હાથબ ગામે ગટરના ઉભરાતા પાણીમાંથી વિદ્યાર્થીઓ-ગ્રામજનો પસાર થવા મજબૂર

- બે-ત્રણ માસથી છાશવારે ગટર ઉભરાવાની સમસ્યા, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ- ચોમાસાની ઋતુમાં રસ્તાઓનું પણ ધોવાણ, જંગલી બાવળના કારણે વાહનચાલકોને ભયભાવનગર : ભાવનગર તાલુકાના હાથબ ગામે છેલ્લા બે-ત્રણ માસથી છાશવારે ગટર ઉભરાતી હોવાના કારણે ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે. આ ઉપરાંત ખખડધજ રસ્તા અને જંગલી બાવળના કારણે વાહનચાલકોને હંમેશા અકસ્માત સર્જાવાનો ભય રહે છે.હાથબ ગામે વણકરવાસ વિસ્તારમાં વારંવાર ગટર લાઈન ઉભરાતી હોવાથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. કેવડિયા અને અન્ય વિસ્તારમાં જવા માટે લોકોને વણકરવાસમાંથી પસાર થવું પડતું હોવાથી નાછૂટકે ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે. શાળાએ જતાં બાળકો પણ ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. જેથી ગ્રામજનો ઉપરાંત વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર પડી રહી છે. ગટર લાઈન નજીકથી જ પીવાની લાઈન પસાર થતી હોવાથી પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જવાની પણ ચિંતા રહે છે. તેમજ એકાદ-બે વર્ષ પહેલા બનેલા આરસીસી રોડનું પણ નબળી કામગીરીના કારણે ચોમાસામાં ધોવાણ થતાં અકસ્માતને આમંત્રણ આપે તેવા મોટા-મોટા ખાડા પડી ગયા છે. જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અમુક જગ્યાએ તો એટલા મોટા ખાડા છે કે, નાના બાળકો તેમાં પડે તો જીવનો જોખમ ઉભો થવાની દહેશત રહે છે. ઘણાં માર્ગો ઉપર માત્ર કપચી જ જોવા મળે છે, ડામર રોડનું નામ-નિશાન દેખાતું નથી. તો બીજી તરફ સાંકળા રસ્તાઓ પર જંગલી બાવળનું સામ્રાજય ફેલાયું હોવાથી વાહનચાલકોને બાવળના કાંટા આંખ અને શરીર ઉપર વાગી જવાની દહેશત રહે છે. ત્યારે ગ્રામ પંચાયત અને સબંધિત સરકારી તંત્ર દ્વારા ગંભીરતા દાખવી લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા યોગ્ય પગલા ભરી ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

હાથબ ગામે ગટરના ઉભરાતા પાણીમાંથી વિદ્યાર્થીઓ-ગ્રામજનો પસાર થવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- બે-ત્રણ માસથી છાશવારે ગટર ઉભરાવાની સમસ્યા, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

- ચોમાસાની ઋતુમાં રસ્તાઓનું પણ ધોવાણ, જંગલી બાવળના કારણે વાહનચાલકોને ભય

ભાવનગર : ભાવનગર તાલુકાના હાથબ ગામે છેલ્લા બે-ત્રણ માસથી છાશવારે ગટર ઉભરાતી હોવાના કારણે ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે. આ ઉપરાંત ખખડધજ રસ્તા અને જંગલી બાવળના કારણે વાહનચાલકોને હંમેશા અકસ્માત સર્જાવાનો ભય રહે છે.

હાથબ ગામે વણકરવાસ વિસ્તારમાં વારંવાર ગટર લાઈન ઉભરાતી હોવાથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. કેવડિયા અને અન્ય વિસ્તારમાં જવા માટે લોકોને વણકરવાસમાંથી પસાર થવું પડતું હોવાથી નાછૂટકે ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે. શાળાએ જતાં બાળકો પણ ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. જેથી ગ્રામજનો ઉપરાંત વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર પડી રહી છે. ગટર લાઈન નજીકથી જ પીવાની લાઈન પસાર થતી હોવાથી પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જવાની પણ ચિંતા રહે છે. તેમજ એકાદ-બે વર્ષ પહેલા બનેલા આરસીસી રોડનું પણ નબળી કામગીરીના કારણે ચોમાસામાં ધોવાણ થતાં અકસ્માતને આમંત્રણ આપે તેવા મોટા-મોટા ખાડા પડી ગયા છે. જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અમુક જગ્યાએ તો એટલા મોટા ખાડા છે કે, નાના બાળકો તેમાં પડે તો જીવનો જોખમ ઉભો થવાની દહેશત રહે છે. ઘણાં માર્ગો ઉપર માત્ર કપચી જ જોવા મળે છે, ડામર રોડનું નામ-નિશાન દેખાતું નથી. તો બીજી તરફ સાંકળા રસ્તાઓ પર જંગલી બાવળનું સામ્રાજય ફેલાયું હોવાથી વાહનચાલકોને બાવળના કાંટા આંખ અને શરીર ઉપર વાગી જવાની દહેશત રહે છે. ત્યારે ગ્રામ પંચાયત અને સબંધિત સરકારી તંત્ર દ્વારા ગંભીરતા દાખવી લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા યોગ્ય પગલા ભરી ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.