Cyber ​​Fraud કેસમાં CBIની મોટી કાર્યવાહી, 32 જગ્યાએ દરોડા, 26 લોકોની ધરપકડ

સાયબર ફ્રોડ કેસ મામલે CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CBIએ  પૂણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં 32 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા લોકોની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે માહિતી આપી હતી કે તેણે કથિત સંગઠિત સાયબર અપરાધ સંબંધિત કેસમાં 32 સ્થળોએ દરોડા પાડીને 26 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સીબીઆઈએ પૂણેમાંથી 10, હૈદરાબાદમાંથી 5 અને વિશાખાપટ્ટનમમાંથી 11 લોકોની ધરપકડ કરી છે. CBIના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે ઈન્ટરનેશનલ ઓપરેશન્સ વિભાગે 24 સપ્ટેમ્બરે ઓપરેશન ચક્ર-3 હેઠળ કેસ નોંધ્યો હતો. તે જ સમયે, તપાસ શરૂ થયા પછી, તપાસકર્તાઓએ ગુરુવારે મોડી સાંજથી અત્યાર સુધીમાં પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં 32 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.સીબીઆઈ અધિકારીએ કહ્યું કે સર્ચ દરમિયાન, ચાર કોલ સેન્ટરમાં ચાલી રહેલી ઓનલાઈન ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ લગભગ 170 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલી રહી છે. દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો અને વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. CBIએ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઈલ ફોન, લેપટોપ, નાણાકીય માહિતી, સંદેશાવ્યવહાર રેકોર્ડ અને ગુનાહિત સામગ્રી સહિત 951 વસ્તુઓ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી 58.45 લાખ રૂપિયા રોકડા, લોકરની ચાવી અને ત્રણ લક્ઝરી વાહનો પણ મળી આવ્યા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સાયબર છેતરપિંડી કરનારાઓ અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

Cyber ​​Fraud કેસમાં CBIની મોટી કાર્યવાહી, 32 જગ્યાએ દરોડા, 26 લોકોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયબર ફ્રોડ કેસ મામલે CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CBIએ  પૂણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં 32 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણા લોકોની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે માહિતી આપી હતી કે તેણે કથિત સંગઠિત સાયબર અપરાધ સંબંધિત કેસમાં 32 સ્થળોએ દરોડા પાડીને 26 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સીબીઆઈએ પૂણેમાંથી 10, હૈદરાબાદમાંથી 5 અને વિશાખાપટ્ટનમમાંથી 11 લોકોની ધરપકડ કરી છે. CBIના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે ઈન્ટરનેશનલ ઓપરેશન્સ વિભાગે 24 સપ્ટેમ્બરે ઓપરેશન ચક્ર-3 હેઠળ કેસ નોંધ્યો હતો. તે જ સમયે, તપાસ શરૂ થયા પછી, તપાસકર્તાઓએ ગુરુવારે મોડી સાંજથી અત્યાર સુધીમાં પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં 32 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

સીબીઆઈ અધિકારીએ કહ્યું કે સર્ચ દરમિયાન, ચાર કોલ સેન્ટરમાં ચાલી રહેલી ઓનલાઈન ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ લગભગ 170 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલી રહી છે. દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો અને વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

CBIએ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઈલ ફોન, લેપટોપ, નાણાકીય માહિતી, સંદેશાવ્યવહાર રેકોર્ડ અને ગુનાહિત સામગ્રી સહિત 951 વસ્તુઓ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી 58.45 લાખ રૂપિયા રોકડા, લોકરની ચાવી અને ત્રણ લક્ઝરી વાહનો પણ મળી આવ્યા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સાયબર છેતરપિંડી કરનારાઓ અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા.