Renewable Energy Summit: ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત: PM

ગાંધીનગરમાં મહાત્મા મંદિર PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા છે. મહાત્મા મંદિરમાં RE ઇન્વેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે ગુજરાત ચોથી ગ્લોબલ RE ઇન્વેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રોનું આયોજન કરાયું છે. આ ઇવેન્ટમાં 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મિટિંગ કરવામાં આવી છે. 25 હજાર પ્રતિનિધિ, 200થી વધુ સ્પીકર્સે ભાગ લીધો છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી થયા છે. જેમાં USA, UK, બેલ્જિયમનું પ્રતિનિધિમંડળ, ઓમાન, UAEનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યા છે. આ આ ઇવેન્ટમાં PM મોદી સાથે રાજ્યપાલ અને ગુજરાતના CM ઉપસ્થિત રહ્યા છે. RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. રિન્યુએબલ એનર્જી સમિટમાં PMનું સંબોધન ગાંધીનગરમાં PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટમાં સંબોધન કરતા કહ્યું હતું કે, મહાત્મા મંદિરમાં RE ઇન્વેસ્ટ કાર્યક્રમમાં આવનાર તમામ રાજકીય નેતાઓ અને મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું. વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓનું સ્વાગત કરૂ છું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી શીખીશુ. આ કોન્ફરન્સથી મળેલી શીખ સમગ્ર માનવજાતને કામ લાગશે. જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે. 140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો છે. જનતાની અપેક્ષાઓને 10 વર્ષમાં પાંખો લાગી છે. આ ટર્મમાં એ સપના, અપેક્ષાને નવી ઉડાન મળશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિતને ભરોસો છે. ગરીમાપૂર્ણ જીવનની આ ત્રીજી ટર્મ ગેરન્ટી છે. ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છેઃPM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી, આ ઇવેન્ટ એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. પહેલાં 100 દિવસમાં અમે અમારું વિઝન બતાવ્યુ છે. ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યુ છે. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ. વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છેઃPM10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવી દીધા છે . PM ત્રીજી ટર્મમાં નવા 3 કરોડ ઘર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસમાં 15થી વધારે વંદે ભારત ટ્રેન લોન્ચ કરાઇ છે. અનેક હાઇસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. 100 દિવસમાં ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન આ વાતને વિશ્વ પણ ખૂબ સારી રીતે સમજે છે. વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છે. ગુજરાતની આ ધરતી પર શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ હતી. ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત થઇ છે. હવે ગુજરાતમાં ગ્રીન એનર્જીની શરૂઆત થઇ રહી છે. ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ આગળ રહ્યું છે. સોલારની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સોલાર પ્લાન્ટ લાગ્યા હતો.

Renewable Energy Summit: ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત: PM

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં મહાત્મા મંદિર PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા છે. મહાત્મા મંદિરમાં RE ઇન્વેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે ગુજરાત ચોથી ગ્લોબલ RE ઇન્વેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રોનું આયોજન કરાયું છે. આ ઇવેન્ટમાં 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મિટિંગ કરવામાં આવી છે. 25 હજાર પ્રતિનિધિ, 200થી વધુ સ્પીકર્સે ભાગ લીધો છે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી થયા છે. જેમાં USA, UK, બેલ્જિયમનું પ્રતિનિધિમંડળ, ઓમાન, UAEનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યા છે. આ આ ઇવેન્ટમાં PM મોદી સાથે રાજ્યપાલ અને ગુજરાતના CM ઉપસ્થિત રહ્યા છે.

RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

રિન્યુએબલ એનર્જી સમિટમાં PMનું સંબોધન

ગાંધીનગરમાં PM મોદીના હસ્તે RE ઇન્વેસ્ટમાં સંબોધન કરતા કહ્યું હતું કે, મહાત્મા મંદિરમાં RE ઇન્વેસ્ટ કાર્યક્રમમાં આવનાર તમામ રાજકીય નેતાઓ અને મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું. વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓનું સ્વાગત કરૂ છું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી શીખીશુ. આ કોન્ફરન્સથી મળેલી શીખ સમગ્ર માનવજાતને કામ લાગશે. જનતાએ 60 વર્ષ બાદ કોઈ સરકારને ત્રીજી ટર્મ આપી છે. 140 કરોડ ભારતવાસીઓને અમારી પર ભરોસો છે. જનતાની અપેક્ષાઓને 10 વર્ષમાં પાંખો લાગી છે. આ ટર્મમાં એ સપના, અપેક્ષાને નવી ઉડાન મળશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિતને ભરોસો છે. ગરીમાપૂર્ણ જીવનની આ ત્રીજી ટર્મ ગેરન્ટી છે.

ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છેઃPM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ભારતને ટોચની 3 અર્થવ્યવસ્થામાં પહોંચાડવાનો સંકલ્પ છે. આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી, આ ઇવેન્ટ એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝનનો આ એક ભાગ છે. પહેલાં 100 દિવસમાં અમે અમારું વિઝન બતાવ્યુ છે. ભારતને ઝડપી વિકાસ કરાવે તેવા દરેક ક્ષેત્ર પર ફોકસ કર્યુ છે. ભારતમાં અમે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ.

વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છેઃPM

10 વર્ષમાં તેમાંથી 4 કરોડ ઘર બનાવી દીધા છે . PM ત્રીજી ટર્મમાં નવા 3 કરોડ ઘર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 100 દિવસમાં 15થી વધારે વંદે ભારત ટ્રેન લોન્ચ કરાઇ છે. અનેક હાઇસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. 100 દિવસમાં ગ્રીન એનર્જી માટે અનેક નિર્ણયો લેવાયા છે. ઇન્ડિયન સોલ્યુશન્સ ફોર ગ્લોબલ એપ્લિકેશન આ વાતને વિશ્વ પણ ખૂબ સારી રીતે સમજે છે. વિશ્વને લાગે છે કે ભારત 21મી સદીમાં શ્રેષ્ઠ તક છે. ગુજરાતની આ ધરતી પર શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ હતી. ગુજરાતની આ ધરતી પર મધુક્રાંતિ, સૂર્યક્રાંતિની શરૂઆત થઇ છે. હવે ગુજરાતમાં ગ્રીન એનર્જીની શરૂઆત થઇ રહી છે. ગુજરાત સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ આગળ રહ્યું છે. સોલારની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સોલાર પ્લાન્ટ લાગ્યા હતો.