Ahmedabad Rain: અમદાવાદમાં ધોધમાર વરસ્યો મેહુલો..! જાણો કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદસોલા, એસજી હાઇવે વિસ્તારમાં વરસાદગરમી અને બફારામાંથી થોડાક અંશે રાહતઆજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હોત. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એસ.જી.હાઈવે,બોપલ,શેલા, શાંતિપુરા,સરખેજ સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદહવામાન વિભાગે જે પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી. તે અનુસાર અમદાવાદમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોલા, એસ જી હાઇવે, થલતેજ, ગુરૂકુલ અને વસ્ત્રાપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. શહેરના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે. સાંજે આવેલા વરસાદ બાદ અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડાક અંશે રાહત મળી છે. શહેરના અન્ય વિસ્તાર સોલા, એસ જી હાઇવે, થલતેજ, ગુરૂકુલ અને વસ્ત્રાપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. કાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.

Ahmedabad Rain: અમદાવાદમાં ધોધમાર વરસ્યો મેહુલો..! જાણો કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ
  • સોલા, એસજી હાઇવે વિસ્તારમાં વરસાદ
  • ગરમી અને બફારામાંથી થોડાક અંશે રાહત

આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હોત. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એસ.જી.હાઈવે,બોપલ,શેલા, શાંતિપુરા,સરખેજ સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગે જે પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી. તે અનુસાર અમદાવાદમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોલા, એસ જી હાઇવે, થલતેજ, ગુરૂકુલ અને વસ્ત્રાપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.

શહેરના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ

ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે. સાંજે આવેલા વરસાદ બાદ અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડાક અંશે રાહત મળી છે. શહેરના અન્ય વિસ્તાર સોલા, એસ જી હાઇવે, થલતેજ, ગુરૂકુલ અને વસ્ત્રાપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. કાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.