Gandhinagar દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે.શંભુજી ઠાકોર એ ઠાકોર સમાજમાં મોટું નામ ધરાવે છે અને ભાજપના પીઢ નેતા તરીકે તેમની ગણતરી થાય છે.લાંબ સમયથી બીમાર હતા અને આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ ગાંધીનગર ખાતે લીધા હતા,હાલ તેમના નિવાસ સ્થાને સમાજના અગ્રણીઓ તેમજ નેતાઓ દર્શન અર્થે આવી રહ્યાં છે. શંભુજી ઠાકોર પીઢનેતા હતા શંભુજી ઠાકોર એક પીઢ નેતા હતા અને ભાજપ પક્ષે તેમને બે વાર ધારાસભ્ય તરીકેની ટિકીટ પણ આપી હતી,આજે તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા નિકળશે અને સેક્ટર 30ના અંતિમધામમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવશે,શંભુજી ઠાકોર વર્ષ 2012 અને 2017 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા સાથે સાથે ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડે. સ્પીકર પણ રહી ચૂક્યા છે. ભાજપ પક્ષમાં સારી જવાબદારી પણ નિભાવી શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. વર્ષ 2012 અને 2017 માં તેઓ ગાંધીનગર દક્ષિણમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી. શંભુજી ચેલાજી ઠાકોર ની રાજકીય સમયરેખા 2007 શંભુજી ઠાકોર ગાંધીનગર બેઠક પરથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 2017 શંભુજી ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા. 2012 તેઓ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઠાકોર સમાજમાં મોટું નામશંભુજી ઠાકોર એ મોટા નેતા હતા પરંતુ તેઓ સમાજમાં પણ લોકપ્રિય હતા,કોઈના પણ ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો તેઓ અચૂક હાજરી આપતા હતા,નાનામાં નાના કાર્યકરને તેઓ સાથે રાખીને કામ કરનારા ધારાસભ્ય હતા,હાલ ભાજપ પક્ષને તેમજ ઠાકોર સમાજને મોટી ખોટ પડી ગઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે.શંભુજી ઠાકોર એ ઠાકોર સમાજમાં મોટું નામ ધરાવે છે અને ભાજપના પીઢ નેતા તરીકે તેમની ગણતરી થાય છે.લાંબ સમયથી બીમાર હતા અને આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ ગાંધીનગર ખાતે લીધા હતા,હાલ તેમના નિવાસ સ્થાને સમાજના અગ્રણીઓ તેમજ નેતાઓ દર્શન અર્થે આવી રહ્યાં છે.
શંભુજી ઠાકોર પીઢનેતા હતા
શંભુજી ઠાકોર એક પીઢ નેતા હતા અને ભાજપ પક્ષે તેમને બે વાર ધારાસભ્ય તરીકેની ટિકીટ પણ આપી હતી,આજે તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા નિકળશે અને સેક્ટર 30ના અંતિમધામમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવશે,શંભુજી ઠાકોર વર્ષ 2012 અને 2017 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા સાથે સાથે ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડે. સ્પીકર પણ રહી ચૂક્યા છે.
ભાજપ પક્ષમાં સારી જવાબદારી પણ નિભાવી
શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતા. વર્ષ 2012 અને 2017 માં તેઓ ગાંધીનગર દક્ષિણમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે, વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી.
શંભુજી ચેલાજી ઠાકોર ની રાજકીય સમયરેખા
2007 શંભુજી ઠાકોર ગાંધીનગર બેઠક પરથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
2017 શંભુજી ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા.
2012 તેઓ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ઠાકોર સમાજમાં મોટું નામ
શંભુજી ઠાકોર એ મોટા નેતા હતા પરંતુ તેઓ સમાજમાં પણ લોકપ્રિય હતા,કોઈના પણ ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો તેઓ અચૂક હાજરી આપતા હતા,નાનામાં નાના કાર્યકરને તેઓ સાથે રાખીને કામ કરનારા ધારાસભ્ય હતા,હાલ ભાજપ પક્ષને તેમજ ઠાકોર સમાજને મોટી ખોટ પડી ગઈ છે.