Ahmedabad: આરોપી તથ્ય પટેલને કોર્ટે આપી એક દિવસની રાહત

અમદાવાદના ઇસ્કોનમાં તથ્ય પટેલે કર્યો હતો અકસ્માત તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન દાદાનું અવસાન થતાં વચગાળાના માંગ્યા હતા જામીન અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલને કોર્ટે એક દિવસના જામીન આપ્યા છે. તથ્ય પટેલના દાદાનું અવસાન થતાં અંતિમ વિધિમાં હાજર રહેવા માટે એક દિવસના જામીન માંગ્યા હતા. જે જોતાં કોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા. શહેરમાં ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલા થયેલા 9 લોકોનો જીવ લેનારા તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તથ્યની જેગુઆર કાર દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવેલ છે.9 લોકોને જીવતા કચડી નાખ્યા હતાતથ્યના દાદાના મરણક્રિયાના કારણોસર જામીન માંગવામાં આવેલ હતા. જે બાદ દાદાની અંતિમવિધિ માટે જામીન મંજૂર કરવામાં આવેલ છે. જોકે, અંતિમવિધિ બાદ ફરીથી જેલમાં પરત લઈ જવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તથ્ય પટેલ એક વર્ષ પહેલા 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Ahmedabad: આરોપી તથ્ય પટેલને કોર્ટે આપી એક દિવસની રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના ઇસ્કોનમાં તથ્ય પટેલે કર્યો હતો અકસ્માત
  • તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન
  • દાદાનું અવસાન થતાં વચગાળાના માંગ્યા હતા જામીન

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલને કોર્ટે એક દિવસના જામીન આપ્યા છે. તથ્ય પટેલના દાદાનું અવસાન થતાં અંતિમ વિધિમાં હાજર રહેવા માટે એક દિવસના જામીન માંગ્યા હતા. જે જોતાં કોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા.

શહેરમાં ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલા થયેલા 9 લોકોનો જીવ લેનારા તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તથ્યની જેગુઆર કાર દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવેલ છે.


9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા

તથ્યના દાદાના મરણક્રિયાના કારણોસર જામીન માંગવામાં આવેલ હતા. જે બાદ દાદાની અંતિમવિધિ માટે જામીન મંજૂર કરવામાં આવેલ છે. જોકે, અંતિમવિધિ બાદ ફરીથી જેલમાં પરત લઈ જવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તથ્ય પટેલ એક વર્ષ પહેલા 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.