Gujarat Rain : રાજયમાં આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજયમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે આજે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બીજી તરફ દાહોદ, મહીસાગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે છે ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે. આ જગ્યા પર આપી છે ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે છે,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.અસના વાવાઝોડું ઓમાન તરફ જતા ગુજરાતને રાહત મળી છે.અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં ફરીથી સારો વરસાદ થશે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.  

Gujarat Rain : રાજયમાં આગામી 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજયમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે આજે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બીજી તરફ દાહોદ, મહીસાગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે છે

ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે.

આ જગ્યા પર આપી છે ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે છે,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.અસના વાવાઝોડું ઓમાન તરફ જતા ગુજરાતને રાહત મળી છે.અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં ફરીથી સારો વરસાદ થશે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.