વડોદરાના આકાશમાં એરફોર્સની સૂર્યકિરણ ટીમનો જલવો, હજારો લોકો એર શો જોવા ઉમટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Surya Kiran AIR Show : વડોદરાના આકાશમાં આજે ફરી એક વખત ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પોતાના વિમાનો સાથે હેરતઅંગેજ આકાશી કરતબો દર્શાવીને વડોદરાના લોકોને રોમાંચિત કર્યા હતા.
બે વર્ષ બાદ આજે ફરી એક વખત સૂર્યકિરણ ટીમનો એર શો દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો. કોરોનાના સમયને બાદ કરવામાં આવે તો વડોદરામાં સરેરાશ બે થી ત્રણ વર્ષે એક વખત સૂર્યકિરણ ટીમ ધમાકેદાર એર શો માટે આવતી હોય છે પરંતુ આ વખતે એર શો નિહાળવા માટે અભૂતપૂર્વ જન મેદની ઉમટી પડી હતી. દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં આમંત્રિતોને જ એન્ટ્રી હતી પરંતુ તેની નજીકના પાંજરાપોળની બાજુના વિશાળ મેદાનમાં પણ લોકો એર શો નિહાળી શકે તે માટે પાર્કિંગ સાથે જગ્યા રખાઈ હતી. અહીંયા હજારો લોકો જમા થયા હતા.
What's Your Reaction?






