Ahmedabad: ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા પહોંચી કેન્દ્રીય ટીમ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનનો સર્વેની કામગીરી કરવા માટે કેન્દ્રીય ટીમ અમદાવાદ પહોંચી છે. ગુજરાતમાં ગયા સપ્તાહમાં વરસાદે સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી હતી. જેને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમને ગુજરાત મોકલવામાં આવી છે. દિલ્હીથી 7 લોકોની ટીમ પહોંચી અમદાવાદ દિલ્હીથી 7 લોકોની કેન્દ્રીય ટીમ વરસાદના કારણે થયેલ નુકસાનનો સર્વે કરવા પહોંચી છે. 25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે. કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાની અંગે સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ ઇન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ (IMCT)ની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જઈને વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરશે. સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવાશે ગુજરાતમાં આવેલ કેન્દ્રની કમિટી અલગ-અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકશાનીનો સર્વે કરશે. રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની અંગે સર્વે અને સમીક્ષા કરવામાં આવશે. ગુજરાતના તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં કેન્દ્રીય ટીમ દ્વારા સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. જ્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનની સહાય ચૂકવવામાં આવશે. તમામ જિલ્લાઓના સર્વેનો રિપોર્ટ કેન્દ્રને મોકલાશે ગુજરાતમાં 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન અનેક મહાનગરો અને ગ્રામ્ય પંથકોમાં ડીપ ડિપ્રેશનને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગુજરાત ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે અનેક રાજ્યો થયા હતા પ્રભાવિત 25-30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પર રચાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્ય ભારેથી અતિભારે વરસાદથી ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ સ્પેલથી પ્રભાવિત થયું છે. વર્તમાન ચોમાસાની મોસમ દરમિયાન કેટલાક અન્ય રાજ્યો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનનો સર્વેની કામગીરી કરવા માટે કેન્દ્રીય ટીમ અમદાવાદ પહોંચી છે. ગુજરાતમાં ગયા સપ્તાહમાં વરસાદે સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી હતી. જેને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટીમને ગુજરાત મોકલવામાં આવી છે.
દિલ્હીથી 7 લોકોની ટીમ પહોંચી અમદાવાદ
દિલ્હીથી 7 લોકોની કેન્દ્રીય ટીમ વરસાદના કારણે થયેલ નુકસાનનો સર્વે કરવા પહોંચી છે. 25 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે. કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાની અંગે સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ ઇન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ (IMCT)ની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જઈને વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરશે.
સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવાશે
ગુજરાતમાં આવેલ કેન્દ્રની કમિટી અલગ-અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકશાનીનો સર્વે કરશે. રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની અંગે સર્વે અને સમીક્ષા કરવામાં આવશે. ગુજરાતના તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં કેન્દ્રીય ટીમ દ્વારા સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. જ્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનની સહાય ચૂકવવામાં આવશે.
તમામ જિલ્લાઓના સર્વેનો રિપોર્ટ કેન્દ્રને મોકલાશે
ગુજરાતમાં 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન અનેક મહાનગરો અને ગ્રામ્ય પંથકોમાં ડીપ ડિપ્રેશનને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગુજરાત ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા હતા.
ભારે વરસાદના કારણે અનેક રાજ્યો થયા હતા પ્રભાવિત
25-30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પર રચાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્ય ભારેથી અતિભારે વરસાદથી ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ સ્પેલથી પ્રભાવિત થયું છે. વર્તમાન ચોમાસાની મોસમ દરમિયાન કેટલાક અન્ય રાજ્યો ભારે વરસાદ, પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન વગેરેથી પ્રભાવિત થયા હતા.