Surat શહેરમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાવાની સર્જાઈ સમસ્યા,જુઓ Video
અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયા પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.શહેરના અલથાણા વિસ્તારમાં પાણી ભરાતા વાહનો બંધ પડયા છે અને ધક્કો મારવો પડી રહ્યો છે.વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે. વરસાદમાં અનેક વાહનો બંધ પડયા સુરતમાં સામન્ય વરસાદે કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી સામે સવાલ ઉભા કરી દીધા છે,અલથાણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,લાંબા વિરામ બાદ વરસાદ પડતા શહેરીજનોને ગરમીમાથી રાહત મળી હતી પરંતુ પાણી ભરાતા સ્થાનિકો કંટાળી ગયા હતા,કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ કરોડો રૂપિયાના એંધાણ કરવામાં આવે છે,પરંતુ વરસાદ પડે ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. સુરતમાં કેમ આવી સ્થિતિ ? સુરતમાં થોડા દિવસો પહેલા વરસાદ વરસ્યો હતો તેમા પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી,સમગ્ર શહેર પાણીમાં ફેરવાઈ ગયું હતુ,અને લોકોના ઘર અને દુકાનમા પાણી ભરાઈ ગયા હતા,સૌથી વધારે તકલીફ ત્યારે પડે છે જ્યારે શહેરમાંથી વરસાદી પાણી ઉતરતા નથી અને લોકોને આ પાણીમાથી પસાર થઉં પડે છે,કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.આજે ડાંગ, તાપીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે.અત્યાર સુધી રાજયમા 2 ટકા વરસાદ વધુ પડયો છે.સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ બે દિવસ વરસાદ રહેશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે,માછીમારોને અગામી 4 દિવસ સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે કયા જિલ્લામાં વરસાદની કરાઈ આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અલથાણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
- શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયા
- પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા
સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.શહેરના અલથાણા વિસ્તારમાં પાણી ભરાતા વાહનો બંધ પડયા છે અને ધક્કો મારવો પડી રહ્યો છે.વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે.
વરસાદમાં અનેક વાહનો બંધ પડયા
સુરતમાં સામન્ય વરસાદે કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી સામે સવાલ ઉભા કરી દીધા છે,અલથાણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,લાંબા વિરામ બાદ વરસાદ પડતા શહેરીજનોને ગરમીમાથી રાહત મળી હતી પરંતુ પાણી ભરાતા સ્થાનિકો કંટાળી ગયા હતા,કોર્પોરેશન દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ કરોડો રૂપિયાના એંધાણ કરવામાં આવે છે,પરંતુ વરસાદ પડે ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.
સુરતમાં કેમ આવી સ્થિતિ ?
સુરતમાં થોડા દિવસો પહેલા વરસાદ વરસ્યો હતો તેમા પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી,સમગ્ર શહેર પાણીમાં ફેરવાઈ ગયું હતુ,અને લોકોના ઘર અને દુકાનમા પાણી ભરાઈ ગયા હતા,સૌથી વધારે તકલીફ ત્યારે પડે છે જ્યારે શહેરમાંથી વરસાદી પાણી ઉતરતા નથી અને લોકોને આ પાણીમાથી પસાર થઉં પડે છે,કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.આજે ડાંગ, તાપીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે.અત્યાર સુધી રાજયમા 2 ટકા વરસાદ વધુ પડયો છે.સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈ બે દિવસ વરસાદ રહેશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે,માછીમારોને અગામી 4 દિવસ સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે કયા જિલ્લામાં વરસાદની કરાઈ આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.