નડિયાદના શાંતિ ફળિયામાં કારમાં આગ લાગતાં દોડધામ

- ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો- કારમાં લાગેલી આગે લાઈનમાં પાર્ક અન્ય બે ગાડીઓને પણ લપેટમાં લીધીનડિયાદ : નડિયાદ શહેરમાં વાહનોની અવરજવરથી ધમધમતા અલોલક્ષા ચોકડી નજીક શાંતિ ફળિયામાં પાર્ક કરેલી ગાડીઓ પૈકી એક ગાડીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગની લપેટમાં અન્ય બે કાર પણ સળગી ઉઠતા ભારે દોડધામ મચી હતી. નડિયાદ શાંતિ ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્થાનિક રહીશો લાઈનબધ્ધ પોતાના વાહનો પાર્ક કરે છે. સોમવારે વહેલી સવારે પાર્ક કરેલી ગાડીઓ પૈકી એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ ગણતરીના સમયમાં આજુબાજુ પ્રસરી જવા પામી હતી. જેથી લાઈનસર પાર્ક કરેલી અન્ય ગાડીઓ પણ લપેટમાં આવી જતા સળગી હતી. વહેલી સવારે આગ લાગ્યાની જાણ થતાં સ્થાનિક રહીશોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગના બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઈટર સાથે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ત્રણ કારને નુકસાન થયું હતું. ગાડીઓમાં કયા કારણસર આગ લાગી તેનું કારણ અકબંધ છે. ત્યારે બનાવ અંગે દિનેશભાઈ યાકુબભાઈ પરમારે જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદના શાંતિ ફળિયામાં કારમાં આગ લાગતાં દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

- કારમાં લાગેલી આગે લાઈનમાં પાર્ક અન્ય બે ગાડીઓને પણ લપેટમાં લીધી

નડિયાદ : નડિયાદ શહેરમાં વાહનોની અવરજવરથી ધમધમતા અલોલક્ષા ચોકડી નજીક શાંતિ ફળિયામાં પાર્ક કરેલી ગાડીઓ પૈકી એક ગાડીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગની લપેટમાં અન્ય બે કાર પણ સળગી ઉઠતા ભારે દોડધામ મચી હતી. 

નડિયાદ શાંતિ ફળિયામાં ખુલ્લી જગ્યામાં સ્થાનિક રહીશો લાઈનબધ્ધ પોતાના વાહનો પાર્ક કરે છે. સોમવારે વહેલી સવારે પાર્ક કરેલી ગાડીઓ પૈકી એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ ગણતરીના સમયમાં આજુબાજુ પ્રસરી જવા પામી હતી. જેથી લાઈનસર પાર્ક કરેલી અન્ય ગાડીઓ પણ લપેટમાં આવી જતા સળગી હતી. વહેલી સવારે આગ લાગ્યાની જાણ થતાં સ્થાનિક રહીશોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગના બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઈટર સાથે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ત્રણ કારને નુકસાન થયું હતું. ગાડીઓમાં કયા કારણસર આગ લાગી તેનું કારણ અકબંધ છે. ત્યારે બનાવ અંગે દિનેશભાઈ યાકુબભાઈ પરમારે જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.