Diuમા મનાવાય છે કાજળા નામનો અનોખો પર્વ, જાણો શું છે નારિયેળનું મહત્ત્વ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા અનેક તહેવારો ઉજવાય નારિયેળ લુટનાર ખુબ જ ભાગ્યશાળી ગણાય છે જે વ્યક્તિના હાથ આ નારિયેળ આવે છે એ ખુબ જ નસીબદાર કહેવાય કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે કાજળા નામનો અનોખો ઉત્સવ ઉજવવામા આવે છે. જે ખાલી દીવમા જ જોવા મળે છે. આ ઉત્સવ કબીરની યાદમા ઉજવવામાં આવે છે. જેમા લોકો ખુબજ ઉત્સાહપૂર્વક નારિયેળને લુટે છે. તથા નારિયેળ લુટનાર ખુબ જ ભાગ્યશાળી ગણાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા અનેક તહેવારો ઉજવાય કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા અનેક તહેવારો ઉજવાય છે. પરંતુ દીવના વાંજા જ્ઞાતિના લોકો દર વર્ષે કાજળા નામનો અનોખો તહેવાર ઉજવે છે. આ વર્ષે પણ આ તહેવારની ઉજવણી થઈ જેમા મોટા કદ વાળા શ્રીફળની ધાર્મિક પૂજા વિધિ બાદ તેને નાગરવેલના પાન વાંસના ટુકડા વડે લાલ દોરાથી બાંધી એક પાલખી તૈયાર કરવામાં આવી હતી. આ પાલખીની વચ્ચે પૂજા વિધિ કરેલ નારિયેળ રાખવામાં આવેલ છે. આ પાલખીને પુલીસ બંદોબસ્ત સાથે અને ભજન કીર્તન બેન્ડ બાજા સાથે ગલીઓમા થઈ દીવના ઝાંપે પહોચાડવામા આવે છે. જ્યા સાત ફેરા ફરી હજારો લોકોને લુટવા માટે આપવામા આવે છે. જે વ્યક્તિના હાથ આ નારિયેળ આવે છે એ ખુબ જ નસીબદાર કહેવાય જે વ્યક્તિના હાથ આ નારિયેળ આવે છે એ ખુબ જ નસીબદાર કહેવાય છે. આ વર્ષે દીવના બુચરવાડા શિવમ માવજીના હાથમા નારિયેળ આવ્યું હતું, નારિયેળનુ સત છે કે નારિયેળ ખાવાથી જેને ત્યાં સંતાન ના હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. નારિયેળનુ ખૂબ મહત્ત્વ છે નારિયેળ લુટતી વખત ફુલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી નારિયેળ લુટતા સમયે ઝપાઝપીમા લોકોને રક્ષણ આપી શકયા. આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી આવે છે અને બહોળી સંખ્યામાં ભાગ લે છે. કાજળા ઉત્સવ દીવ સિવાય ક્યાય પણ ઉજવવામાં આવતો નથી. નારિયેળ સાથે ફોટોગ્રાફી તથા નારીયેળના દર્શન કરી ધન્યતા અનુભવી દીવના બુચરવાડા વિસ્તારના યુવાન શિવમ માવજી નારિયેળ લુંટીને લઈ આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.શિવમને કાજળો લુંટવા બદલ તેમના ઘરે અભિનંદનની વર્ષા થઈ હતી, ભાઈબંધ મિત્રો, સગા સંબંધીઓ વગેરે તેમને અભિનંદન પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા. તથા તેમની પત્ની સહિત લોકોના મુખ પર ખુશી જોવા મળી હતી અને શિવમ તથા નારિયેળ સાથે ફોટોગ્રાફી તથા નારીયેળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા અનેક તહેવારો ઉજવાય
- નારિયેળ લુટનાર ખુબ જ ભાગ્યશાળી ગણાય છે
- જે વ્યક્તિના હાથ આ નારિયેળ આવે છે એ ખુબ જ નસીબદાર કહેવાય
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે કાજળા નામનો અનોખો ઉત્સવ ઉજવવામા આવે છે. જે ખાલી દીવમા જ જોવા મળે છે. આ ઉત્સવ કબીરની યાદમા ઉજવવામાં આવે છે. જેમા લોકો ખુબજ ઉત્સાહપૂર્વક નારિયેળને લુટે છે. તથા નારિયેળ લુટનાર ખુબ જ ભાગ્યશાળી ગણાય છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા અનેક તહેવારો ઉજવાય
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમા અનેક તહેવારો ઉજવાય છે. પરંતુ દીવના વાંજા જ્ઞાતિના લોકો દર વર્ષે કાજળા નામનો અનોખો તહેવાર ઉજવે છે. આ વર્ષે પણ આ તહેવારની ઉજવણી થઈ જેમા મોટા કદ વાળા શ્રીફળની ધાર્મિક પૂજા વિધિ બાદ તેને નાગરવેલના પાન વાંસના ટુકડા વડે લાલ દોરાથી બાંધી એક પાલખી તૈયાર કરવામાં આવી હતી. આ પાલખીની વચ્ચે પૂજા વિધિ કરેલ નારિયેળ રાખવામાં આવેલ છે. આ પાલખીને પુલીસ બંદોબસ્ત સાથે અને ભજન કીર્તન બેન્ડ બાજા સાથે ગલીઓમા થઈ દીવના ઝાંપે પહોચાડવામા આવે છે. જ્યા સાત ફેરા ફરી હજારો લોકોને લુટવા માટે આપવામા આવે છે.
જે વ્યક્તિના હાથ આ નારિયેળ આવે છે એ ખુબ જ નસીબદાર કહેવાય
જે વ્યક્તિના હાથ આ નારિયેળ આવે છે એ ખુબ જ નસીબદાર કહેવાય છે. આ વર્ષે દીવના બુચરવાડા શિવમ માવજીના હાથમા નારિયેળ આવ્યું હતું, નારિયેળનુ સત છે કે નારિયેળ ખાવાથી જેને ત્યાં સંતાન ના હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. નારિયેળનુ ખૂબ મહત્ત્વ છે નારિયેળ લુટતી વખત ફુલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી નારિયેળ લુટતા સમયે ઝપાઝપીમા લોકોને રક્ષણ આપી શકયા. આ તહેવાર માટે લોકો દેશ વિદેશથી આવે છે અને બહોળી સંખ્યામાં ભાગ લે છે. કાજળા ઉત્સવ દીવ સિવાય ક્યાય પણ ઉજવવામાં આવતો નથી.
નારિયેળ સાથે ફોટોગ્રાફી તથા નારીયેળના દર્શન કરી ધન્યતા અનુભવી
દીવના બુચરવાડા વિસ્તારના યુવાન શિવમ માવજી નારિયેળ લુંટીને લઈ આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.શિવમને કાજળો લુંટવા બદલ તેમના ઘરે અભિનંદનની વર્ષા થઈ હતી, ભાઈબંધ મિત્રો, સગા સંબંધીઓ વગેરે તેમને અભિનંદન પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા. તથા તેમની પત્ની સહિત લોકોના મુખ પર ખુશી જોવા મળી હતી અને શિવમ તથા નારિયેળ સાથે ફોટોગ્રાફી તથા નારીયેળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.