકી છે ત્યાં પણ મહાનગરપાલિકાના વહીવટદાર અને કમિશનર ચેકિંગ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.